Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 561
________________ - - - [ ૪૫૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ? બંધ, વધુ વિગેરે પાંચ પાંચ અતિચારનો ત્યાગ કરવામાં તત્પર અને વિશેષ કરીને દયા ધર્મના શ્રવણ વિગેરે ગુણેવડે પ્રવર્તતા શ્રાવકને બે માસના અંત(પ્રમાણ)વાળી બીજી વતપ્રતિમા કહેવાય છે. હવે બીજી-પૂર્વે અંગીકાર કરેલ (બે પ્રતિમાના) અનુષ્ઠાનમાં સારી રીતે રહેલા અને જઘન્યથી મુહૂર્ત માત્ર કાળના પરિમાણવાળા તે જ શ્રાવકને સાવધ કાર્યને વર્જવામાં પ્રધાન બને સંધ્યાએ સામાયિક કરવાવડે, નિરવદ્ય ધર્મના ગુણને નિવાહ કરવાવડે તથા વિશેષ કરીને મનદુપ્રણિધાન વિગેરે દેના ખલના રહિત રક્ષણ કરવાવડે ત્રણ માસના પ્રમાણુવાળી ત્રીજી સામાયિક પ્રતિમા કહેવાય છે. હવે બીજી-દર્શન, વ્રત અને સામાયિક એ ત્રણે પ્રતિમાના કૃત્યમાં નિરંતર પ્રવતેલા અને પર્વદિવસેને વિષે પરિપૂર્ણ પૌષધનું પાલન કરવામાં તત્પર તે જ શ્રાવકને અપ્રતિલેખિત અને દુખતિલેખિત વિગેરે અતિચારના વર્જવાવડે ચાર માસના પ્રમાણુવાળી ચોથી પોષધ પ્રતિમા હોય છે. હવે બીજી પૂર્વે અંગીકાર કરેલી પ્રતિમાઓના અનુષ્ઠાનને નહીં મૂકતા, અણુવ્રતાદિક ગુણેને ધારણ કરતા, સ્થિર (નિશ્ચળ), વિશેષ કરીને કૃત્ય અને અકૃત્યના જ્ઞાન કરીને સહિત, આઠમ અને ચૌદશને વિષે એક રાત્રિવાળી પ્રતિમાને ગ્રહણ કરતા, પ્રતિમાદિકના દિવસને વિષે સ્નાન નહીં કરતા, કચ્છને નહીં બાંધતા, રાત્રિએ જળપાન પણ નહીં કરતા, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ મૈથુનનું પરિમાણ કરનાર, કાત્સર્ગને વિષે અત્યંત નિષ્કપણે એક જિનેશ્વરના જ ગુણસમૂહનું ધ્યાન કરનાર તથા પોતાના દેષના પ્રત્યેનીકને કાંઈક વિચારતા તે જ મહાસત્વવાળા શ્રાવકને પાંચ માસના પરિમાણવાળી પાંચમી પ્રતિમા કહેવાય છે. હવે બીજી પૂર્વે કહેલા ગુણે( પ્રતિમાઓ)ને અનુસરતા, મોહનીય કર્મને વિજય કરનાર, રાત્રિએ પણ મિથુનનો ત્યાગ કરનાર, શૃંગારની વાતોથી વિમુખ (રહિત), થયેલ, મેટી વિભૂષાને ત્યાગ કરનાર અને એકાંતમાં રહેલી સ્ત્રીની સાથે વાતને પરિહાર કરનાર તે જ શ્રાવકને છ માસના પ્રમાણવાળી છઠ્ઠી અબ્રહ્મત્યાગ નામની પ્રતિમા કહેવાય છે. હવે બીજી-પૂર્વની છ પ્રતિમાના અનુષ્ઠાનને કરનારા, સચિત્ત ચાર પ્રકારના આહારને ત્યાગ કરનારા અને ધર્મને સાધવા માટે નિર્જીવ (અચિત ) આહારવડે પિતાને ઉપચાર કરતા તે જ શ્રાવકને સાત માસના પ્રમાણવાળી સાતમી સચિરંપરિત્યાગ(અચિત્ત) નામની પ્રતિમા કહેવાય છે. હવે બીજી-દર્શનપ્રતિમા વગેરે પ્રારંભેલી વિશુદ્ધ ક્રિયાના સમૂહને અનુસરતા, પિતે ગૃહના સાવદ્ય આરંભને ત્યાગ કરતા અને નિર્વાહને નિમિત્તે પૂર્વ પ્રાગવડે જ સાવદ્ય આરંભમાં પણ કામ કરનારાને જ પ્રવૃત્તિ કરાવતા, અત્યંત અશિથિલ(દઢ) ભાવવાળા તથા એકાંત નિરનુકંપ(નિદય) ૫ણાના ત્યાગ માત્ર વડે પણ ગુણની વિભાવના કરતા તે જ શ્રાવકને આઠ માસના પ્રમાણુવાળી આઠમી આરંભત્યાગ નામની પ્રતિમા કહેવાય છે. વળી બીજી-પૂર્વે અનુષ્ઠાન કરેલા સમગ્ર ગુણને અનુસરનારા, કામ કરનારની પાસે પણ સાવદ્ય વ્યાપારને નહીં કરાવતા, વિપુલ(ઉદાર) ચિત્તને ભજનારા, . ૧ અથવા બ્રહ્મપ્રતિમા કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574