Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 556
________________ મુનિચંદ્ર કેવળી ભગવતે કહેલ ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ. [ ૪૫૧ ] તેણે હર્ષ સહિત તે અંગીકાર કર્યો. પછી સારાં મુહૂર્તે સારા શુકનની પ્રાપ્તિપૂર્વક શાંતિનાથ જિનેશ્વરની પ્રતિમા કરાવી. તથા રાજાની રજા લઈને સારા પૃથ્વીના ભાગને વિષે સિદ્ધાંતમાં કહેલા વિધિ પ્રમાણે જિનાલયનો પ્રારંભ કર્યો. પછી જિનાલય પૂર્ણ થયું ત્યારે ગુણરૂપી મણિવડે મોટા મૂલ્યવાળા સંઘ સહિત સુગુરુસૂરિએ ભણેલા મંત્રવડે પ્રતિષ્ઠા કરેલી ભગવાન શાંતિનાથ જિનેશ્વરની પ્રતિમા અમારીની આષણાપૂર્વક મોટા વૈભવવટે સ્થાપના કરી. ત્યારપછી પિતાના જન્મ અને જીવિતને સફળ માનતા શ્રીપુંજ એછીએ કુટુંબ સહિત શ્રમણ સંઘની પૂજા કરી, શ્રાવક વર્ગનું સન્માન કર્યું, પ્રકૃતિ લેકને ઉચિતતા પ્રમાણે વિભૂષિત કર્યો, તથા જિનપૂજાદિક હંમેશના કાર્યમાં અનુક્રમે પુત્રના સમૂહને સ્થાપન કર્યો. તે આ પ્રમાણે-તે પહેલા પુત્ર જિનમૂર્તિને નિર્મળ (સાફ) કરે, બીજો પુત્ર પુષ્પનો સમૂહ લાવે, તેનાથી બીજે (ત્રીજે) તે પુષ્પને ગુ, બીજે (ચોથો) તે દેવને પૂજે, બે (પાંચમ અને છઠ્ઠો) ચામર ઢળે, તેથી બીજે (સાત) આરતિ ઉતારે, બીજે (આઠમ) ધૂપની કડછી (ધૂપધાણું) ધારણ કરે, અને બાકીના ત્રણ સ્નાન કરાવે. પછી શ્રેણી તે સમયને ઉચિત શ્રેષ્ઠ કવિની બનાવેલી, સર્વજ્ઞના વર્ણનના સારવાળી કાવ્યની પરંપરાને આદર સહિત બેલે. તથા સર્વ વધૂજન સહિત માતા બીજ (સાંસારિક) કાર્યોને મૂકીને મોટી વાણીવડે મંગળ ગીતને સારી રીતે ગાય છે. આ પ્રમાણે હંમેશાં કુટુંબ સહિત જિનેશ્વરના કાર્યમાં પ્રવર્તેલા શ્રીપુંજ શ્રેણીના કેટલાક દિવસે ગયા ત્યારે અનેક સાધુના સમૂહથી પરિવરેલા મુનિચંદ્ર નામના કેવળી એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા અને બહાર ઉદ્યાનમાં રહ્યા. તેમનું આગમન જાણુને લેકે આવ્યા અને શ્રેણી પણ કુટુંબ સહિત આવ્યું. પછી તે સર્વેએ ભક્તિ સહિત કેવળીને વાંદ્યા અને તેઓ ગ્ય સ્થાને બેઠા. કેવળીએ પણ હિતેપદેશવડે ઉત્કૃષ્ટ ગહી અને સાધુના વિષયવાળો બન્ને પ્રકારને ધર્મ કહ્યો. ત્યારે કેટલાકે પિતાના સામર્થ્યને યોગ્ય કેઈક ધર્મ ગ્રહણ કર્યો. વિશેષ એ કે-શ્રીપુંજ શ્રેણીએ વિનય સહિત નમીને કેવળીને કહ્યું કે-“હે ભગવાન ! આ મારે પુત્રાદિક પરિવાર હજુ સુધી તેવા પ્રકારને ભેદવા નથી, તથા તેવા પ્રકારના નિરોધના કણને જોયું પણ નથી, તેથી પ્રસાદ કરીને ગૃહી ધર્મને વિધિ વિસ્તારથી કહે, કે જેથી તેનું તત્વ જાણુને પોતપોતાના સામર્થ્યને યોગ્ય વિરતિપણાને અંગીકાર કરે.” “ ત્યારે બહુ સારું. એમ કરુ” એમ બોલતા કેવળી કહેવા લાગ્યા. કે– ગૃહી ધર્મને વિષે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત હોય છે. વળી સમ્યકત્વ અહીં જિનેશ્વરે કહેલા તેની મોટી શ્રદ્ધારૂપ, પ્રશમાદિક લિંગવડે જાણવા લાયક અને શુભ આયના પરિણામરૂપ છે. મોટા વૃક્ષના મૂળ જેવું અને ઘણા માળવાળા ઘરના પીઠબંધ (પાયા) જેવું વિરતિ ધર્મના કારણરૂપ પ્રથમ સમ્યફ વ જ કહ્યું છે. અણુવ્રતાદિક વિરતિ છે. તેમાં પહેલું અણુવ્રત સંકલ્પ કરેલા, સ્થળ

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574