________________
[ ૪૪૬ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૫ મે ?
ના સમૂહને જ્ઞાન, અંતરાય અને દર્શન એ ત્રણ સહિત ખપાવીને, કેવળી થઈને પછી શશીકરણને અંગીકાર કરીને નામ, આયુષ્ય, વેદનીય અને ગાત્ર એ ચાર કર્મને એકી સાથે ખપાવીને તેઓ મોક્ષપદને પામ્યા. ભગવાન પાનાથ પણ ગામ, નગર વિગેરેમાં વિહાર કરતા અને સો જન સુધી અરિ, મારી વિગેરે અશુભને નાશ કરતા, આમલકયા નગરીના કેક નામના ઉદ્યાનમાં આવ્યા. અને ત્યાં દેના સમૂહે બનાવેલા ત્રણ પ્રકારના સહિત સમવસરણને વિષે મનોહર મણિના બનાવેલા મોટા સિંહાસન ઉપર બેઠા. અતિ મોટા પુણ્યના સમૂહવડે ક્ષોભ પામેલ ત્રિલોક તેની સેવા કરવા આવ્યો. પછી પરિતેષ પામેલા નગરીના લેકે રાજાની સાથે જ ભક્તિથી વાંચવા માટે ભગવાનની પાસે આવ્યા. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને તથા બીજા ગણધર વિગેરે મુનિઓને વાંકીને શિષ્યની જેમ વિનયથી નગ્ન થઈને પ્રભુની પર્ય પાસના કરવા લાગ્યા. ત્યારે ભગવાને પણ 'વ્યાક્ષેપ રહિત અને હસ્તરૂપી કષવડે શોભતા મસ્તકવાળી તથા સુર અને અસુર સહિત પર્ષદાને ધર્મ કો. ધર્મના પરમાર્થને સાંભળીને સવે પિતાને સ્થાને ગયા ત્યારે નંદ નામને શ્રેષ્ઠી શ્રાવક, જિનધર્મની વિધિને જાણનાર, જીવાજીવાદિકના વિચારમાં કુશળ બુદ્ધિવાળે, વિશુદ્ધ (સમ્યક) દષ્ટિવાળે, તથા ઘણા પુત્ર, સ્વજન અને સ્ત્રીઓ સહિત પ્રભુને વાંદવા આ. (ભગવાનને વાંકીને) રોમાંચવડે વ્યાપ્ત દેહવાળો, સંદેહને પૂછવા માટે કરેલા પ્રયત્નવાળો અને એકાગ્ર મનવાળો તે ભુવનબંધુ ( પ્રભુ)ને કહેવા લાગે, કે
હે ભગવાન! આજે અત્યંત સુંદર થયું, કે જેથી ત્રણ ભુવનરૂપી ભગવાનની અંદર પ્રકાશ કરવામાં એક દીવા સમાન તમને મેં સાક્ષાત્ જેયા, તેથી મારા પર પ્રસાદ કરીને મને કહે કે-સર્વજ્ઞના મોટા પક્ષપાતને ધારણ કરનારા મેં જિનેશ્વરનું સમરણ કરવા માટે અગ્યાર પુત્રનાં અનુક્રમે રષભથી આરંભીને શ્રેયાંસ સુધી નામ સ્થાપન કર્યા છે. તેઓ એક જ માતાપિતાથી ઉત્પન્ન થયા છતાં પણ પરસ્પર તેઓના સ્વભાવાદિકનું વિલક્ષણ પણું છે, તેનું શું કારણ? તે આ પ્રમાણે-મેટે પુત્ર શરીરે કુરૂપ છે, વળી બીજે કમળની જેવા સુગંધી નિ:શ્વાસવાળે છે, ત્રીજો ધનને હરણ કરનાર છે, જે મોટા સૌભાગ્યવાળે છે, પાંચમો અતિ દુસ્થ રંક છે, છઠ્ઠો શરીરને પ્રયાસ છતાં પણ ધન ઉપાર્જન કરનાર છે, સાતમો દરેક ક્ષણે ક્ષુધાવાળો છે, આઠમો કઠોર અને તુચ્છ વચન બોલનાર છે, નવમો અતિ ચપળ છે, દશમો પરિમિત ચાલનાર કદાપિ આપત્તિને પામતે નથી અને અગ્યારમો પુત્ર સાવધને ત્યાગ કરવામાં અતિ ઉદ્યમી છે. પરંતુ ત્યાગી, ભેગી અને લાભાદિક રહિત નથી. આ પ્રમાણે હે ભગવાન! મારા આ સર્વે પુત્ર પૂર્વે કરેલા ક્યા કર્મના ઉદયવડે ભિન્ન વૃત્તિવાળા થયા છે ? તે કહે.” ત્યારે નિર્મળ દાંતની કુરાયમાન કાંતિના સમૂહવડે જાણે આકાશને ધવળ (ઉજવળ ) કરતા હોય તેમ જગતના એક નાથ ધીમેથી બોલવા લાગ્યા, કે-“હે મહાનુભાવ! અહીં મૂળથી કારણ સાંભળ.–.
૧ વ્યાકુળતા.