________________
પ્રમાણમીમાંસા ૧ ૧ ૨
तस्मादर्थोन्मुखतयेव स्वोन्मुखतयापि ज्ञानस्य प्रतिभासात् स्वनिर्णयात्मकत्वमप्यस्ति । ननु अनुभूतेरनुभाव्यत्वे घटादिवदननुभूतित्वप्रसङ्गः,
“હું આ વૃક્ષને જોઈ રહ્યો છું.” હવે જો તેને “હું આ વૃક્ષને જોઈ રહ્યો છું" એવું ભાન ન થતું હોય તો તેને કોઈ દિવસ આવી ખબર પડે ખરી કે “આ ઝાડ છે.” અર્થાત્ ન જ પડે. જ્યારે જ્ઞાન થશે ત્યારે બન્ને બોધ સાથે જ થશે. દીવો બીજાને જ્યારે પ્રકાશિત કરે તે જ વખતે પોતાને પણ પ્રકાશિત કરીજ લે છે. एतेन = અનવસ્થા અને અન્યોન્યાશ્રય દોષ બતાવવા દ્વારા નીચેની વાતનું પણ ખંડન થઈ જાય છે. ]
♦ પરતઃ વાદી (મીમાંસક) જો જ્ઞાન ન થયુ હોય તો “આ પદાર્થ છે” એવો વ્યવહાર ન થઇ શકે, એટલે આવાં વ્યવહારનાં આધાર માટે અર્થશાનનું જ્ઞાન થયેલું હોવું જોઇએ, આવી અર્થાપત્તિથી અર્થોપલમ્ભોપલમ્ભ= અર્થના જ્ઞાનનું જ્ઞાન સંભવી શકે છે. માટે અમારે કોઈ દોષ નથી.
• સ્વસંવેદન વાદી - જ્ઞાપક પદાર્થ અજ્ઞાત રહીને કોઈને જણાવી શકે નહિં. એટલે જો અર્થાપત્તિ જ્ઞાપક છે તો તે અજ્ઞાત હોઈ જ્ઞાપક બની શકે નહિ. હવે જો બીજી અર્થાપત્તિથી પ્રથમ અર્થાપત્તિનું જ્ઞાન માનશો તો અનવસ્થા અને અન્યોન્યાશ્રય દોષની આપત્તિ ઉભી જ રહેશે. કારણ કે દ્વિતીયનું જ્ઞાન કરવા ઉત્તર-ઉત્તર અર્થાપત્તિ માનવી પડશે.અને પ્રથમ અર્થાપત્તિથી દ્વિતીયને જ્ઞાત માનવા જશો તો પ્રથમ માટે પુનઃદ્વિતીયની અપેક્ષા રહેતી હોવાથી અન્યોન્યાશ્રય થાય. તેથી જ્ઞાન અર્થની તરફ ઉન્મુખ બની અર્થના બોધમાં વ્યાવૃત થઇને અર્થ જાણે છે તેમ જ્ઞાનની તરફ ઉન્મુખ બની જ્ઞાનને પણ જાણે છે. જે તરફ ટોર્ચનો પ્રકાશ પડે તે પદાર્થને પ્રકાશિત કરે છે. તે પ્રકાશ બલ્બને પણ પ્રકાશિત કરે જ છે (કારણ કે તે તરફ પણ પ્રકાશ પડે જ છે એમાં કોઈ શક નથી. એથી જ્ઞાનને અર્થ નિર્ણાયકની જેમ સ્વનિર્ણાયક- સ્વનો નિશ્ચયકરાવનારું પણ માનવું જોઇએ. • જ્ઞાનાન્તરવાદી - અનુભૂતિ- જ્ઞાન જ્ઞેય હોય તો ઘડા વગેરેની જેમ જ્ઞાનક્રિયાનું કર્મ બનવાથી = જ્ઞાન અનુભાવ્ય થવાથી અનનુભૂતિત્વ = જડ બની જવાની આપત્તિ આવશે.
અનુભૂતિ
૧૧
१ कर्मत्वात् ।
પ્ર.-૧ શેય જડ કેવી રીતે બને ? આવી આપત્તિ કેવી રીતે ?
ઉ. ડૉ. દર્દીને તપાસે ત્યારે પોતે ડૉ. કહેવાય, અને જાતને તપાસે ત્યારે દર્દી કહેવાય, પણ તેમ છતાં તેનું ડૉ.પણુ નાશપામી જતુ નથી. એમ જ્ઞાન ઘટાદિ અર્થને જાણે ત્યારે જ્ઞાન કહેવાય અને સ્વને જાણે ત્યારે ઘટાદિની જેમ જ્ઞેય કહેવાય એ વાત સાચી પણ એટલા માત્રથી તેનું જ્ઞાનપણું નાશ પામી જતું નથી કે જેથી તેને જડ માનવાની આપતિ આવે. (વળી શાન પોતાને જ્ઞાનરૂપે જ તો જુએ છે ક્યાં જડ રૂપે જુએ છે, જડ રૂપે જુએ તો આ જ્ઞાન જ ખોટું પડી જશે / અથવા તે તો જડનું શાન કહેવાશે, સ્વજ્ઞાન નહીં કહેવાય, સ્વનો અર્થ જ તો જ્ઞાન છે.
અહીં આપત્તિ આપવાનું કારણ તો આમ છે કે ડૉ. પાસે તપાસ કરાવનાર ડૉ. હોતો નથી એવું સામાન્ય જનોમાં પ્રસિદ્ધ હોય, તે મગજમાં ઘુસી ગયું હોય અને ભૂયોદર્શન પણ આવું જ થાય છે. પણ આ ગરબડ જેને ખ્યાલ નથી કે ડૉ. પણ જાતની તપાસ કરે છે અને બીજા પાસે પણ તપાસ કરાવે છે. તેમ સામાન્ય રીતે જ્ઞાન દ્વારા ઘટાદિ જડ પદાર્થનું ભાન થાય છે, એટલે શેય = “જેનું જ્ઞાન થયુ તે જડ હોય છે,” આવું મગજમાં પેસી જાય, તેનું કારણ એક જ કે તેને એ ખ્યાલ નથી કે જ્ઞાનનું પણ
જ્ઞાન થાય છે.
પ્ર. આ આપત્તિ જે જ્ઞાનનું જ્ઞાન પરતઃ માને તેને કેમ નહી આવે ?
ઉ. શંકાકાર માત્ર દોષ દેખાડવામાં સમજે છે, જ્ઞાનાન્તરવાદીના મતે પણ જ્ઞાનનો જ્ઞાન વિષય બનતો હોવાથી જડ થવાની આપત્તિ સ્પષ્ટ જ છે.