Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 527
________________ -- ૪િ૨૨] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : થોડા અંતરામાં જ મળે, અને બે હાથ જોડીને તે રાજપુત્રને તે પિતાને ઘેર લઈ ગયે. ત્યાં મેટા વૈભવના સમુદાયવડે. અને પ્રવર (શ્રેષ્ઠ) વરુ, અલંકાર વગેરે આપવાવડે તેનું સન્માન કર્યું. અને મુનિના પારણા વડે તુષ્ટમાન થયેલા દેએ મૂકેલી વસુધારા વિગેરેના લાભને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને-“અહે! હું ધન્ય છે, કે જે મારા પિતા આવા પ્રકારના માહાભ્યવડે પ્રધાન છે.” એમ જાણીને મોટા સતેષને વહન કરતે તે રાજપુત્ર ફરીથી ભાનુદેવ મુનિને વાંચીને તથા પર્ય પાસના કરીને પિતાને સ્થાને ગયે. ધર્મદેવ પણ સાધુ અને સાધર્મિકને યોગ્ય કૃત્ય કરવાવડે પિતાના આત્માને કૃતકૃત્ય(કૃતાર્થ) માનતે સાધુની પાસે ગયે, અને તેની પાસે દીક્ષા ગ્રહણ કરી ચિર કાળ સુધી અકલંક શીલનું પાલન કરવામાં તત્પર એ તે વિહાર કરીને સમાધિવડે કાળધર્મ પામીને અશ્રુતકલ્પ દેવલોકમાં ઇંદ્રને સામાનિક દેવ થશે. અને ત્યાં પિતાનું આયુષ્ય પાળીને ચવીને શ્રાવસ્તી નગરીમાં હરિદત્ત રાજાની વસુમતી આશ્રમહિષી(મુખ્ય પટરાણી)ની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયે. ઉચિત સમયે પ્રસવ થયો. પછી તેનું સુરેદ્રદત્ત નામ સ્થાપન કર્યું. સુકૃતના ઉદયવડે અને શરીરવડે વૃદ્ધિ પામતે તે ક્રમે કરીને યુવાન પણાને પામે. દરેક ભવે પાળેલા નિર્મળ શીલના માહાસ્યવડે યશને પામેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી વૃદ્ધિ પામતા કલ્યાણવાળા, સ્વભાવથી જ સમગ્ર પાપના વ્યાસંગથી વિરામ પામેલા ચિત્તવાળા, જિનેશ્વરના અને સાધુના દર્શનવડે ઉત્પન્ન થયેલી મોટા મનની ભાવનાવાળા, સાંસારિક કાર્યોને પણ માયા અને ઇન્દ્રજાળ જેવા માનતા, દરેક સમયે મુનિની ક્રિયા (દીક્ષા) ગ્રહણ કરવાને ઈછતા, વૃદ્ધિ પામતા યોવનને પણ અનુભવ કરતા, તથા રૂપ અને સૌભાગ્યના સારભૂત સુંદરતાએ કરીને સહિત એવા તેના દિવસો નિર્ગમન થાય છે. જોકે તેના માતાપિતાએ તેને ઘણા પ્રકારે સ્ત્રીના કાર્યવડે કો (શ્રીપરિગ્રહ કરવા કહ્યું), તે પણ ઇદ્રિને જીતનાર અને કામ રહિત તેણે તે અંગીકાર કર્યું નહીં. પછી કોઈ દિવસ કદાપિ તેને અત્યંત મોટે વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી ધન, ભવન, સ્વજન અને સુંદર લક્ષમીના વિસ્તારને ત્યાગ કરીને ધર્મયશ સાધુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી સ્ત્ર અને અર્થને અભ્યાસ કરી અપ્રતિબદ્ધ (નિરંતર) વિહારને કરતે કાશી દેશમાં કલાક નામના પુરને પામ્યા, અને કાત્યાયની દેવીના ભવનમાં (મંદિરમાં ) રહ્યો. ત્યાં રાત્રિએ આત્માની ભાવના ભાવ તે કાર્યોત્સર્ગવડે ગિરિની જેમ ધીર ( સ્થિર) રહ્યો. પછી જેટલામાં પહેલા પહોરના પ્રમાણવાળી તે રાત્રિ થઈ ત્યારે ત્યાં તેના શીલની પરીક્ષા કરવા માટે મોટા મનહર શૃંગાર કરીને મર્યાદા રહિત (અત્યંત) બનાવેલા રૂપ અને લાવણ્ય વડે સુંદરીના રૂપવાળી કાત્યાયની દેવી પોતે જ તેની પાસેના પ્રદેશમાં આવી. પછી ત્યાં વિકાર સહિત તેવું કંઈ પણ રીતે બોલવા લાગી, કે જેથી ગરિષ્ઠ (મોટા ગૌરવવાળ) મનુષ્ય પણુ તત્કાળ મર્યાદા મૂકીને ભેદ પામે છે તો પણ તે જરાપણ શંભ પાપે નહીં. ત્યારે તેણીએ એક મિથુન (યુગલ) બનાવ્યું અને મુનિના નેત્રની પાસે જ

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574