________________
-
[૪૫ર 0.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મો :
હા
અને નિરપરાધી જીવના ઘાતનો ત્યાગ કરવારૂપ છે. કન્યા, ગામ, પૃથ્વી, ન્યાસ(થાપણ)ને અપહાર અને સાક્ષીના વિષયવાળા સ્થલ અલિકને ત્યાગ કરનારને બીજું અણુવ્રત હોય છે. સ્થલ સચિત્ત અને અચિત્ત વસ્તુના વિષયવાળા અદત્તને ગ્રહણ કરવાની જે વિરતિ તે વીતરાગ ભગવાને ત્રીજું અણુવ્રત કહ્યું છે. મનુષ્ય, તિર્યંચ અને દેવ સંબંધી પરસ્ત્રીઓના સ્થૂળ પરિભેગને ત્યાગ કરનારાને ચોથું અણુવ્રત થાય છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, સુવર્ણ, કુખ્ય (વાસણ), દ્વિપદ (બે પગવાળા) અને તિર્યંચના વિષયવાળું જે સ્થળ તે પાંચમું અણુવ્રત કહેવાય છે. ઊંચે, નીચે અને તિરછી દિશાઓના વિષયવાળું ચાર માસ અધિક કાળમાં રહેલું ક્ષેત્રના પરિણામનું જે કરવું તે પહેલું ગુણવ્રત કહેવાય છે. ભેગ અને ઉપભેગના વિષયવાળું અહીં બીજું ગુણવત કહેવાય છે. તેમાં અહીં તાંબલ, આહાર અને પુષ્પ વિગેરે ભોગ જાણવો અને પ્રાસાદ, શયન, અલંકાર અને સ્ત્રી વિગેરે ઉપગ . જાણુ, કે જે હંમેશાં ઉપયોગમાં આવે, તે અનેક પ્રકારના ઉપભેગ કહેવાય છે. વિશેષ એ કે–અહીં ભેજનને વિષે મધ, માંસ, રાત્રિભેજન, પાંચ જાતના ઉમરા, મધ, માખણ, બહુબીજ અને અનંતકાય વર્જવા. અને કર્મને વિષે ઇગોલ કર્મ વિગેરે પંદર કર્મને વર્જવા તથા ગુપ્તિપાલ અને ભૃણાધિકાર વિગેરે દુષ્કર્મનો ત્યાગ કરે. અપધ્યાન, પ્રમા દનું આચરણ, હિંસ(ખ વિગેરે)નું દાન અને પાપનો ઉપદેશ એ ચાર પ્રકારના અનર્થદંડને વિષે જે નિયમ કરે, તે ત્રીજું ગુણવ્રત કહ્યું છે. સાવધ ગની વિરતિ અને નિરવદન જે સેવન કરવું તે સ્વરૂપવાળું સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહેવાય છે. એક દિવસની અંદર લાંબી દિશાના પ્રમાણને જે સંક્ષેપ કરવો તે બીજું (દિફપરિમાણુ નામનું) શિક્ષાવ્રત કહેવાય છે. આ બીજા વ્રતનું પણ ઉપલક્ષણ છે. (એટલે કે માત્ર દિશાને સંક્ષેપ કરે એટલું જ નહીં પરંતુ અહિંસાદિક સર્વ તેને સંક્ષેપ થઈ શકે છે ). જે ધર્મનું પોષણ કરે તે પૌષધ વ્રત (ત્રીજુ શિક્ષાવ્રત) કહેવાય છે, અને તે આહાર, દેહસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ કરવારૂપ ચાર પ્રકારનું છે. તે પૌષધ પર્વને દિવસે પિતાની શકિતવડે સંપૂર્ણ કરીને તેના પારણાને વિષે મુનિને આપ્યા પછી પિતાને જે ભેજન કરવું, તે અતિથિસંવિભાગ નામનું વ્રત છે. આ ચોથું શિક્ષાત્રત કહેવાય છે. એ પ્રમાણે બારે વતે જાણવા. આ તેને એક વાર પાળવાથી પણુ ગ્રહીને વિરતિ હોય છે (કહેવાય છે) આ દેશવિરતિ ધન્ય જીવોને જ ગુરુ કહે છે, ત્યાર પછી તે વિરતિ ધન્ય જીવોના જ હદયમાં નિરંતર રહે છે, ધન્ય જીવો જ આને અંગીકાર કરે છે, અને જાવજીવ સુધી અતિચાર રહિત આને ધન્ય છે જ અત્યંત પાળે છે. આ સિવાય બીજે કઈ ગૃહીનો ધર્મ કહ્યો નથી. આ પ્રમાણે બાર વ્રતના સ્વરૂપની વર્ણનાના સારવાળે આ ગૃહી ધર્મ મેં તમને કહ્યો. તેને તમે શક્તિ પ્રમાણે ગ્રહણ કરે. આ ધર્મ અંગીકાર કરવાથી ગંભીર ભવરૂપી કૂવાથકી આત્માને ઉદ્ધાર
૧. એક જ વાર ઉપગમાં આવે છે. ૨. દવું તે.