Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 571
________________ [ ૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ શ્રીપાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. તે ચરિત્ર અમલચંદ્ર ગણિએ ઇલ્લુક પુસ્તકને વિષે લખ્યું છે. અહીં જે મુનિઓ અને ગૃહીએ ઉપકાર કરાયા છે, તે સદા આનંદ પામે. અને આ જેઓએ કરાવ્યુ છે તે હવે સાંભળેા. કપડવંજપુરને વિષે જય પ્રગટ કરવામાં ઉત્કટ( મેટા ) કુલ'દિરની જયપતાકા જેવા ગાવન નામે શ્રેણી હતા. તેણે બાવન શિખરાવર્ડ મનેાહર અને સુવર્ણના મોટા કળશેાવડે ચૈાલતા શિખરવાળું વાસુપૂજ્યજિનેશ્વરનુ` માઢું. ભવન( દેરાસર ) કરાવ્યું હતુ. હવે તેના પુત્ર સાઢાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જ નાગ નામના પુત્ર છત્રાધિ નગરીમાં રહેતા હતા, અને શ્રાવકના ગુણને અનુસરતા હતા. તેને સુંદરીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ શ્રેણી અને વીર નામના બે પુત્રો હતા, તથા યશનાગ શ્રેષ્ઠી નામના ભાણેજ ત્રીજા પુત્ર જેવા હતા. તેઓએ જિનમંદિર, પ્રતિમા, પુસ્તક, સંધ, સાથે અને સારા તીર્થની યાત્રા કરવા જગતમાં પેાતાના જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી શ્રેણી વીરે અનેક આભૂષણેાવર્ડ સહિત જાણે સુવર્ણ મય હાય તેવું સારું અને માટુ શ્રી પાર્શ્વનાથનું ખિંખ કાકાના પુત્ર ગગ્ગય શ્રેષ્ઠી અને આમ શ્રેષ્ઠી સહિત સંઘની સાથે માટી ઋદ્ધિવર્ડ નિર્વિઘ્રપણે તીર્થયાત્રા કરીને સ્થાપન કર્યું. વીરના પુત્ર યશદેવ શ્રેષ્ઠીએ અને નન્ન કૅકકુરે સુખેથી એધ પામી શકાય તેવું પરમેશ્વર શ્રી પાર્શ્વનાથનુ આ ચિરત્ર કરાવ્યુ` ( રચાવ્યુ' ) વિક્રમના અગ્યારસે અડસટ્ટુ (૧૧૬૮) મેં વર્ષ આ ચરિત્ર સિદ્ધ થયું (રચાયુ'). આ ચરિત્રમાં કાંઇ અનુચિત લખાયું હોય તેા સૂરિઓએ ક્ષમા કરવું અને સુધારવુ આ પ્રમાણે નિર્મળ કેવળજ્ઞાનવર્ડ અલેાક અને લેાકના ભાવને જાણનારા પાવ જિનેશ્વરના ઘણા શાસ્ત્રોમાંથી ઉદ્ધરેલા આ શ્રેષ્ઠ ચરિત્રને વિષે સર્વ પ્રાણીઓના સમૂહના સ'સારનેા નાશ કરનાર નિર્વાણુલાભ( મેક્ષપ્રાપ્તિ ) નામના પંચમ સ્વરવાળા આ પાંચમા પ્રસ્તાવ સંપૂર્ણ થયા છે. મુનિસુવ્રતસ્વામીના પ્રસાદવડે અંબા, સુદર્શના, અભ્ર, શાંતિ તથા શ્રુતદેવતાના પ્રસાદવડે આ ચિત્ર સમાપ્ત થયુ. ત્રિલેાકના પ્રભુ પાજિનેશ્વરનુ આ સુંદર ચરિત્ર જે એકમનવાળા થઇને કહે છે અથવા જેએ ભણે છે, સાંભળે છે, તથા કિતના સમૂહથી એ દયાવાળા જે ચિત્તમાં ધારણ કરે છે, અને સદા સ્તુતિ કરે છે, તે રાગ, શાક, ધનના ક્ષય, પ્રવાસ, વૈરી અને ભૂતાદિકથકી થતા માટા દુ:ખથી મુક્ત થઇને વાંછિત સુખને ભોગવે છે, લેાકેાને પૂજવા લાયક થાય છે અને તત્કાળ સ્વ લેાકની લક્ષ્મીને તથા મેાક્ષને પામે છે. મંગહમ્ પાંચમા પ્રસ્તાવ પૂર્ણ થયા. આ પ્રમાણે શ્રી પ્રસન્નચદ્રસૂરિના પાહની સેવા કરનાર ( શિષ્ય ) શ્રી દેવભદ્રાચાર્ય' રચેલું' આ પાર્શ્વનાથરિત્ર સમાપ્ત થયું. ॥ ૐ ॥

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574