Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 523
________________ [ ૧૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મો : કે દેવાલયને વિષે વિષયરૂપી અમિષમાં મેહ પામેલા પણ દેવે કદાપિ અપ્સરાઓની સાથે પણ હાસ્ય, ક્રીડા વિગેરે કરતા નથી. હે મુગ્ધા! જે અવિરતિવાળા પણ તેઓ દેવાલયને વિષે આ પ્રમાણે રહે છે, તે તું અહીં આવું અનુચિત વચન કેમ બોલે છે?” આ પ્રમાણે કહ્યા છતાં પણ જેટલામાં તે અનુચિત બોલવાથી વિરામ પામી નહીં, તેટલામાં તેણે વિચાર્યું કે-“અહો ! આ મારી ભાર્યા થઈને પૂર્વે કદાપિ નહીં કહેલું આવું વચન કેમ બોલે છે? શું આ કેઈ આવા રૂપને ધારણ કરનારી પિશાચી કે બિભીષિકા છે?” એ પ્રમાણે નિપુણતાથી જોતાં (વિચારતાં) તેણે નિમેષ (અટક) રહિત ચક્ષુના નિક્ષેપવડે અને પૃથ્વી પીઠને નહીં પર્શ કરતા તેના ચરણને જેવાવડે જાણયું, કે-“ખરેખર આ મારી ભાર્યા નથી, પરંતુ તેના આકારને ધારણ કરનારી કઈ ક્ષુદ્ર યંતરી છે.” એમ વિચારીને તેણે કેપ પ્રગટ કરીને તેને કંઠમાં પકડીને કાઢી મૂકી. તે વખતે “અરે પાપી! પહેલાં પણ વાંછિત અર્થને નહીં કરવાવડે અને જીવિતના અંતના કારણુ ૫ણાએ કરીને તું મારા માટે શત્રુ થયે છે, તેથી હવે હું તે પ્રકારે કરીશ, કે જે પ્રકારે શીધ્રપણે યમરાજના અતિથિપણાને તું પામીશ.” એમ ક્રોધ સહિત બોલતી અને તેના પુણ્યના પ્રકર્ષથી હણાયેલી તે તેને કાંઈ પણ ઉપઘાત કરવાને અશક્ત થવાથી પિતાને સ્થાને ગઈ. તે જ વખતે ભક દેવ પણ આવ્યું. તે વખતે કરુણા સહિત રુદન કરતી તેણીએ તેને કહ્યું કે-“હું ઉપવનમાં રહી હતી, ત્યાં ધર્મદેવ નામના વણિકપુત્રે અનેક રીતે મને પ્રાર્થના કરી, પરંતુ પોતાના શીલને રક્ષણ કરતી મેં તેનું વચન અંગીકાર કર્યું નહીં.” ત્યારે રોષ પામેલા તેણે આ પ્રમાણે કંઠમાં ગ્રહણ કરીને મને કાઢી મૂકી અને અસભ્ય વચનવડે મને ખરડી (વ્યાસ) કરી. આ પ્રમાણે થવાથી જે તમે તેનો નિગ્રહ નહીં કરે, તો હું તમારી ભાર્યા નથી અને તમે મારા પતિ નથી.” આ પ્રમાણે સાંભળીને મોટે ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રોધના સમૂહથી એણને ડંખતે, વજના મુદગરને હાથમાં ધારણ કરી જાંભક દેવ વેગથી તેની સન્મુખ દેડ્યો ધર્મદેવ પણ દેવપૂજાદિક કૃત્ય પૂર્ણ કરી, ક્ષણ માત્ર સામાયિક ગ્રહણું કરવાપૂર્વક સ્વાધ્યાય કરીને, સામાયિકની ક્રિયા પારીને પંચ નવકારનું સ્મરણ કરતો રાત્રિને વિષે ધ્યામાં રહ્યો. તે વખતે પૂર્વની રીતે વિનયવતી તેના ચરણની સંવાહનાદિક કરવા લાગી. આ અવસરે જાંભક દેવ ક્રોધવડે ધમધમતે તેને વાસગૃહના દ્વાર પાસે આવ્યું, પરંતુ તે ધર્મધનના પ્રભાવથી હણાયેલે તે તેની પાસે જવાને શક્તિમાન ન થયે. તે વખતે ધર્મદેવે વિનયવતીને કહ્યું કે-“હે ભદ્રા ! આજે પ્રદેષ સમયે હું જિનપૂજા કરતું હતું તે વખતે તું વિકારવાળા વચન કહેવા કેમ પ્રવતી હતી?” ત્યારે કાંઇક હસીને તે બોલી કે-“હે આર્યપુત્ર! તમે આવું અયુક્ત કેમ બેલે છે? દેવપૂજાદિકમાં પ્રવર્તેલા તમારી પાસે શું હું કોઈ પણ વખત તમારી પાસે આવી છું ? કે જેથી તમે આવું બેલે છે ?” ત્યારે ધર્મદેવ કાંઈક હ. ત્યારે આગ્રહ કરીને તેણીએ તેને પૂછયું કે-“હે આર્યપુત્ર ! આ હાસ્યનું કારણ શું છે ?” ત્યારે ધર્મદેવે શુદ્ર વ્યંતરીએ કરેલા તેવા

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574