Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 550
________________ શિવાદિક ચારે મુનિઓને પ્રમાદાચરણથી થયેલ પશ્ચાત્તાપ અને મેક્ષપ્રાપ્તિ. [ ૪૪૫ ] ,, છે, આ જ જન્મવડે જન્મમરણાદિક દોષ રહિત માક્ષપદને પામશે. ” તે સાંભળીને અત્યંત પરિતાષવાળા તે ચારે સાધુએ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે જો આપણે આ ભવવડે જ મેાક્ષ પામવાના છીએ, તેા કષ્ટ અનુષ્ઠાનવાળા શિરલેાચ, ભૂમિશ્ચયન અને દરેક ઘેર શુદ્ધ, ઉં, તુચ્છ પિંડનું ગ્રહણ વિગેરે કરવાવડે શુ ? ભગવાનનું વચન કદાપિ અન્યથા થતું નથી. ” એમ નિશ્ચય કરીને પ્રત્રજ્યાના ત્યાગ કરીને સુખે આજીવિકા કરવા માટે બૌદ્ધ શાસનને અંગીકાર કર્યું. જેથી કરીને તેમાં શાસ્ત્રના આ પરમાર્થ છે.— “ મનેાહર ભાજન કરીને, મનેાહર શયન અને આસન કરીને અને મનેાહર ઘરમાં રહીને મુનિએ મનહર ધ્યાન કરવું. ” તથા કામળ શય્યા, પ્રાત:કાળે ઊઠીને પૈયા ( રાખડી પીવી), મધ્યાહ્ન સમયે ભેાજન કરવું, સાંજે પાન કરવું, અને અર્ધરાત્રિએ દ્રાક્ષના સમૂહ અને સાકર ખાવી. એમ કરવાથી છેવટ શાશ્ર્વપુત્ર મેાક્ષ જોયા છે. ” ઈત્યાદિ કઇ અનુષ્ઠાનથી ભગ્ન થયેલા અને વરસ અન્ન ખાવાથી પરાજય પામેલા હોવાથી રક્ત વો, મસ્તકનું મુંડન અને એક ઘરે મનેાહર લેાજનમાં લુબ્ધ થયેલા તેઓએ ખાદ્ય વૃત્તિથી આ ધર્મ અંગીકાર કર્યાં. અને ઇચ્છા પ્રમાણે સરસ આહારાદિકના ગ્રહણ વિગેરે કાર્યમાં પ્રત્યો. એ પ્રમાણે દિવસેા જવા લાગ્યા. પછી એક દિવસ સરસ આહારના ગ્રહણુવડે પુષ્ટ થયેલા શરીરવાળા તે ચાર જેટલામાં પરસ્પર કથા કહેવાવડે રહ્યા હતા, તેટલામાં જીવ વીના ઉલ્લાસનું અચિત્ય સમપણું હાવાથી અને અવશ્ય ભાષીભાવનુ ઉત’ધનપણું નહીં હાવાથી પૂર્વે આચરણ કરેલા ચારિત્રવાળા તે શિવ વિગેરે ચારેને યુગને અંતે ક્ષીરસમુદ્રના જળકલ્લાલના સમૂહની જેમ જાણી ન શકાય તેવા સ ંવેગના સમૂહ ઉછળ્યો, અનુચિત પ્રવૃત્તિનું સ્વાભાવિક વિરસપણું વિચાર્યું, પ્રમાદના ધ્રુવિલાસેાનુ` માટા કષ્ટમાં પાડવાનું કુશળપણ નિશ્ચિત કર્યું, ચાતુર્યામ ચાત્રિના ખંડનથી ઉત્પન્ન થયેલા દુર્ભેદ પાપરૂપી કવચનું અતિ તીક્ષ્ણ દુ:ખદાયીપણું જાણ્યું. આથી ઉત્તરોત્તર વિશુદ્ધ * પરિણામવાળા થયેલા તે વિચારવા લાગ્યા કે—“ તુચ્છ સુખના લેશની લાલસાવ કરીને અવશ્ય વાંછિત અને ઉત્પન્ન કરનારા ચિંતામણિ જેવા સંયમના ત્યાગ કરીને અરે ! આપણે કેવા થયા ? અધન્ય એવા આપણે વિવેકના ત્યાગ કરીને હા ! હા ! મિથ્યાત્વથી વ્યાપ્ત થયેલા કુદેવ અને કુગુરુએ બતાવેલા દુષ્ટ માર્ગોમાં આપણે કેમ પ્રાપ્ત થયા? હૈ પાપી જીવ! ત્રણ લાકના તિલકરૂપ ભગવાન પાર્શ્વનાથ જગદ્ગુરુને છેાડીને બીજા દેવને નમનાર્દિક કેમ કરે છે ? દુર સંચમના ભારને ધારણ કરનારા શૂરવીર સાધુઓના સંગને મૂકીને દાવાગ્નિની જેવા દુષ્ટ દુઃશીલવાળાના સંગને તું કેમ ભજે છે ? ” આ પ્રમાણે દુષ્ટ કર્મને નિંદતા અને વૃદ્ધિ પામતા શુભ ભાવવાળા તે સાત પ્રકારના માહ નીચ કને ખપાવીને શ્રેષ્ઠ ક્ષપકશ્રેણ ઉપર ચડયા. ત્યારપછી માહની એકવીશ પ્રકૃતિ ૧ ચાર મહાવ્રત, ૨ અખ્તર.

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574