Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 540
________________ Us . ધનહાનિ સંબંધી પિતા-પુત્રનું મંતવ્ય. [૪૩૫ ] v , ‘કરીને, અનશન અંગીકાર કરીને તથા મરણ પામીને અચુત દેવકને વિષે મેટી દેવલક્ષમીને પામે. બીજે (શ્રેણીપુત્ર) પણ રાજાને અનુસરવાથી અને કાંઈક કલજજાથી જિનેશ્વરે કહેલા અનુષ્ઠાનને અત્યંત ભાવના રહિત કરીને, છેવટ ભરીને સૌધર્મ દેવેલેકમાં પદ્દમોત્તર વિમાનમાં રહેલા દેવને પલ્યોપમના આયુષ્યવાળ આમિગિક દેવ થયે. નિરંતર આજ્ઞાને ધારણ કરતો તે “હા! હા! પૂર્વજન્મમાં મેં શું અશુભ કર્મ કર્યું હશે? ” એ પ્રમાણે પગલે પગલે (દરેક ક્ષણે) અત્યંત પરિતાપ કરતે હતા. ત્યાર પછી કાળના ક્રમવડે ત્યાંથી અવીને તામલિસી નગરીમાં જિનદત્ત વણિફને ઘેર પુત્રપણે તે ઉત્પન્ન થયે. ત્યારપછી ઉચિત સમયે તેનું બ્રહ્મદત્ત નામ પાડયું. કલાને સમૂહ ભણીને તે યુવાવસ્થા પામ્યા. પછી ઉપરોધ( આગ્રહ )વડે કરેલ તથા પ્રકારના ભાવના રહિત દાન, શીલ અને તપવિશેષ કરીને ઉપાર્જન કરેલ નિરનુબંધ સુકૃતના કેશવડે કરીને સુકુલાદિક સામગ્રી પામ્યા છતાં પણ સર્વજ્ઞના ધર્મથી વિમુખ મતિવાળો તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યો. પછી તેના પુણ્ય રહિતપણાએ કરીને દ્રવ્યનો સમૂહ હાનિ પામ્ય અને ધાન્યનો સમૂહ લીન થયા ત્યારે જિનદત્ત વિચાર્યું કે-“દરેક દિવસે ધન હાનિને પામે છે, તેનું શું કારણ હશે? હું માનું છું કે શું મારા જ પૂર્વભવના કરેલા કુકર્મના અનુભાવથી હશે? કે આ બ્રહ્મદત્તને દુર્વિલાસ આ છે? અથવા શું કુટુંબની વિડંબના વડે આ પ્રાપ્ત થયું છે? આને પરમાર્થ જણાતો નથી. તથા વળી વ્યવસાય (ઉદ્યમ) પણ સફળ થતો નથી. જે ધન પૂર્વે જેને આપ્યું હતું તે ધન ત્યાં જ લીન થઈ ગયું, મળવા લાયક છતાં પણ કાંઈ મળતું નથી. (જેને ઉધારે ધન આપ્યું હતું, તે આપી શકે તે છે, તે પણ આપતા નથી.) આ બિચારે પુત્ર પણ કારણ વિના ધનને વ્યય કરતો નથી, તે પણ દરેક દિવસે * હાનિ પામતું ધન હું જોઉં છું.” આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળ થયેલા પિતાને જોઈને પુત્ર આ પ્રમાણે કહ્યું કે-“હે પિતા! તમે શ્યામ મુખવાળા અને ઉત્સાહ રહિત કેમ દેખાઓ છે?” જિનદત્તે કહ્યું-“હે પુત્ર! તને સર્વ(સમગ્ર) શું કહેવું? તથા પ્રકારના અપાયને અભાવ છતાં પણ હાલમાં ધન નાશ પામ્યું.” પુત્રે કહ્યું-“શું મારા કેઈપણ કર્મના દોષે કરીને આ પ્રમાણે એકીકાળે ધનનો નાશ થયો હશે?” જિનદત્તે કહ્યું-“હે વત્સ! તું શંકા ન કર. આ (તારું વચન) અયુક્ત છે, કેમકે ઉદય અને ક્ષય(નાશ) વિગેરે ભાવે કોઈને કોઈ વખત થાય જ છે. આ જગતમાં ભવ્યજીવોને નિત્ય અવસ્થિત (નિશ્ચળ) ભાવે સંભવતા નથી, તેથી અમુકને આશ્રીને આ ધનને ક્ષય થયે છે, એમ કહેવું શી રીતે ગ્ય હોય?” ત્યારે–“ કરીયાણાના અભાવથી વેપારની નિષ્ફળતાવડે હું એમ નિશ્ચય કરું છું કે-આ દોષ મને આશ્રીને છે.” આ પ્રમાણે પુત્રે કહ્યું ત્યારે જિનદત્ત કહ્યું કે-“હે વત્સ! જે નિશ્ચયથી જાણ્યું ન હોય, તે બીજાને વિષે કહેવું પણ યોગ્ય

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574