Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 547
________________ [ ૪૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા : આ પ્રમાણે સુર, માગધ અને વૃંદારકના સમૂહવડે સ્તુતિ કરાતા તથા વીતભય, શ્રાવસ્તિ, ગજપુર, મિથિલા, કાંપિલ્યપુર, પાતનપુર, ચંપાપુરી, કાદીપુરી, શુકિતમતીપુરી, કૌશલપુર અને રત્નપુર વિગેરે માટા નગરીમાં રાજાના સમૂહને તથા સામત, મંત્રી, શ્રેણી, સેનાપતિ વિગેરે પ્રધાન લેાકને પ્રતિખાધ કરતા અને એક ગામથી બીજે ગામ વિહાર કરતા વારાણસી નગરીને પામ્યા. અને ત્યાં પૂર્વ દિશાના ભાગમાં દેવાએ વિશાળ ત્રણ પ્રાકારવર્ડ મનેાહર, પાંચ પ્રકારના પુષ્પના સમૂહવડે ચેાલતા મણિમય પાદપીઠવાળું, નવા વિકસ્વર થયેલા માટા પહલવવર્ડ વ્યાપ્ત સેંકડા શાખા સહિત ક'કેલી વૃક્ષવડે અલંકાર વાળુ, વાયુથી ઉલ્લાસ પામતી ધ્વજાના સમૂહવડે વ્યાપ્ત થયેલા આકાશ-આંગણાના વિસ્તારવાળુ' તથા ચાર મુખવાળુ, માટુ' અને મણિના સમૂહવડે શૈાભતા સિંહાસન સહિત સમવસરણ રચ્યું. તેમાં ભક્તિના સમૂહવડે નમેલા ઇંદ્રોના સમૂહવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ શ્રી પાર્શ્વજિનેશ્વર પૂદ્વારે પ્રવેશ કરીને સિ’હાસન ઉપર બેઠા. તે વખતે જિને શ્વરની પ્રવૃત્તિને માટે નીમેલા પુરુષાએ જિનેશ્વરનું આગમન નિવેદન કર્યું ત્યારે તે પ્રવૃત્તિને જણાવનારા પુરુષાને યથાક્ત પ્રીતિદાન આપીને મેટા હર્ષોંથી ઉત્પન્ન થયેલા રામાંચવડે કચુકવાળી કાયાવાળા, અત:પુર સહિત, અને પ્રધાન લેાકવર્ડ પરિવરેલા અશ્વ સેન રાજા માટા વેલવવડે સમવસરણમાં આન્યા. દૂરથી જ મેટા વિનયવડે પ્રવેશ કરીને, ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક વાંદીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.— “ હે જગતના એક (અદ્વિતીય) અધિપતિ! પૂર્વ ભવે પ્રાપ્ત કરેલા નિળ માટા પુણ્યના સમૂહવડે પામવા લાયક અને મેક્ષપુરી તરફ ચાલેલાને વાહન જેવું જે તમારું' શ્રેષ્ઠ ચરણકમળ આજે જોયુ, તેથી આજે જ સૂર્ય ઉદય પામ્યા છે. આજે જ અંધકાર નાશ પામ્યા છે અને આજે જ સર્વ વાંછિત કાર્યના સમૂહ સિદ્ધ થયા છે. આ મૂઢ જન પ્રભાસ, સરયુ, ગંગા, ગયા, નર્મદા, કાલિદી યમુના ), કુરુક્ષેત્ર, પુષ્કર, હિમાલય અને શારદાપીઠ વિગેરે તીર્થોમાં આત્માને કેમ પાડે છે ? કે જેથી કલ્પવૃક્ષની જેવા માહાત્મ્યવાળા અને સમગ્ર તાપને હરણ કરનાર ભગવાનની પાદછાયાને સર્વ આદરપૂર્વક સેવતા નથી ?” આ વિગેરે ઘણા પ્રકારે જગદ્ગુરુની સ્તુતિ કરીને તે રાજા મુનિજનને વાંદીને પૃથ્વીપીઠ ઉપર બેઠી. ભગવાન શ્રી પાર્શ્વનાથ પણ કરુણાના ભારવડે મંદ પોતાની દ્રષ્ટિને પ્રાણીઓ ઉપર નાંખીને ધર્મ કહેવા લાગ્યા કે—જેવી રીતે પ્રાણીવધાદિક મેટા પાપસ્થાનાવડે. જીવ બંધાય છે, અને તેથી વિપરીત ચેષ્ટાવડે પાપ નાશ પામે છે. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહવર્ડ જેના સજ્ઞાનરૂપી ષ્ટિમાર્ગ હરણુ કરાયા હોય તે ચાર ગતિવાળા માટા ભયંકર સસારમાં ભટકે છે. સિદ્ધાંતના સાંભળવારૂપ દિવ્ય અ ંજનવડે જેવુ ષ્ટિનું સામર્થ્ય ઉત્પન્ન થયુ હોય તે યુક્ત, અયુક્તને જાણીને શીવ્રપણે તે સંસારથી નિવૃત્ત થાય છે અને જેવી રીતે લાંબા માટા કાળથી એકઠા કરેલા સમગ્ર પાપરૂપી મળ( મેલ )ને પાણીની જેવી તપપ્રવૃત્તિવડે સમગ્રપણે ક્ષણવારમાં જ ક્ષાલન કરે છે. તેવી

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574