Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 553
________________ [ ૪૪૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : (આશ્રય) કર્યો નથી. જેઓ આ ભવમાં પણ આપત્તિમાં પડેલાનો ઉપકાર કરનારા નથી, તેઓ અન્ય જન્મને ઉપકાર કરવામાં શ્રદ્ધા કરવા લાયક નથી. પરંતુ આ ભવ અને પરભવને વિષે આ ધર્મ જ વાંછિત અર્થને આપવામાં સમર્થ છે, તો હે ભદ્રે ! આ ધર્મમાં જ તું હમેશાં અત્યંત ઉદ્યમવાળી થા. ચિંતામણિ અને કલ્પવૃક્ષ જેવા નિચળ ચિતે કરેલા જિનધર્મ વડે મનવાંછિતની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે સાંભળીને શીલમતીએ કહ્યું કે –“હે ભગવાન! જો એમ હોય, તે કુળદેવતાની પૂજા કેમ કરવી ?” સૂરિએ કહ્યું—“ જિનેશ્વરના ચરણકમળની પૂજા કરવાથી, બીજી પૂજાવડે શું છે ?” ત્યારે તેણીએ તે અંગીકાર કર્યું. પછી તે જ દિવસથી આરંભીને પુત્રલાભાદિકની અપેક્ષા રહિત અત્યંત ભક્તિપૂર્વક અરિહંતની આરાધના કરવામાં તે પ્રવતી. પછી હંમેશાં જિનેશ્વરના ચરણનું દર્શન (પૂજન), મુનિનું દર્શન અને શાસ્ત્રાર્થનું શ્રવણું કરવાના વશથી ધર્મમાં મોટો પ્રતિબંધ (આગ્રહ-રાગ) થવાથી અન્ય દેવની સંકથાને ત્યાગ કરી એક વખત તે વિચારવા લાગી કે “એક કોટિ દ્રવ્યવડે કાકિણ ગ્રહણ કરવાને મૂઢ એવી મેં કેમ ઇચ્છા કરી હતી ? કે જેથી પુત્રને માટે મેં ધમ વિરુદ્ધ અનર્થો કર્યો ? કઈ પણ પુણ્યવડે પ્રગટ રીતે ગુરુની સાથે મારે સંગમ થયે, તેથી વિવેક ઉત્પન્ન થયે અને ભવનું સ્વરૂપ જાણ્યું. તેથી ભેજન માત્રને ઈચ્છતી મારે મોટા નિધાનની પ્રાપ્તિ થઈ પુત્રને માટે ગુરુશ્રષા કરવાથી જિનધર્મ પ્રાપ્ત થયે.” આ પ્રમાણે મોટા સંતેષમાં તત્પર થયેલી તે ત્રણે સંધ્યાસમયે એક જિનેશ્વરની જ પૂજા કરતી હતી. તેવામાં પૂર્વે કરેલી પૂજાના વિચ્છેદથી ઉછળતા મોટા ક્રોધવાળી અને મોટા ફેન્કાર શબ્દવડે પૃથ્વી પીઠને કંપાવતી કુલદેવતાએ તેને કહ્યું કે –“અરે મર્યાદાને ત્યાગ કરનારી પાપિણ ! તું મારી પૂજા કરતી નથી, તે હવે તારું શું થશે?” એમ બોલતી તે કુળદેવીએ દીર્ઘ દેહથી ઉછળતા મુખના અગ્નિવાળા ભયંકર શ્યામ અને યમરાજની જેમ ભય ઉત્પન્ન કરનારા વેતાલે પ્રથમ દેખાડયા. ત્યાર પછી લાંબા ડકાર શબ્દવડે ભવનને વ્યાપ્ત કરતા અને કહ! કહ! કહું! એમ બોલતા અતિ ભયંકર ડાકિનીના સમૂહ દેખાડયા. ત્યાર પછી મેઘ અને અંધકારના સમૂહ જેવી શ્યામ દેહની પ્રભાવડે રાત્રિને કરતા અત્યંત રાતા નેત્રવાળા અને ભયંકર આહારવાળા મોટા સર્પ દેખાડયા અને ત્યાર પછી પર્વતની જેવા હાથીઓ, પછી મોટા આટોપ(આડંબર)વાળા અને દઢ દાઢાના સમૂહવડે હાથીઓના સમૂહને કાપનારા સિંહ દેખાડ્યા તે પણ મનના કંપારા રહિત (નિચળ મનવાળી) અને એક માત્ર નવકાર મંત્રને જ મરણ કરતી મહાસત્વવાળી તે જરા પણ ચલાયમાન થઈ નહીં. ત્યારે ઉત્પન્ન થયેલા અતિ કઠોર અને મોટા ક્રોધવાળી તે દેવીએ ફરીથી પણ તેણીને કહ્યું, કે–“હે મૂઢ! આમ છતાં પણ જો તું મને નામે, તો હું તને મૂકું, નહીં તે શીધ્રપણે મોટા અનાર્થના સમૂહને તું દેખીશ.” ત્યારે શિલમતીએ કહ્યું, કે –“હે દેવી! કેમ આ પ્રમાણે તું ક્રોધ

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574