________________
[ ૪૫૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૫ મો :
થઈને તારે પુત્ર થયેલ છે. વિશેષ એ કે-તિર્યંચ ભવના અભ્યાસને લીધે આ દરેક ક્ષણે સુધાથી લાનિ પામે છે અને ભેજન કરતા છતાં પણ તૃપ્ત થતું નથી. આ નવમો પુત્ર પણ સામાયિક ગ્રહણ કર્યા છતાં પણ મનને નિરોધ નહીં કરવાથી હમણું પણ ચપળતાને તજ નથી. શાસ્ત્ર અને તેના અર્થના ચિંતન વિગેરેવડે જેઓ હંમેશાં પ્રવૃત્તિ કરે છે, તેઓ આ સંસારમાં આ મન વિગેરેને અત્યંત રૂંધીને તરી જાય છે. અગ્યારમો પુત્ર પણ સારા પૌષધને લીધે અવવને ત્યાગ કરનાર હતું, પરંતુ સમપ્રકારે અતિથિને દાન નહીં આપવાથી તે મહાત્મા છેડે કાળ પણ લાભ અને ઉપગને ભેગવવામાં જરા પણ સમર્થ થ નથી. કેમકે અવિકલ (શુદ્ધ) દાનને અભાવે કરીને તે લાભાદિકની પ્રાપ્તિ કેમ થાય? બાકીના ભદ્રિક પુત્રો પોતપોતાના નિયમોને પાળવાના વશથી તેનાથી ઉત્પન્ન થયેલ નિર્મળ સુખરૂપી ફળના ભાજન થયા છે. તે આ પ્રમાણે જે અસત્યને બેલનાર ન હતું, તે અહીં સુરભિ (સારા) ગંધના નિવાસવાળો શોભે છે, જે પરદારને ત્યાગી હતું, તે મોટા સૌભાગ્યને પામે છે, દિક્પરિમાણુના વ્રતવાળો હતો, તે તેનાથી બીજા ક્ષેત્ર(સ્થળ)માં રહેલા પ્રાણીઓના રક્ષણથી દેશાંતરમાં જવા વિના પણ વાંછિત અર્થને મેળવે છે. અને આઠમો પુત્ર અનર્થદંડના ત્યાગના બળવડે કાર્યને વિષે નિરવદ્ય બેલતે સતે લકને સુખ કરનાર થયે છે. દશમા પુત્રે પણ પૂર્વે જેથી કરીને દેશાવકાશિક પાળ્યું હતું, તેથી તે આપત્તિનું થોડું પણ ભાજન થયા જ નથી. આ પ્રમાણે તે શ્રેષ્ઠી ! તારા પુત્રના અસદશ ભાવના સંભવમાં વ્રતના વિષયવાળ સમગ્ર હેતુ લેશ માત્ર મેં દેખાડ્યો.” આ પ્રમાણે વ્યાક્ષેપ રહિત (સાવધાન) ચિત્તવાળા સર્વ ધનદેવાદિક પુત્ર સમ્યફ પ્રકારે અવધારણ કરીને વિચારીને) જાતિસ્મરણને પામ્યા, પરમ પ્રભુ પાર્શ્વનાથના ચરણકમળમાં પડ્યા અને પિતાના આત્માને કૃતાર્થ માનતા તેઓ કહેવા લાગ્યા, કે–“હે ભગવાન! આ એમ જ છે. હવે અમારે આ સંસારસમુદ્ર શી રીતે તો?” ભગવાને કહ્યું“ દેશવિરતિનું પાળવું અથવા સર્વવિરતિનું પાળવું, એ જ ઉપાય છે. વિશેષ એ કે–દેશવિરતિના વિધાનવડે પરંપરાએ કરીને મોક્ષસુખને સંભવ છે, અને સર્વવિરતિના વિધાનવડે શીધ્રપણે મેક્ષસુખને સંભવ છે.” ત્યારે ધનદેવાદિક અગ્યારે પુત્રે એકી સાથે મોટે વૈરાગ્ય ઉછળવાથી (થવાથી) સર્વવિરતિને ગ્રહણ કરવા માટે નિશ્ચય બાંધીને (કરીને) માતપિતાને કહેવા લાગ્યા કે –“સાંસારિક પાપકૃત્યથી વિરક્ત થયેલા અમે હવે પાર્શ્વનાથ મહાપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ. હવે ધન, ભવન, સ્વજન અને વિષયના ઉપભેગના સુખે કરીને પર્યાપ્ત થયું (સર્યું), જગતના લેકેની આશાને પૂરનારા એક શ્રી પાર્શ્વનાથ જ મોટું શરણ છે. તે પ્રભુએ બતાવેલ મોક્ષના માર્ગે જવાને અમે ઈચ્છીએ છીએ તેથી તમે અમને અનુજ્ઞા આપ, અને ચિર કાળના સનેહનો ત્યાગ કરે.” આ પ્રમાણે સાંભળીને માતાપિતા પણ કહેવા લાગ્યા કે –“હે પુત્ર! અહીં અમે કેટલાક દિવસો સુધી જીવીએ ત્યાં સુધી ગ્રહીજનને યોગ્ય