________________
ભગવંતે નંછીના પુત્રોને કહેલ પૂર્વભવે.
[૪૪]
રમતાદિક ગુણવડે શેષ નગરીના જયવડે પ્રગટ થયેલી જાણે જયપતાકા હેય તેવી નિરંતર વહન થતા અરઘટ્ટની ઘડીના મુખમાંથી નીકળતી પાણીની નીકવડે સિંચાતા રિધ (લીલા) વૃક્ષના વનવડે જે વિસ્તાર શોભતે છે એવી કાકંદી નામની નગરી છે. જે નગરી શંકરની નગરીને જીતવા માટે જાણે રહી હોય એમ હું માનું છું, કેમકે જે નગરીમાં સ્ત્રીઓ ગોરી (ગૌર વર્ણવાળી) છે, અવયંવડે આનંદ પામનારા અનેક મનુષ્યો છે. (શિવપુરીમાં એક જ ઈવરને નંદી-બળદ છે), દેવપુત્રના આકારવાળા ઘણા વિનાયક-કુમારે છે (શિવપુરીમાં વિનાયક એટલે ગણપતિ એક જ છે), પ્રાલય પર્વતની જેવા ઊંચા શિખરવાળા દેવમંદિર ઘણું છે. (પ્રાલય પર્વત એક જ છે). જ્યાં (જે નગરીમાં) તટ-કાંઠારૂપી કામદેવની તળાઈને ભરવાને ઉત્સુક-ઉતાવળા થયેલા સરોવર પથ્થરના ખંડ-કકડા સમાન ચંદ્રના પ્રતિબિંબ પડતાં ચપળ કલોલ-મોજાંરૂપી તાંતને કમળલતારૂપ હાથવડે ગ્રહણ કરીને નવી શોભાવાળા સમુદ્ર-ણિરૂપી કપાસને સાફ કરે છે. આવા પ્રકારના ગુણો વડે મનોહર નગરીમાં શ્રીપુંજ નામને શ્રેણી છે, તેની શીલમતી નામની જાય છે. તે પુત્ર રહિત છે. તેથી નિરંતર ઘણા દેશની સેંકડે માનતા કરીને તે થાકી ગઈ. પછી એક વખત ભિક્ષા માટે આવેલા સાધુઓને તેણીએ પૂછ્યું કે-“હે ભગવાન ! સર્વ પ્રકારે કહે, હું પુત્રને શી રીતે પામીશ ?” તે તે સાધુઓએ કહ્યું-“અમે કાંઈ પણ જાણતા નથી, પરંતુ અમારા ગુરુ જાણે છે.” તેણીએ કહ્યું-“તે ક્યાં રહે છે?” તેઓએ આશ્રમ કહો. ત્યારે પાછલી પિરસીએ તે સૂરિની સમીપે ગઈ. તેના પગમાં પડીને પિતાનો અભિપ્રાય કહ્યો. સૂરિએ કહ્યું-“હે ભદ્રા ! આવા અર્થને કહેવામાં સાધુને અધિકાર નથી, કેમકે કહ્યું છે કે-સાધુએ ગૃહસ્થને નક્ષત્ર, રવમ,
ગ, નિમિત્ત, મંત્ર અને ઓષધ કહેવું નહીં કેમકે તે મોટું અધિકરણ કહ્યું છે, તેથી જો તું કહેતી હોય તે વ્યભિચાર (દેષ) રહિત, સમગ્ર કલ્યાણનું કારણ અને મનવાંછિત અર્થને પ્રાપ્ત કરવામાં નિપુણ સર્વને ધર્મ અમે કહીએ.” તેણીએ કહ્યું-“એમ કરો.” ત્યારે સૂરિએ સમ્યગુદર્શન મૂળવાળો તથા અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત પ્રધાનવાળે ગૃહસ્થ ધર્મ કહ્યો તે તેણીએ સારા ભાવપૂર્વક અંગીકાર કર્યો. ગુરુએ ઉત્સાહ આપે કે –“હે દેવાનુપ્રિય! મોક્ષલક્ષમીએ આદરપૂર્વક તેને જોઈ છે. ભવિષ્યમાં થવાના કલ્યાણનું તું ભાજન(પાત્ર)રૂપ છે. આ ધર્મમાં તું નિચળ થજે, અને શંકાદિ કલંક રહિત આનું સારી રીતે પાલન કરજે.
હે ભદ્રા! આ સંસારમાં જીવે પૂર્વે જે શુભ કે અશુભ કર્મ કર્યું હોય, તે કર્મ તે જીવને અનુભવવાનું જ છે, તેથી પુત્રાદિકને મોહ નિષ્ફળ છે. આ અનંત સંસારમાં કયા કયા પુત્રાદિક પ્રાપ્ત નથી થયા? આપત્તિમાં પડયા છતાં પણ તેઓએ કાંઈ આધાર
૧. શિવપુરીમાં ગોરી એટલે પાર્વતી એક જ છે.