________________
ભાનુદેવ રાજર્ષિએ ભાનુદત્તકુમારને આપેલ ઉપદેશ.
[ ૪૨૧ ]
એ માસનુ' ખમણુ સાંભળીને હું કોશાંખી નગરીથી તમને વાંદવા આવ્યા છું, અને આવા પ્રકારના ઉત્કૃષ્ટ તપને નિવારવા માટે આવ્યેા છેં. ” મુનિએ કહ્યું—“ હું વત્સ ! સારા ધર્મિષ્ઠના આ હણાયેલા કલેવરના આ જ લાભ છે, કે જે દુરનુચર ( માટા ) તપનું અનુષ્ઠાન કરાય. વળી બીજું —
માક્ષના અથી પુરુષ દુષ્કર્મો ક્ષયનુ કારણરૂપ માટુ ગાઢ તપ કરીને રોગના સ્થાનરૂપ, ઘણા અસ્થિ, વસા, મજ્જા, શુચિ, અનિષ્ટ અને દુર્ગંધી પુદ્ગલેાના સમૂહથી ઉત્પન્ન થયેલા, વિનશ્વર( નાશવંત) અને નિ:સાર આ શરીરના ફળને ગ્રહણ કરે છે. ” ત્યારે રાજપુત્ર કહ્યુ—“હું ભગવાન ! તે તેમજ છે, પરંતુ આ શરીરથી જ ધર્મીની પ્રસૂતિ છે તેથી સ યત્નવડે તે રક્ષણ કરવા ચેાગ્ય છે. જેથી કરીને તમે પણ આમ કહ્યું હતું કે-સારા સમાધિવાળી સર્વ ઈંદ્રિચાર્ડ નિર ંતર આત્માનું રક્ષણ કરવું જોઇએ. જો તે રક્ષણ ન કરાયા તે જાતિપથને પામે છે, અને સારી રીતે રક્ષણ કરાયા હાય, તા સ દુઃખાથી મુક્ત થાય છે. ” તે સાંભળીને “હું કુમાર ! સારું, સારું, તેં ઉચિત કહ્યું, ” એમ કહીને સાધુએ તેને બહુમાન આપ્યુ. અને આ પ્રમાણે ઉપદેશ આપ્યા કે હે વત્સ ! કેટલાએક દિવસના જીવિતની પુષ્ટિને માટે ઇંદ્રિયાને આધીન થઇને ધર્મને વિષે એક ક્ષણ માત્ર પશુ પ્રમાદી થઇશ મા. આ વિષયાના સમૂહ પણ પ્રારંભમાં કાંઈક મધુરપણું આપીને છેવટે ક્રિપાકના મૂળના સમૂહની જેમ દારુણ વિપાકવાળા થશે. વળી જે ધન, સ્વજન અને ભવન વિગેરે બાહ્ય આકારવર્ડ કરીને મનને આક્ષેપ (માહ ) પમાડે છે, તે પણ વીજળીના પ્રકાશની જેમ સ્થિર નથી જ. તેથી સંસારના ભંગના કારણરૂપ દેવવંદન, પૂજન, સ્વાધ્યાય, ધ્યાન અને તપવિશેષને વિષે અત્યંત ઉદ્યમમાં તત્પર થશે. તું પાતે પણ નિર્મળ બુદ્ધિએ કરીને સહિત છે તેથી તને આ પ્રમાણે કેટલું કહેવું ? તા પણ અમારા કલ્પ છે; તેથી હે વત્સ ! તને મેં કાંઇક કહ્યું. ” ત્યારે પ્રણામ કરીને રાજપુત્રે કહ્યું કે“ હે ભગવાન ! હજી તમે તપમાં વર્તી છે ? કે પાયું" ( પારણું કર્યું" ) છે ? ” સાધુએ કહ્યું “ —“ આજે જ આ ધર્મદેવને ઘેર પાર્યું છે. ” ત્યારે તુષ્ટમાન થયેલા રાજપુત્રે પેાતાના કંઠમાંથી ઉતારીને ધર્મ ધ્રુવે નિષેધ કર્યા છતાં પણ માટા મેાતીના હાર તેના ગળામાં નાંખ્યા, તથા સ્નેહના સારવાળા વચનેાડે તેની પ્રશંસા કરીને સાધુના ચરણને નમીને રાજપુત્ર જેમ આત્મ્યા હતા તેમ ગયા. ત્યારે મનમાં વિસ્મય પામેલા ધર્મ ધ્રુવે મુનિવરને પૂછ્યું કે- હું ભગવાન ! અસમાન ભક્તિના પ્રકવર્ડ અને ઉદાર આહારવર્ડ મનુષ્યાને વિસ્મય ઉત્પન્ન કરનાર આ મહાનુભાવ કાણુ છે ? ” સાધુએ કહ્યું–“ આ ભાનુદત્ત કુમાર કૌશાંબી નગરીના રાજાના ભત્રીજો અને અમારા સ’સારીપણાના પુત્ર છે, તે વંદનાર્દિકને કારણે અહીં આવ્યા છે. ' ત્યારે તે ધમ દેવ સાધુને વાંદીને તરત જ તેના માર્ગે દોડ્યો.
૧ જન્મના માતે-સંસારને