________________
[ રરર ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ?
સહન કરતે પાપથી દુભાયેલા પ્રાણીને સમૂહ નેત્રના મીંચવા જેટલા પ્રમાણવાળા થોડા પણ સુખને પામતે નથી.” આ પ્રમાણે તે મુનિએ મને કહ્યું ત્યારે હું અત્યંત ભય પામીને મુનિના ચરણમાં પડ્યો, અને વિનંતિ કરવા પ્રવર્તે કે-“હે ભગવાન! જે એમ હોય, તે જે રીતે હું કોઈપણ પ્રકારે આ મોટા પાપથી નિસ્તાર પામું (મુક્ત થાઉં), તેમ તમે કરો. આ હું તમારા શરણને પામ્યો છું.” ત્યારે તે ભગવાને આવા પ્રકારના પાપરૂપી વ્યાધિના મોટા ઓષધરૂપ પ્રવજ્યા વિધાનને કહીને સારા નક્ષત્રના મુહૂર્વે મને દીક્ષા આપી. ત્યાર પછી આ પ્રમાણે એક ગામથી બીજે ગામ વિહાર કરું છું અને આ બહ સારું થયું, કે તારી સાથે (તારું) મને દર્શન થયું, તેથી છેતરવાના અપકાર કરવા વડે મેં તને અનર્થની પથારીમાં જે નાંખે છે, તેને તે સર્વથા પ્રકારે મને માફ કર.” ત્યારે કોને કહ્યું કે “હે ભગવાન! આ મારા કર્મનો વિલાસ છે, તેમાં તમારે શ અપરાધ છે? હવે તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સાવધાન ચિત્તવાળા થજે.” એમ કહીને દ્રોણ કાંચીપુરીમાં ગયા. ત્યાં સાર્થવાહને મળ્યો. તેને પાંચ હજાર દીનારની પિોટકી આપી. સાર્થવાહ તે જોઈને પ્રસન્ન થયે, અને તેણે દ્રાણને કહ્યું કે-“હે ભદ્ર! હવે તું અમને વાત કહ્યા વિના કોઈ પણ ઠેકાણે જઈશ નહીં. તારી જેવા સભાવની પ્રધાનતાવાળા પુરુષરૂપી રન રહિત આ ધન કે ભવનવડે શું પ્રજન છે?” ત્યારે દ્રોણે કહ્યું કે “ઠીક હવે તેમ કરીશ.” પછી કઈક દિવસ તે બને રાજમાર્ગમાં જતા હતા ત્યારે
દેલા કાનવાળા ગધેડાની પીઠ ઉપર બેઠેલે, ગળામાં લટકાવેલી સરાવની માળાવાળો, કણેરના yવડે રચેલા મુગટવાળો, મેશવડે આખે શરીરે લીંપાયેલ, આગળના ભાગમાં પહ અને કિંડિમના શબ્દ સાંભળવાથી એકઠા થયેલા બાળકેવડે હલબલ કરાતે અને “હું અનાથ છું, અનાથ છું” એમ બોલતે તથા વધને માટે દ્વાર તરફ લઈ જવાતે એક કાપાલિકને દેખે. તેને જોઈને દ્રોણે કહ્યું કે-“હે સાર્થવાહ! તે આ કાપાલિક છે, કે જેનાથી હણતાં મારું તમે રક્ષણ કર્યું હતું. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામેલા સાર્થવાહે એક પુરુષને પૂછયું કે-“શા કારણથી આ તપવી હણાય છે ? ” ત્યારે તે પુરુષે કહ્યું કે “આ તપસ્વી નથી પરંતુ પાખંડી ચંડાળ છે, અને આવા પ્રકારના દંડને યોગ્ય જ છે. તેનું કારણ તમે સાંભળો. પાપ કરનારા આણે રાત્રીએ કાંચીપુરના રાજાના પુત્ર શ્રીપાળને વશીકરણ મંત્રને આપવાના મિષવડે કાત્યાયની દેવીની પાસે પુરુષના બળિદાનને કારણે તે શ્રીપાળનો વિનાશ કરવા પ્રારંભે. તે ગુપ્ત રહેલા રાજપુરુષોએ જે, તેથી યષ્ટિ અને મુષ્ટિના પ્રહારવડે તેને જર્જરિત કરીને તથા બાંધીને રાત્રિએ ગુપ્ત સ્થાને રાખે. અને હમણાં તેને મારી નાંખવા માટે રાજા તૈયાર થયે. તેને પ્રધાન જનેએ વિનંતિ કરી કે-“આ ક્ષત્રિય ધર્મ નથી, કે જે મોટા અપરાધને પણ પામેલા લિંગી(સાધુ)ને મારી નાંખવાનું કરવું. કેમકે-સ્મૃતિમાં કહ્યું છે કે-“સમગ્ર ધન સહિત અને હણ્યા વિના તેને દેશમાંથી બહાર કરે.” ત્યારે રાજાએ કહ્યું કે- એમ છે ખરું,