Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 554
________________ આ પ્રસન્ન થયેલી કુળદેવીએ શીલમતીને આપેલ ગુટિકાઓ અને પુત્રની પ્રાપ્તિ. [ ૪૪૯ ] કરે છે? હવે તે હું જિનેશ્વરને મૂકીને બીજાની રસ્તુતિ કરતી નથી, સમરણ કરતી નથી, પૂજા કરતી નથી અને નમતી નથી. આ પ્રમાણે નિશ્ચયને પામેલી મને જેને જેમ રુએ તેમ તે ભલે મને ઉપદ્રવ કરો, કેમ કે મરણથી બીજું અધિક શું કરશે? અને તે મરણ તે હમણાં સર્વજ્ઞના ચરણકમળને સમરણ કરતી મેં મોટા અભ્યદયના નિમિત્તપણાએ કરીને અંગીકાર કર્યું જ છે.” તે સાંભળીને “હજુ પણ તે દુષ્ટ શિક્ષાવાળી છે” એમ બોલતી દેવીએ રોતા તેને ભર્તારને તેની પાસે લાવીને મારી નાખે, તથા તેના ઘરનું સર્વસાર (ધનાદિક) હરણ કરીને અને તેણીને ઉપાડીને સિંહ, હરણ, શરભ, શાલ, કાલ અને મહિષવડે વ્યાપ્ત જંગલમાં નાખી. પછી તીક્ષણ તરવાર ઊંચી કરીને તેને ફરીથી કહ્યું કે-“હજુ પણ જો તું મને નમતી ન હે, તે ઈષ્ટ દેવનું સ્મરણ કર.” ત્યારે શીલમતીએ કહ્યું કે—“શું અહીં પુનરુક્તિ કહેવી યોગ્ય છે? જે તે પ્રકારે અવશ્ય મરણ તે થવાનું જ છે, તે આ પ્રસ્તાવ કયાંથી મળે?” ત્યારે કુળદેવતા શાંત થઈ. પરંતુ તેણીને નિચળ જઈને તેણીના સત્વવડે હૃદયમાં તુષ્ટ થયેલી તે દેવી તે ડમર (ઉપદ્રવ)ને ઉપસંહાર કરીને આ પ્રમાણે કહેવા પ્રવતી કે- “ધર્મની સ્થિરતામાં બીજાની તે વાતે જ છે. જે તારા જેવી ધર્મમાં નિચળ હોય, તો તું એક જ છે, તેથી હે સુતનું ! - હવે જે કાંઈ કાર્ય મારા વડે સાધ્ય હોય, તે તું કહે તારા અસમાન સત્વરૂપી ધનવડે હું દાસી જેવી કરાઈ છું.” ત્યારે શીલમતીએ કહ્યું કે –“હે દેવી! જિનેંદ્ર ધર્મ પ્રાપ્ત થવાથી હવે કાંઈ પણ કાર્ય નથી, તે પણ આ ધર્મમાં સહાયકારક થા.” કુલદેવતાએ કહ્યું—“ આવા પ્રકારના ધર્મમાં નિચળ મનવાળી તને ત્રણે લેક સહાયકારક છે, તે પણ મારા જેવી તને શું કરે? તે પણ પુત્રને કરનારી આ અગ્યાર ગુટિકાઓને હે મહા અનુભાવવાળી ! તું ગ્રહણ કર, અને પુત્રની સંતતિને માટે ખાજે.” આ પ્રમાણે કહીને નહીં ઈચ્છતી એવી પણ શીલમતીના હસ્તતળમાં તે ગુટિકાઓ નાંખીને તે દેવી અદશ્ય થઈ ગઈ. શીલમતીએ પણ તે ગુટિકાઓ શ્રેષ્ઠીને બતાવી અને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે અતિ સંતુષ્ટ થયેલ શ્રેષ્ઠી કહેવા લાગે, કે-“હે સુતનુ ! સારા મુહૂર્ત આ ગુટિકાઓ તું ખાજે.” તેણીએ કહ્યું-“હે આર્યપુત્ર ! જેટલે પુત્રને વિસ્તાર હેય, એટલે જ જીવને બંધ છે. અને તેની પછીનું કાર્ય કરવાવડે ધર્મમાં વિદન થાય છે, તેથી આ ગુટિકા ખાવાથી સ.” શ્રેષ્ઠીએ કહ્યું-“અરે મુગ્ધા! તું લેકની સ્થિતિને જાણતી નથી, તે આ પ્રમાણે– પુત્ર રહિત ઘર રાજા, ભાગીદાર અને દુર જનેને ગ્રહણ કરવા લાયક થાય છે. અને વૃદ્ધપણું, વ્યાધિ અને આપત્તિની પ્રાપ્તિ વખતે હે સુતનુ! અત્યંત મટી અદ્ધિના વિસ્તારવાળા પુરુષનું રક્ષણ પુત્ર વિના બીજે કઈ પણ કરતો નથી જ. તથા તે પુરુષના કરાયેલા જિનબિંબનું સ્તવન અને પૂજાદિક કૃત્ય પુત્ર વિના બીજે કઈ કરતું નથી, અને ૫૭

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574