________________
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
પ્રભુને પ્રથમ ભવ: મરૂભૂતિનું વર્ણન.
[ ૭ ].
પ્રધાન મંડળીને સંમત હતો, ચંદ્રમંડળના જેવી ઉજવળ કીર્તિના સમૂહવડે તેણે દિશાઓને સમૂહ ભરી દીધા હતા, તથા તે ચક્રધર(બ્રાહ્મણે)ને વિષે ચક્રવતી સમાન હતું. તે પુરોહિતને અત્યંત વિનયના સમૂહથી ભરેલી, શ્રેષ્ઠ બ્રાહ્મણના કુળમાં જન્મેલી, સર્વજ્ઞના ધર્મમાં નિશ્ચળ થયેલી અને શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનારી અનુદ્ધારા નામની ભાર્યા હતી. વળી તે વાસિષ્ઠ નેત્રરૂપી ગગનાંગણ(આકાશ)ને વિષે ચંદ્રરેખા જેવી હતી, નીરોગતા વિગેરે ગુણે વડે તેના શરીરની શોભા સારી હતી, તેણે પોતાના શ્રેષ્ઠ શીળરૂપી ગુણવડે પિતાના પ્રાણનાથને વશ કર્યો હતો, તથા મિત્રને વિષે, બંધુને વિષે અને લોકેને વિષે તે બદ્ધ(ગાઢ) નેહવાળી હતી. તેની સાથે વિષય સુખને ભેગવતા તે પુરોહિતને કેટલાક દિવસે ગયા ત્યારે બુદ્ધિના અતિશય વડે બૃહપતિને પરાભવ કરનારા, નય, વિનય, સત્ય, સૌહિત્ય, ત્યાગ(દાન) વિગેરે ગુણોરૂપી માણિક્યના નિધિ સમાન અને ઉત્તમ ચરિત્રવાળા કમઠ અને મરુભૂતિ નામના બે પુત્રો જમ્યા. તે બનેને કળાને સમૂહ ગ્રહણ કરાવ્યું. યવન અવસ્થાને પામ્યા, પછી યોગ્ય સમયે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી તથા રૂપ અને સૌંદર્ય વડે મનહર બે બ્રાહ્મણ કન્યાની સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તેમાં કમઠને વરૂણું નામની ભાર્યા હતા, અને મરુભૂતિને વસુંધરા નામની ભાર્યા હતી. ત્યારપછી કુળના ક્રમને અનિંદિત, ધર્મને અવિરૂદ્ધ, લેકવ્યવહારને અબાધક અને ગુણના સમૂહને પ્રવર્તાવનાર ધન ઉપાર્જન કરવાની વ્યાપારને વિષે પ્રવર્તતા તેમને કાળ જવા લાગ્યા. - ત્યારપછી કોઈક દિવસે સંસારમાં થનારા પદાર્થોના ક્ષણભંગુરપણુએ કરીને, પર્વતના શિખર પરથી ઝરતી નદીના તરંગની જેવી આયુષ્ય કર્મની ચપળતાવડે કરીને અને યમરાજાને પ્રસાર અનિવારિત હોવાથી વૈરાગ્યને પામેલ વિશ્વભૂતિ પુરોહિતે સર્વ પ્રાણીઓને
ખમાવી, થોડા પણ જિન ધર્મના અતિચારને સદ્દગુરુની સમીપે આલેચીને, અનશન કરીને ' અને પંચપરમેષ્ઠીના સમરણને વિષે તલ્લીન થઈને કાળધર્મ પામી સધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. તેને મરણના રણરણાટ શબ્દવડે અને શેકવડે ઝરતા આંસુના પ્રવાહથી વ્યાપ્ત થયેલા લેનવાળી તેની ભાર્યા અનુદ્ધરા પણ સ્મશાનની જેવા ભયંકર સંસારવાસને જાણીને પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના વિશેષ તપવડે શુષ્ક શરીરવાળી અને દુઃખે કરીને ધારણ કરી શકાય એવા ધર્મના ભારને ધારણ કરતી તે આદર સહિત પંચ નમસ્કારને મરણ કરતી કાળધર્મ પામી. ત્યારપછી માતાપિતાના મરણથી ઉત્પન્ન થયેલા તીક્ષણ દુખવડે વ્યાપ્ત થયેલા મનવાળા, હાહારાવવાળા પિકારના શબ્દ સમૂહવડે મોટા શેકના વ્યાપારવાળા અને વારંવાર પરિજનવડે નિવારણ કરાતા છતાં પણ રેવાથી પાછા નહીં વળતા એવા તે કમઠ અને મરુભૂતિ તે બન્નેનું પારલૌકિક(મરણોનું કાર્ય કરીને દુઃખી મનવાળા થઈને ગૃહકાર્યને વિષે પ્રવર્તાવા લાગ્યા. તે અવસરે પ્રાપ્ત થયેલા સંવિગ્ન( સાધુ ) વિહારવડે શોભતા હરિચંદ્ર નામના મુનિએ તે બનેને આ પ્રમાણે ઉપદેશ આપે.
૧. સારું હિત કરવાપણું,