________________
બાહુ મુનિએ બતાવેલ પિતાને તપ-પ્રભાવ.
વિષવાળો સર્ષ ડો. તે જ વખતે તે કાષ્ટ જે થશે. રાજા બેદ પામે. ગારુડિકેને બોલાવ્યા, વિષને નાશ કરવાના ઉપક્રમો પ્રારંભ્યા. કાંઈ પણ વિશેષ આરામ થશે નહીં. આ અસાધ્ય છે એમ કહીને તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજા પણ મોટા સંતાપને પાયે, તેને પુરેહિતે કહ્યું-“હે દેવ ! જે મેં તમને પૂર્વે કહ્યું હતું, તે આ છે.” રાજાએ કહ્યું-“આ કાળને ઉચિત શું છે?” પુરોહિતે કહ્યું-“બીજું શું કહેવું ? હજુ પણ તે સાધુઓને દેશમાંથી કાઢી મૂકે, જેથી બાકીનાની રક્ષા થાય.” રાજાએ તે અંગીકાર કર્યું અને સાધુઓને દૂર કરવા માટે યમરાજના પુરુષ જેવા હાથમાં ઊંચા કરેલા દંડવાળા ભૂય લોકોને મોકલ્યા. તેઓએ સૂરિને કહ્યું-“હે હે ! શીધ્રપણે રાજાના દેશનો ત્યાગ કરે.” મરણને માટે શિલાતલ ઉપર રહેલા આ સાધુને આ પ્રદેશથી દૂર કરે, કેમકે આ વ્યતિકરવડે રાજાનો રાજ્યને ગ્ય પુત્ર સર્પ વડે હંસા છે. આ પ્રમાણે વિન આવવાથી રાજાને ભય થયો છે. અને આનાથી બીજું કાંઈ પણ અકાળ ચક્ર ન આવી પડે એમ શંકા પામેલા રાજાએ અમને મોકલ્યા છે. તેથી તે સાધુઓ ! પ્રયાણ કરે, આરંભેલું મરણનું અનુષ્ઠાન સંવરો અને શીધ્રપણે વેગવડે બીજે સ્થાને જાઓ.” આ પ્રમાણે મર્યાદા રહિત બોલતા તેઓને જોઈને ભાવના સહિત તપ કરવાથી ઉત્પન્ન થયેલી વિવિધ લબ્ધિના માહાસ્ય વડે “સિંગણાદિક કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવતીને ચૂર્ણ કરો. જે મુનિ તેમ ન કરે, તે તે અનંતસંસારી થાય.” આ વચનનું અનુસ્મરણ કરતા બાહુ સાધુએ તે પુરુષોને કહ્યું કે “હે પુરુષ ! તમે આવું અનુચિત કેમ બોલે છો ? જે રાજપુત્ર પિતાના કર્મના કોઈ દોષવડે વિનાશ પામે, તે તેમાં અમારે શો દેષ? તેથી તમે રાજાને કહે કે-જ્યાં સુધી ઇગિની મરણપ્રધાન અનશનને ગ્રહણ કરનાર આ સાધુ જીવે છે ત્યાં સુધી અમે કોઈ પણ ઠેકાણે જઈશું નહીં, અને ત્યારપછી જઈશું.” ત્યારે તે પુરુષોએ પાછા આવીને રાજાને વાત કહી. ત્યારે રાજા ક્રોધ પામે અને “જે સાધુઓ હમણું જ ન નીકળી જાય, તે તેઓને મારી નાંખજે.” એમ શિક્ષા આપીને તેણે તલવરને મોકલ્યો. ત્યારે તે જઈને વિવિધ શસ્ત્રને ઊંચા કરીને સાધુઓને મારવા તૈયાર થયે. ત્યારે બાહુ સાધુએ તપની શક્તિથી તે સર્વેને ખંભિત કર્યા. આ વાત રાજાએ સાંભળી ત્યારે તે કોપના સંભવડે વ્યાપ્ત પરમાર્થને વિચાર્યા વિના હાથી ઉપર ચડીને ચતુરંગ સૈન્ય સહિત સાધુઓને વિનાશ કરવા માટે ગયે. જ્યાં સુધી બાહુ સાધુના ચક્ષુના વિષયને પામે ત્યાં સુધી તે ગયો. પછી સમગ્ર સૈન્ય સહિત પોતે સ્તંભપણાને પામે. ચિત્રમાં આ ખેલ જેવા અને વજલેપથી ઘડેલા જેવા રાજાને જોઈને રાજપુરુષોએ સામવચનવડે સાધુને પ્રસન્ન કર્યા કે “ક્ષાંતિપ્રધાન તમે છે, તેથી આ અમારા દુનિયને ક્ષમા કરે, ફરીથી અમે આવું નહીં કરીએ.” એમ કહીને તેના પગમાં પડ્યા. સાધુએ કહ્યું-“ અમે ક્ષમા કરી જ છે, પરંતુ રાજાએ અયુક્ત કર્યું છે કે જેથી નિરપરાધી સાધુઓનું અપમાન કર્યું. પરંતુ આમ છતાં પણ જે રાજા ગુરુના ચરણમાં