Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 562
________________ ધનદેવ વિગેરે અગિયારે બધુઓએ અગિયારે પ્રતિમાઓનુ` કરેલ વહન. [ ૪૫૭ ] જે તે પ્રકારે પણ સંતુષ્ટ ચિત્તવાળા, પુત્રાદિકને વિષે અથવા તેવા પ્રકારના કામ કરનારને વિષે કુટુંબના ભાગ નાંખનારા, તુચ્છ મમતાભાવવાળા( મમતા રહિત ) અને લેાકવ્યવહારથી નિવૃત્ત થયેલા તથા ઘણીવાર સ ંવેગવટે ભાવિત બુદ્ધિવાળા તે જ શ્રાવકને નવ માસના પ્રમાણવાળી નવમી પ્રેષ્યપ્રતિહાર નામની પ્રતિમા કહેવાય છે. વળી ખીજી-પૂર્વે કહેલા સર્વ ગુણેામાં ઉદ્યમવાળા, ઉદ્ધિ અને કરેલા ( ઉદ્દેશીને કરેલા) આહારના ત્યાગ કરનારી, શ્રમણ( સાધુ )થી જુદા લક્ષણને માટે શિખાને ધારણ કરનાર, સાધુની પર્યું પાસનામાં તત્પર, ચિત્તની પીડાને દૂર કરવા માટે પુત્રાદિકવડે નિધાનમાં નાંખેલા ધનને પૂછતી વખતે હું જાણું છું અથવા નથી જાણતા એમ અનુજ્ઞાને અંગીકાર કરતા તથા સૂક્ષ્મ જીવ, પુદ્ગલ વિગેરેમાં રહેલા પદાર્થની ભાવનામાં તત્પર થતા તે જ શ્રાવકને દશ માસના પ્રમાણવાળી દશમી ઉદ્ભિવન નામની પ્રતિમા કહેવાય છે. વળી ખીજી—પૂર્વે કહેલા અનુષ્ઠાનને અનુસરતા, ક્ષુરવડે સુ'ડિત થયેલા અથવા કરેલા લેાચવાળા, રજોહરણ અને પાત્રને ધારણ કરવાવડે સાધુ જેવા, શરીરવડે ચારિત્ર ધર્માંને સ્પર્શ કરતા, મમતાના વિચ્છેદના વશથી સ્વજનના ગામમાં જનારા, પરંતુ ત્યાં ગયા છતાં પણ પૂર્વે કરેલા ભ્રાજનને મહેણુ કરનારા અને પછીથી કરેલા ભેાજનને નહીં ગ્રહણ કરનારા તથા સારા સાધુની જેમ સર્વ કાર્યોંમાં ઉપયાગી ચિત્તવાળા તે શ્રાવકને જ અગ્યારમી શ્રમણભૂત નામની પ્રતિમા કહેવાય છે. આ પ્રમાણે અગ્યાર માસની પ્રતિમાની ક્રિયાવડે આત્માની તુલના કરીને કેટલાક પુણ્યશાળી જીવા સમ્યક્ પ્રકારે પ્રત્રજ્યાને અ’ગીકાર કરે છે, અને ખીજા કેટલાંક પુત્રાદિકને વિષે સ્નેહ હોવાથી ગૃહવાસને અંગીકાર કરે છે. પેાતાની ચેાગ્યતા જાણીને સદા શુભ આચારવાળા હાય છે. આ પ્રમાણે પ્રતિમાના વિષયવાળુ' અને શ્રાવક વ્રતધર્મની ક્રિયાનુ ચૂડામણિ ( મુગટ ) જેવું આ સમગ્ર અનુષ્ઠાન મે' કહ્યું. આ અનુષ્ઠાન કરીને જે જિને ની શ્રેષ્ઠ દીક્ષા( સર્વવિરતિ )ને પામ્યા હાય, તેનું મન દુ:સહ પરીષહેાથી ઉપદ્રવ પામ્યું હાય તે। પણ ચલાયમાન થતું નથી. આવા પ્રકારની ક્રિયા કરવામાં ધન્ય પુરુષાની જ બુદ્ધિ રમે છે, અને ધન્ય પુરુષા જ પ્રસ્તુત અથના અ ંતને (મેાક્ષને ) પામે છે, માટી પરમસુખની સંપત્તિ તેઓના જ હસ્તકમળના વિષયમાં રહેલી છે, તે જ ભયંકર ભવસમુદ્રને તરી ગયા છે, ત્રણ લેાકરૂપી રણભૂમિમાં તેઓએ જ વિજયપતાકા પ્રાપ્ત કરી છે, કે જેઓએ આ અનુષ્ઠાનમાં તત્પર સુસાધુ ધર્મ અંગીકાર કર્યાં છે. ” આ પ્રમાણે સાંભ ળીને મેાટા ને પામેલા તે ભાઇએ સ્વામીને નમીને તથા સદ્ભૂત ( સાચા ) ગુણેાની વાણીવડે સ્તુતિ કરીને અને પ્રતિમાના વિધિને જાણીને ધનદેવ વગેરે સવે ભાઇ પેાતાને ઘેર ગયા. પછી ઘરની સમીપે સ્થાપન કરેલી પૌષધશાળાને વિષે સમ્યક્ પ્રકારે સુગુરુની પાસે સર્વ વ્રતોના સમૂહ જાણીને, ગ્રહણ કરીને તથા પાલન કરીને પછી સ્પ કરેલ પ્રતિમાનું વિધાન કરવા લાગ્યા. પછી માતાપિતા સ્વગે ગયા ત્યારે ઘરને વિષે ૧૮

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574