________________
[ ૨૧૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
"
પ્રકારના
યશસ્વી ! તેં મારા જળના ઉપચાર કેમ કર્યો ? કેમકે અન્ય જીવના વધવડે પેાતાના જીવનુ રક્ષણ શાસ્ત્રમાં નિષેધ કર્યું છે. આ શરીર અત્યંત રક્ષણ કર્યા છતાં પણુ, અત્યંત પાલન કર્યા છતાં પણુ અને ઘણા પ્રકારના ઉપચાર કર્યો છતાં પણ વિદ્યુતના ઉદ્યોતની જેમ ચિરકાળ સુધી સ્થિર રહેશે નહીં. આવા પ્રકારના શરીરને માટે કાર્ય કેમ કરાય ? નિરવદ્ય ( પાપરહિત ) વિતવાળાનું મરણ પણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું, આ પ્રમાણે તે મહાત્મા તપસ્વીએ કહ્યું ત્યારે ભક્તિના ભારથી ભરાયેલા મનવાળા દ્રોણે કહ્યું કે અહીં જીવની વિરાધના કઈ થઇ ? ” ત્યારે મુનિએ કહ્યું કે હું ભદ્રે ! જળ પણ એકેંદ્રિય જીવરૂપ કહ્યું છે. તે વીક્રિકટે નિર્જીવ થયુ હાય તે મુનિને વાપરવુ કલ્પે છે. પૃથ્વીકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય પણ ઘણા જીવવાળા જિનેશ્વરાએ કહ્યા છે. હું ભદ્ર! તે સવે એકેન્દ્રિય છે. ક્રમીયા, ગડાલા, શંખ અને છીપણી વિગેરે હ્રીંદ્રિય કહ્યા છે. કીડી, કુંથુ અને મકાડા વિગેરે ત્રીદ્રિય કહ્યા છે. ભ્રમરા, તીડ અને પતંગ વિગેરે ચતુરિદ્રિય જાણવા. તથા જળચર, સ્થળચર અને ખેચર એ ઘણા પ્રકારના પંચેંદ્રિય કહ્યા છે. મત્સ્ય, મગર, નક્ર વિગેરે અનેક પ્રકારના જળચર છે, સિંહ, હરણ, વિશ્ય (વરૂ), ગધેડા, અશ્વ અને હાથી વિગેરે સ્થળચર છે. હુંસ, ભાર’ડ અને કામક વિગેરે આકાશતળમાં ચાલનારા (ખેચર) છે. આ પ્રમાણે જગદ્ગુરુએ જીવના વિભાગે અસંખ્ય કહ્યા છે. આ સર્વ જીવાનુ પાતાના જીવિતની જેમ તપસ્વીએ સદા રક્ષણ કરવાનું છે. અન્યથા અત્યંત દુષ્કર ક્રિયા કર્યા છતાં પણ નિરર્થક જ થાય છે. જો જીવે દયા કર્યા વિના ઘણા કાળ સુધી ચારિત્રનું આચરણ કર્યું. હાય, ઘણા શ્રુતના અભ્યાસ કર્યા હાય, અને ઘણી તપસ્યા કરી હોય, તા તે સર્વ કાસપુષ્પની જેમ નિષ્ફળ છે, જેમ સર્વ પર્વતામાં શ્રેષ્ઠ મેરુપર્યંત કહેવાય છે, સર્વ નદીમાં શ્રેષ્ઠ ગંગાનદી કહેવાય છે, અને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ તીર્થં કર કહેવાય છે, તેમ સર્વ ધર્મની ચેષ્ટાને વિષે જીવરક્ષા જ શ્રેષ્ઠ કહેવાય છે. તેથી કરીને ભિક્ષુએ બદ્ધલક્ષ્ય (ઉપયેાગવાળા) થઇને તે જીવરક્ષામાં જ ઉદ્યમ કરવાના છે. આ કારણથી જ મૂર્છાવડે મીંચાયેલા નેત્રવાળા મારા મુખને વિષે સચિત્ત પાણી તે' જે નાંખ્યુ, તે મને ખાધા (પીડા) કરે છે. ” આ પ્રમાણે તે મુનિએ જીવના વિસ્તાર જણાવ્યેા ત્યારે તે ક્રાણુને મેટા સવેગના આવેગ ઉત્પન્ન થયા, તેથી તે કહેવા લાગ્યા કે—“હું ભગવાન ! જો આવા પ્રકારના પૃથ્વી, જળ અને અગ્નિ વગેરે અનેક પ્રકારના જીવના સમૂહ તમે અવશ્ય રક્ષણ કરવા લાયક કહ્યો, તેા નિરંતર પૃથ્વીકાય વિગેરે જીવાના ઘાતમાં પ્રવર્તે લા અમારી જેવા જીવા આ સંસારરૂપી સાગરને શી રીતે તરી શકશે? ” ત્યારે ભગવાને કહ્યું કે હું મહાયશસ્વી ! સમ્યગ્દનના સ્વીકારવાપૂર્વક ધના વ્યાપારમાં આસક્ત ચિત્તવાળા પ્રાણીઓને ગાયના પગલાની જેમ સંસારસાગરનું તરવું થાડું' જ છે, તેથી જો તું સંસારથી ભય પામતા હોય, અને પૂર્વે કરેલા પાપકર્મોના દુષ્ટ વિલાસવડે સંતાપ પામતા હાય, તેમ જ જલદી મેાક્ષપદને ઈચ્છતા હોય, તે દેવને વિષે
ܕܕ