Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 567
________________ [ ૪૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : રહેલ ચાર પ્રકારના દેવને સમૂહ અત્યંત દુઃખથી પીડા પામે છે અને ચાર પ્રકારના સંઘે વિવિધ પ્રકારની પરિદેવતા( રૂદન)ને આરંભ કરે સતે, પૂર નહીં પ્રાપ્ત કરેલ શૈલેશીકરણને આરંભ કરીને એક સમયે જ સમગ્ર નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય કર્મ એક ક્ષણમાં જ ખપાવીને જે(મોક્ષ)ને માટે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉત્કૃષ્ટ તપનું કઈ કરાય છે, દુસહ શીત અને આતપના સ્પર્શનું દુ:ખ સહન કરાય છે, નિચળ ભત્ય. હાથી, અવ અને પૃથ્વીરૂપ શ્રેષ(મોટા) રાજ્યને ત્યાગ કરાય છે, નેહી અને મનહર બંધોનાં સંબંધ ત્યાગ કરાય છે, ભલંક અને ભીલેવડે ભયંકર મોટા અરણ્યમાં રહે વાય છે, ભિક્ષાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ, તુચ્છ અને નીરસ અન્નજળ ખવાય છે, વિઘાતના સમૂહ વરીએ વિસ્તાર કર્યા (ફેંકયા) હોય ત્યારે સીત્કાર શબ્દ પણ કરાતો નથી, તથા નિરંતર અત્યંત અપ્રમત્તપણે રહેવાય છે, તે મોક્ષપદને તેત્રીશ કે મુનિઓ સહિત મહાપ્રભુ પાર્શ્વનાથ સો વર્ષનું આયુષ્યવાળા થઈને સો વર્ષનું આયુષ્ય ભેળવીને) પામ્યા. : - તે વખતે આસન ચલાયમાન થવાથી પ્રાપ્ત થયેલા તીણ દુઃખથી પીડા પામેલ દેના સમૂહ સહિત, નાન કરી, વિલેપન કરી, અલંકાર પહેરી તથા દિવ્યાંશુકને પહેરીને ઈદ્રોએ ગશીર્ષ, અગરૂ, કપૂર અને કાવડે રચેલી અને અગ્નિકુમાર દેના મુખમાંથી - નીકળેલ અગ્નિની જવાળાએ કરીને સહિત ચિતાને વિષે જિનેવરના શરીરને નાંખ્યું. બળેલા જિનેશ્વરના શરીરના બાકી રહેલા દાઢા વિગેરેના અસિથના કકડાને તે ઇદ્રોએ શહણ કરીને પ્રભુના સ્મરણ અને પૂજનને માટે વજીના સમુદ્રગક( દાબડા)ને વિષે નાંખ્યા. તે સ્થાને મટા, ઊંચા અને પવનવડે ફરકતા લાંબા વાંસ ઉપર રાખેલા વજ પટના આરોપવાળા મણિતંભને ર. ત્યાર પછી મોટા શેકના વશથી નીકળતા અશ્રુના પ્રવાહ વડે ધોયેલા મુખવાળા, આકંદના શબ્દવડે આકાશતળને અત્યંત ભરી દેતા તેઓ રૂદન કરવા લાગ્યા. સમગ્ર ત્રિભુવન એક ક્ષણ વારમાં વૃદ્ધિ પામતા અંધકારવડે ભયંકર થયું, મેશના જળના સમૂહવડે જાણે વ્યાપ્ત થયા હોય તેવા સૂર્ય ચંદ્ર પણ થયા. દેવ, મનુષ્ય અને અસુર વાળા ત્રણે લેક રણરણ શબ્દવડે વ્યાકુળ થયા. તથા જાણે મત્ત થયા હોય અને જાણે મૂછ પામ્યા હોય તેમ દિવસ અને રાત્રિના વિભાગને નહીં જાણનારા થયા. ત્યાર પછી ઇકો કઈ પણ પ્રકારે પિતાના શેકના સમૂહને રૂંધીને જિનેશ્વરના પ્રભાવને સમરણ કરીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે –“અહીં શોક કરવાવડે સર્યું. તે મોટા પ્રભુ શોક કરવા લાયક નથી, કે જેઓ સંસારરૂપી મોટા સમુદ્રના સામા પારને પામ્યા છે. તે જગદગુરુ કેમ શેક કરવા લાયક હેય? કે જેમનું જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારું અસમાન માહાસ્ય તે પ્રકારે હજુ પણ રહેલું દેખાય છે. તેમના નામને ગ્રહણ કરવાવડે પણ નિવૃત્તિ (મોક્ષ) થાય છે, સ્મરણ કરવાવડે પણ સિદ્ધિ થાય છે તથા ચરણકમળને પૂજવાવડે પણ મોટું મનવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે.” આ પ્રમાણે બેલતા દેવેંદ્રો અત્યંત મોટા નેહને લીધે જાણે પાર્શ્વનાથ પ્રભુ - પાસે જ રહેલા હોય તેમ માનતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. સર્વ દિશામાં

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574