________________
0 શ્રી સમેતશિખર પર્વત પર પરમાત્માનું એક્ષગમન અને દેવોએ કરેલ નિર્વાણુ મહત્સવ. [૪૫૯ ]
સમર્થ છે? અચિય અને અસમાન તેનું માહાભ્ય કોણ જાણી શકે? તથા દુઃખે કરીને જીતી શકાય તેવા આશ્વેતર શત્રુના સમૂહને આ વિજય બીજા કોને છે ?
આ પ્રમાણે ત્રણ ભુવનની એક ચક્ષુરૂપ અને ભવરૂપી કૂપને વિષે પડતા પ્રાણીઓના સમૂહને ઉદ્ધાર કરવામાં નિપુણ શ્રી પાર્શ્વનાથ જિનેવર દશ ગણધરે, સોળ હજાર સાધુએ, આડત્રીસ હજાર સાધ્વીએ, એક લાખ અને ચેસઠ હજારથી કાંઈક અધિક સારા શ્રાવકે, ત્રણ લાખ અને ઓગણચાળીશ હજાર શ્રાવિકા, સાડાસાતસો ચૌદપૂવ, ચોદ અવધિજ્ઞાન, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની, હજાર કેવળજ્ઞાની, અગ્યારસે વૈક્રિય લબ્ધિવાળા, તથા દેવ અને અસરોવડે પણ જીતી ન શકાય તેવા છસો વાદી મુનિ, આ સર્વેના સ્વામીપણાને અને માર્ગદર્શકપણાને ધારણ કરતા, અનુત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે શોભતા તે પ્રભુ ત્રીશ વર્ષના પ્રમાણવાળા ગૃહસ્થપર્યાયની પછી સીત્તેર વર્ષ સુધી પ્રવજ્યાપર્યાયને પાળીને પિતાના શેષ આયુષ્યને જાણીને સમેતગિરિ શિખર ઉપર ગયા. તે સમેતશિખર કેવું છે?
જેમાં ચંદ્રની જેવી ઉજવળ અને ઊંચી શિલા ઉપર ઊગેલા અનેક વૃક્ષોનું વન ભમરાના સમૂહવડે વ્યાપ્ત, કમળના કોશની જેમ શોભે છે. પાપગમે રહેલા અજિત જિનેશ્વર વિગેરેની પ્રાપ્તિ(દર્શન)વડે ગીરવતાવાળું છે અને “આ તીર્થ છે એમ જાણીને દે પણ સર્વદા તેની સ્તુતિ કરે છે અને પૂજા કરે છે. જ્યાં ઇન્દ્રનીલ અને દાડિમાં પ્રતિબિંબિત થયેલા મોટા તારાના સમૂહને અપ્સરાઓને (દેવીઓને) સમૂહ જાણે વીખેરેલા કમળનો ઉપચાર હોય તેમ શંકા કરે છે. નિરંતર બળતા ધૂપના ધૂમાડાની શ્રેણિને મિષથી જાણે તે શિખર જિનેશ્વરના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકના ઉષ્ણ અને લાંબા નિવાસને મૂકતું હોય તેમ દેખાય છે. આવા પ્રકારના તે ગિરિના શિખર ઉપર દેવ-દાનવડે સ્તુતિ કરાતા, કિનર અને ખેચરના સમૂહવડે ગીત ગવાતા અને સૌધર્મ ઈંદ્રના હસ્તકમળને અવશંભ કરતા તે જગદગુરુ ધીમે ધીમે ચડ્યા. અને ત્યાં એક મોટું અને નિર્મળ સ્ફટિક મણિનું શિલાતળ જોયું. ત્યાં ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરીને તથા તે કાળને ચગ્ય એ હિતેપદેશ આપવાવડે પાસે રહેલા તેના સમૂહને અનુશાસન કરીને તે જગ...ભુ પાદપિગમવડે રહ્યા. ત્યાં રૂપાના થાળમાં રહેલ એક મરકતમણિને સમૂહ જેમ શે, તેમ ફિટિક શિલાતળ ઉપર રહેલા શ્યામ કાંતિવાળા તે જિનેશ્વર શોભતા હતા. ફલિનીના પત્ર જેવા સ્વચ્છ પાર્શ્વનાથવડે સહિત સફટિક મણિનું મોટું શિલાપટ્ટ ઉત્સંગમાં રહેલા પૂર્ણિમાના ચંદ્રની શોભાને વહન કરે છે. તે શિલા ઉપર બેઠેલા પાર્શ્વનાથ ભગવાન માસિક સંલેખનને અને શ્રાવણ સુદી આઠમે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે સ્વામીની પાસે
-
૧ ફટિક શિલા ચંદ્ર જેવી, તે ઉપર રહેલા પાર્શ્વનાથ ચંદ્રને વિષે રહેલા કલંક જેવા શ્યામ.