Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 525
________________ [ કર૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ ૫ મે ? જેમાં યથાત (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) પરિપૂર્ણ શીલને હુ પાળીશ?” આ પ્રમાણે ધર્મ દેવની વિશુદ્ધ લેશ્યા વૃદ્ધિ પામી, અને સારા મનોરથ ઉત્પન્ન થયા ત્યારે સૂર્યોદય થયે. પછી તેવા પ્રકારના નિશ્ચળ ભાવવાળા તેણે દેવપૂજા અને ગુરુપૂજા વિગેરે કાર્ય વડે દિવસના બે પહાર નિર્ગમન કર્યા. તે વખતે ભેજનને સમય થયે તેથી તેને ભોજન કરવા માટે ઘરના માણસે ઉઠાડ્યો. ત્યારે દેવગુરુને સ્મરણપૂર્વક તે ભેજનમંડપમાં બેઠો. તેની પાસે પરિજન બેઠો. વિવિધ પ્રકારના શાક, ઓદન અને દાળ સહિત જ્યને વિધિ પર. જેટલામાં તે પિતાના મુખમાં કવળને નાંખતે નથી, તેટલામાં કયાંઈથી અકસમાત પ્રત્યક્ષ કલ્યાણના નિધિરૂપ કૌશાંબી નગરીના રાજાને ભત્રીજે ભાદેવ નામને રાજર્ષિ બે માસના પારણાને માટે ઘરના આંગણામાં આવ્યા. અને ધર્મલાભ આપીને ઉચિત સ્થાને ઊભા રહ્યા, તેને ધર્મદેવે જાયે. તે વખતે મોટા હર્ષને ધારણ કરતો અને “અહો! આજે સુકૃતરૂપી કલ્પવૃક્ષ ફળવાળો થયે, મોટી કલ્યાણની લતા પ્રગટ થઈ, અને વાંછિતની પ્રાપ્તિ થઈ, કે જેથી આવા પ્રકારના મુનિ આવા પ્રકારના સમયે કોઈ પણ ઠેકાણેથી આવ્યા.” એમ બેલતે અને ઘણા રોમાંચવડે કચકની કાયાવાળે તે પીરસેલા વિવિધ પ્રકારના ભઠ્ય ભેજનવાળા થાળને પિતાના હસ્તતલવડે ઊંચે કરીને દેવા માટે ઊભે થયે. સાધુએ પણ સૂત્રના ઉપગવડે શુદ્ધિને નિશ્ચય કરીને પાત્ર ધારણ કર્યું ત્યારે તેમાં તેણે ભજન નાંખ્યું તે વખતે તે પ્રદેશમાં વર્તતા વ્યંતર દેવોએ હર્ષિત મનવડે તરત જ વસુધારા કરી, “અહો ! દાન, અહે દાન !” એમ ઉઘેષણા કરી, શબ્દ કરતા ભમરાઓ સહિત પુષ્પવૃષ્ટિ કરી, વાજિંત્રને નાદ કર્યો, અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તે વખતે મેટે હર્ષ ઉત્પન્ન થવાથી તે મહાત્મા (ધર્મદેવ) વિચારવા લાગે, કે અહો! આ મોટા અભ્યદયના નિધાનની જેવું ઉત્પન્ન થયું, કે જેથી આવા સમયે પ્રાસુક પ્રવર દાન વિદ્યમાન સતે આવા પ્રકારનું દાનને યોગ્ય સુપાત્ર પ્રાપ્ત થયું. તથા વળી જે વખતે મેં ખાવા માટે કરપવવડે કવળને ઊંચો કર્યો, તે જ વખતે સમ્યફ દર્શન, જ્ઞાન અને સુંદર ચારિત્રવાળું એક પાત્ર કોઈ પણ ઠેકાણેથી અહીં પ્રાપ્ત થયું તથા નિર્દોષ જ્યની વિધિવડે દાનને વિષે મારી બુદ્ધિ થઈ. આમાંથી એક એક વાંછિતને કરનારું પુવડે પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે મોટા સંતોષને પામેલે તે સાધુને પડિલાભીને પોતે ભેજન કરીને સંસારથી વિરક્ત ચિત્તવાળ થઈને પરિજન પાસેથી તેનું નિવાસસ્થાન જાણીને તે જ ભાનુદેવ સાધુની પાસે ગયે. અને તેને વિનય સહિત વાદીને તેની પાસે જેટલામાં બેઠો તેટલામાં કેટલાક હાથી, અશ્વ અને મનુષ્યના સમૂહથી પરિવારે ભાનુદત્ત નામને રાજપુત્ર ત્યાં આવ્યું, અને ત્રણ પ્રદક્ષિણા કરીને હર્ષથી ઉછળેલા રોમાંચવાળો તે મટી ભક્તિવડે તે મુનિના ચરણમાં પડયો. ત્યારે આદર સહિત ધર્મલાભ આપવાપૂર્વક સાધુએ તેને કહ્યું કે–“હે વત્સ! તું કયાંથી આવે ?” ભાનુદતે કહ્યું—“હે ભગવાન! તમારી

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574