________________
તા
. પ્રભુને ઈંદ્રો અને દેવોએ મેરુપર્વત પર કરેલ જન્મ મહોત્સવ.
[ ૧૮ ]
વૃષભે વિકુળં. તેઓના શીંગડાના માર્ગને અનુસરતા આકાશગંગાના જળપ્રવાહના આકારવાળા દૂર અને જળના પ્રવાહ ઊંચા ઉછળવાવડે દેખાતા, અને નીચે પડતી વખતે મિશ્ર થયેલા, મોટા ફટિક મણિના દંડનું અનુકરણ કરનાર તથા ખળખળાટના શબ્દવડે સુરાસુરને વિસ્મય કરનાર એવા દૂધ અને જળને સમૂહ ભગવાનના મસ્તક ઉપર નાંખ્યો. તથા ક્ષીરદધિના જળથી ભરેલા કળશવડે જિનેશ્વરને અભિષેક કર્યો. તથા વળી નિરંતર ઉપર પડતા મોટા દૂધના પૂરને તત્કાળ દેવીઓના સજજ કટાક્ષના નિક્ષેપના સમૂહની જેમ જિનેશ્વર સહન કરતા હતા. અથવા તો જિનેશ્વરના અંગના સંગથી શુદ્ધિને પામેલ ઉવળ પ્રસરતા યશની જેમ શિલાતલ ઉપર પડવાથી વિસ્તાર પામેલો દૂધને સમૂહ શોભતો હતે. અથવા તો જિનેશ્વરના ઉપર પડતે દૂધનો સમૂહ ચિરકાળથી સૂતેલી સિદ્ધિરૂપી વધૂના સુંદર કંઠથી પડેલા હારની જેમ ભાસે છે (શોભે છે). દેવોએ નાંખેલો ક્ષીર જળનો સમૂહ મરત મણિના જેવા નિર્મળ જિનેશ્વરના શરીરની કાંતિના સંબંધથી યમુના નદીના જળપ્રવાહ જે દેખાય છે. આ પ્રમાણે ત્રણ ભુવનને વિસ્મય આપનાર જિનેશ્વરના જન્માભિષેક મહોત્સવને મહિમા કહેવાને ધરણંદ્ર પોતે પણ શક્તિમાન નથી. વળી બીજું-જિનેશ્વરના જન્માભિષેક મહોત્સવ થતો હતો ત્યારે કેટલાક દેવેંદ્રો જિનેશ્વરની પાસે વજીમય દંડવાળા છત્રને ધારણ કરતા હતા, બીજા કેટલાક મણિમય દર્પણને ઊંચા કરતા હતા, કેટલા સુગંધી પરિમલના ઉછળવાવડે મનોહર પુષ્પમાળને ઊંચી કરતા હતા, કેટલાક ક્ષીર અને જળથી ભરેલા સુવર્ણ કળશો અભિષેક કરનારા દેવને આપતા હતા, તથા જગદગુરુને અભિષેક થતો હતો ત્યારે દેવ ચાર પ્રકારના વાજિંત્રોને વગાડતા હતા, તે આ પ્રમાણે–પડહના મને હર શબ્દથી મિશ્ર દુંદુભિના સમૂહવાળા, મર્દલ, ઉદાર, કરડિય અને કરીના શબ્દવાળા, કાહલા, શંખ અને શંખાવળીથી શોભતા, ભેરીના ભાકાર શબ્દવડે મને હર, મોટા ભંભારવવાળા મોટા કાંસીયા, મનહર તલતાલવડે મિશ્ર સેંકડો ઢક્કા, ઝાલરના ઝણઝણાટ શબ્દવડે પડછંદાને કરનાર, ઉછળતા બક્કસય, તંત્રી અને વીણાના સમૂહવાળા, તત્કાળ ચાર પ્રકારના વાદ્ય (વાજિંત્રો ) સજજ કર્યા, તેને દેવોના હસ્તના ખૂણવડે વગાડ્યા, મોટા વાયુના વિક્ષોભથી વિસ્તારને પામ્યા, પ્રલયકાળના મેઘના ગરવ જેવા પ્રચંડ જણાયા, તુંબરુ વિગેરેને - ગાયકે વગાડતા હતા, દેનો સમૂહ નાચ કરતો હતો, દેવનો સમૂહ સિંહ, અશ્વ વિગેરેને આશ્રય કરતા હતા, તથા મોટા હર્ષના સમૂહથી ઉત્પન્ન થયેલ હલબેલ શબ્દથી આકાશતળને વ્યાસ કરતા હતા, આ પ્રમાણે વાજિંત્રો વાગતે સતે ત્રણ જગતના દુરિતને નાશ કરનાર જિનાભિષેક થ..
આ અવસરે સૌધર્મ સ્વામીએ સુગંધી અને અતિ કોમળ કાષાય વસ્ત્રવડે ભગવાનના સર્વ અંગને લંછયું, કપૂર અને અગરૂથી મિશ્ર ગશીર્ષ ચંદનવડે તેને લેપ કર્યો, પછી