Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 555
________________ [ ૪૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ નામ પણુ કાઇ ગ્રહણ કરતા નથી (લેતા નથી ). ” આ પ્રમાણે શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે યથાર્થ અવ આધ થવાથી શીલમતીએ સારા મુહૂર્તે દેવ અને ગુરુને પ્રણામ કરીને અગ્યારે ગુટિકાઓ એકી સાથે ખાધી. ઔષધિના અચિત્ય સામર્થ્યથી અગ્યારે પુત્રા ગભૉમાં ઉત્પન્ન થયા, તેથી તેટલા અગ્યાર ) પુત્રાના ભારવડે પીડા પામેલી તેણીએ કુલદેવીનું સ્મરણ કર્યું. તે વખતે તે પ્રત્યક્ષ થઇ. તેને તેણીએ પીડાનેા વૃત્તાંત કહ્યો. ત્યારે તેની પીડાનુ હરણુ કરીને તે કેવી જેમ આવી હતી તેમ પાછી ગઇ. પછી ઉચિત સમયે મનેાહર રૂપને ધારણ કરનારા તથા કોમળ અને રાતા હાથપગવાળા અગ્યારે પુત્રને જન્મ થયા. તેનુ વર્ષોપન કર્યું. પછી ચેાગ્ય સમયે સના અનુક્રમે ધનદેવ ૧, ધનરક્ષિત ર, ધનપાળ ૩, ધનમિત્ર ૪, ધનજીસ ૫, ધનધર્મ ૬, ધનાદિત્ય છ, ધનશમાં ૮, ધનવેગ ૯, ધનચંદ્ર ૧૦ અને ધનહરિ ૧૧ એ પ્રમાણે નામ સ્થાપન કર્યા. ધાવમાતાએ રાખી. અગ્યારે પુત્રા વૃદ્ધિ પામ્યા. આઠ વર્ષોથી અધિક પર્યાયવાળા થયેલા તેમને ઉપાધ્યાયને સાંપ્યા. તેણે પણ આદર સહિત ભણાવ્યા અને યુવાવસ્થાને પામ્યા. તે સર્વે ને તે જ નગરીમાં સમાન જાતિવાળા ઇન્શ્યાના ઘરને વિષે પરણાવ્યા. અને પિતાએ તેમેને દ્રવ્ય ઉપાર્જન કરવાના વ્યાપારમાં જોડયા. એક વખત તેમની માતાએ તેમને કહ્યું કે—“ હે વત્સે ! જેમ દ્રવ્ય ઉપાનમાં વર્તી છે તેમ સ` આદરવડે ધર્મોને માટે પણ તમારે ઉદ્યમ કરવા ચેાગ્ય છે, કેમકે સર્વે પુરુષાર્થાન વિષે ધર્માર્થ જ ઉત્તમ છે. ધર્માંથી જ અર્થ (ધન) પ્રાપ્ત થાય છે, ધર્મ થી જ કામા પણુ નિશ્ચે પ્રાપ્ત થાય છે, અને ધર્માંથી જ નિયમે કરીને તત્કાળ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. ધર્માંથી રૂપ, લાણ્ય, માઢું સૌભાગ્ય અને લક્ષ્મી સહિતપણું પ્રાપ્ત થાય છે અને નિરવદ્ય (પાપરહિત) મનવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે ધર્મ હુંમેશાં જિનેશ્વરના ચરણકમળની પૂજા અને નમસ્કારાદિકવડે, સારા તપસ્વી( સાધુ )એની સેવા અને આરાધનાવડે, સિદ્ધાંતના શ્રવણુવર્ડ, અપૂર્વ શાસ્ત્રને ભણવાવર્ડ તથા મોટા સંવેગ સહિત તપડે સભવે છે, તેથી આ સર્વાં કાર્યને વિષે હે વત્સ! તમે 'ઉદ્યમ કરી. ધનદેવ વગેરે પુત્રાએ કહ્યુ-“હે માતા! તમે જે કાંઇ આદેશ આપશે, તે સ એક ચિત્તવાળા થઈને અમે તત્કાળ કરીએ. સર્વથા ધર્માંક થી વિમુખ (રહિત ) અમારી જેવા બાળકાને હૈ માતા! જો ખેદ પામ્યા રહિત તમે પણ કાયને નહીં કહેા, તા સસારકૂપમાં પડતા અમારી તમે પ્રગટ રીતે ઉપેક્ષા કરી છે, તેથી અમે તમને કહીએ છીએ કે-જે ઉચિત હોય તે કહેા. ” આ પ્રમાણે ધનદેવાદિક પુત્રાનુ વચન સાંભળીને હુ પામેલી માતા વિચારવા લાગી કે“ અહા! આ લેાકપ્રવાદ કાંઇક ઉચિત ભાસે છે, કે–‘દાન, ભાગાદિક ભાવા આ લેાકના ઉપકારી છે, અને શુદ્ધવંશની સતતિ આ લેાક અને પરાક મન્નેની ઉપકારી છે. માત્ર જો જિનાલય કરાવ્યુ. હાય અને તેની અંદર જિનપ્રતિમા સ્થાપન કરી હાય, તેા આ પુત્ર તેની પૂજા, વંદન વિગેરેમાં પ્રતીને ધર્મોમાં નિશ્ચળતાને પામે. ” એમ વિચારીને તેણીએ પાતાના આ અભિપ્રાય શ્રીપુંજ શ્રેષ્ઠોને કહ્યો, ત્યારે "" '

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574