Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 530
________________ - - . • પુણ્યવડે થતી ધનપ્રાપ્તિ અને તેની ત્રણ ગતિ. [ કર૫ ] ભજન, શયન વિગેરે ક્રિયા કરે છે. એ પ્રમાણે મોટા નેહના અનુબંધવડે તેમના દિવસો જવા લાગ્યા. તેવામાં એક વખત વસંત માસ આવ્યું. તેમાં શ્રેષ્ઠ નેપથ્ય અને કાંતિવાળા, પિતપતાના વૈભવને અનુસાર દીન અને અનાથ વિગેરેને દાન આપવામાં પ્રવર્તેલા, વિવિધ પ્રકારના વિલાસને કરનારા તથા ગીત નૃત્યાદિકને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે દ્રવ્યના વિનિગને (આપવાનું) કરતા પુરીના જુવાન માણસોને જોઈને રાજપુત્રે કહ્યું કે-“હે હે મિત્ર ! તમે જુઓ. આ પુરીના યુવાન પુરુષો કુબેરને ઘેર જાણે જમ્યા હોય તેમ આય-વ્યયનો વિચાર કર્યા વિના ઈચ્છા પ્રમાણે ધનને કેમ આપે છે?” ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! પૂર્વ પુરુષ ઉપાર્જન કરેલી લક્ષમીનું દાન અથવા લેગ એ જ ફળ છે. અને આ બન્નેના અભાવે નાશ જ બાકી રહે છે, તે આ પ્રમાણે-દાન, ભેગ અને નાશ એ ત્રણ ગતિ ધનની છે. જે આપે નહીં અથવા ભેગવે નહીં, તે ધનને અવશ્ય નાશ જ થાય છે. તેથી આ પુરુષો આ પ્રમાણે વિલાસ કરે છે, તે અયોગ્ય શું છે?” ત્યારે રાજપુત્રે શ્રેષ્ઠીપુત્રના મુખની સન્મુખ જોયું. તેણે પણ કહ્યું કે“હે રાજપુત્ર! આને અગ્ય કેણ કહે ? માત્ર વિશેષ એ છે કે પોતાના હાથે ઉપાર્જન કરેલા ધનવડે જેઓ વિલાસ કરે છે તે જ સપુરુષ છે, પણ બીજા પુરુષ નથી. પૂર્વ પુરુષે ઉપાર્જન કરેલા ધનવડે સર્વ જેને વિલાસ કરવાનું જાણે છે, પરંતુ પોતે ઉપાર્જન કરેલા ધનવડે જે વિલાસ કરે છે, તે પુરુષે આ જગતમાં વિરલા જ છે.” ત્યારપછી પુરોહિતના પુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! આ કપિલ કપનાવડે શું? જેમ જેમ વિત્તની પ્રાપ્તિ અને તેને ઉપભોગ તે પુણ્ય રહિતને સંભવતો નથી, તો પછી આ પોતે ઉપાર્જન કરવાનું અભિમાન નિષ્ફળ કેમ કહેવાય છે?” આ પ્રમાણે પરસ્પર ભિન્ન માર્ગવાળા મિત્રોના વચનના વિસ્તારને સાંભળીને રાજપુત્ર વિચારવા લાગ્યો કે “કેઈ કાંઈ પણ ભલે બોલે, પરંતુ હું તે શ્રેષ્ઠીપુત્રના વચનને પરમાર્થરૂપ, અત્યંત ઉચિત, અનુપમ અને યશ ઉત્પન્ન કરનાર માનું છું, કેમકે જે વ્યવસાય (ઉદ્યમ-વેપાર) રહિત પુરુષે પૂર્વ પુરુષે ઉપાર્જન કરેલા ધનવડે દાન અને વિલાસ(ગ)ના વિસ્તારને કરે છે, તેઓ નામ માત્રથી જ પુરુષ છે.” આ અવસરે મંત્રીપુત્રાદિકે રાજપુત્રને કહ્યું કે-“શું અમારું વચન અનુચિત જાયું કે જેથી આ પ્રમાણે મનમાં વિચાર કરતો રાજપુત્ર કાંઈક વિતર્ક સહિત રહેલ - છે?” ત્યારે રાજપુત્રે કહ્યું કે “હા. એમ જ એ છે, પરંતુ સમ્યફ પ્રકારે વિચાર કરતા મને શ્રેષ્ઠીપુત્રનું વચન જ યુક્તિયુક્ત જણાયું છે. ત્યારે મંત્રીપુત્ર અને પુરહિતપુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! એ પ્રમાણે કથાને વિષે જ સંભળાય છે, પરંતુ હમણું તે પિતા અને પિતામહ વિગેરેએ ઉપાર્જન કરેલા ધનનો ઉપભોગ કરનારા લોકો કંઠે પકડીને કાઢી મૂક્યા છતાં પણ ઘરનો ત્યાગ કરતા નથી. તથા દોર્ગત્યને પામ્યા છતાં પણ દ્રવ્યનું ઉપાર્જન કરવું ઈચ્છતા નથી.” રાજપુત્રે કહ્યું–“એવા પ્રકારના પુરુષ પ્રાયે કરીને હેય છે.” ત્યારે - ૫૪.

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574