________________
[ ૪૨૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવ ૫ મે ?
અંબાડીવાળા કરે, રથના સમૂહને તૈયાર કરો, અને ચહાના સમૂહને કવચવાળા કરો.” એમ બોલતા તે રાજાને તરત જ સિંચાણવડે કપત(પારેવા)ની જેમ સન્નાહવાળા રાજપુત્રે પકડવા માંડ્યો, તે વખતે “જે પલાયન કરે તે જીવે” એમ સ્મરણ કરતો તે કરેણુદત્ત રાજા માત્ર પોતાના શરીર સાથે જ નાશી ગયો. ત્યારે તેને કંધાવાર રાજપુત્ર લૂંટયે, પરંતુ “આ મારી બહેન છે” એમ બોલતા તેણે તેના અંત:પુરની સ્ત્રીઓનું સન્માન કરીને વિદાય કરી. બાકીનું હાથી, અશ્વ અને ભંડાર વિગેરે સર્વ ગ્રહણ કરીને તે રાજપુત્ર પિતાના નગર તરફ પાછો વળે. વિજયદેવ રાજાને વધામણી આપી ત્યાર પછી તે રાજાએ સન્માન કરીને તે કુમારને યુવરાજપદને વિષે સ્થાપન કર્યો. પછી કઈક દિવસ રાજાને નિવૃત્તિ ન પામે તે મોટો વર ઉત્પન્ન થયે, તેથી રાજાએ પિતાને અવસાન(મરણ)કાળ જાશે. ત્યારે તેણે મંત્રી અને સામતાદિકની સમક્ષ સિદ્ધદેવને પિતાને સ્થાને સ્થાપન કર્યો. સર્વ રાજ્ય આપ્યું અને આ પ્રમાણે ઉપદેશ આપે કે-“હે વત્સ! તું આ સાત અંગવાળા રાજ્યને કોઈ પ્રકારે તેવી રીતે પાળજે, કે જે પ્રકારે સ્વભાવવડે કુટિલ એવા ખળપુરુષ મને દેષ ન આપે નહીં તે “સ્વભાવને જાણ્યા વિના રાજાએ આ પરદેશીને રાજા કર્યો.” એમ બોલતા આ લેકેને નિવારવા કોણ શક્તિમાન હોય? તથા વળી તું કુળને, શીળને, નીતિમાર્ગને, ધર્મને તથા પૂર્વ પુરુષના કમને વિચારજે. ઘણું કહેવાથી શું?” આ પ્રમાણે તેને શિખામણ આપીને મોટા જવરવડે વ્યાકુલ અંગવાળે તે રાજા મરણ પામે તેના દેહને સંસ્કાર કર્યો. ત્યારપછી અત્યંત શોકના સમૂહવડે વ્યાકુળ થયેલા સિદ્ધદેવ રાજાને મંત્રીઓએ પ્રતિબધ કરીને રાજ્યચિંતામાં સ્થાપન કર્યો..
હવે આ તરફ તે મંત્રીપુત્ર ધનદેવ ક્રમે કરીને જતે કાંચીપુરીને પામ્યા. ત્યાં કાંઈ પણ વ્યવસાય ઉદ્યમ)ને નહીં જાણવાથી કરણ માંડવીમાં ગયે. ત્યાં વ્યવહારનું ચિંત્વન થાય છે, તે સમયે ત્યાં અનેક ઝાગડું કેવડે વીંટાયેલ એક કુલપુત્ર આવ્યું. અને તે બોલવા લાગે કે-“હે છે. રાજચિંતકે! તમે મારું વૃત્તાંત મૂળથી સાંભળે.” ત્યારે તેઓએ કહ્યું કે-“વિશ્વાસવાળો થઈને તું કહે.” ત્યારે તેણે કહ્યું કે “બહુલ નામનો સંનિવેશ(ગામ) છે. ત્યાં હું રહું છું. કેઈપણ દુષ્કર્મના વશથી વ્યાપ્ત થયેલા અને દોર્ગત્યવડે દુભાતા ખરાબ મનવાળા મને એક દિવસ મારા મિત્ર દુર્લભ શ્રેષ્ઠીએ જોયે, અને કહ્યું કે-“તું કેમ સંતાપ પામે છે? મારા વૃષભે (બળદ) ગ્રહણ કરીને તું ખેતી કર કે જેથી તારે નિર્વાહ થાય.” ત્યારે “બહુ સારું” એમ કહીને મેં તેનું વજન અંગીકાર કર્યું. ખેતીને પ્રારંભ કર્યો, પરંતુ પોતાના દેવના વિપરીત પણાને જેતે હું વિકાળ સમયે (સાંજે) વૃષભેને શ્રેષ્ઠીને ઘેર લઈ જઈને બાંધવા લાગ્યા. એ
૧ ન્યાયકેટ,