Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 522
________________ | વિનયવતીનું રૂપ ધારણ કરીને વ્યંતરીનું ધનદેવને ચળાવવું. [૧૭] - ~ “રાજા પણ તમારા ઉપર મોટા બાંધેલા પ્રતિબંધવાળા છે, તેથી જરા પણ વિકાર દેખાડ્યા વિના તે અવજ્ઞા કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે તેણીએ તથા પ્રકારે કોઈ પણ રીતે દેવીને અકત્યથી પાછી વાળી. કે જે પ્રકારે તે આશા રહિત થઈને મોટી રાખી અવસ્થાને પામી. પછી રાજાએ તેને તેવા સવરૂપવાળી જેઈ, અને પ્રેમ સહિત કહ્યું કે-“હે દેવી! અત્યંત કરમાયેલા મુખકમળવાળી તું કેમ દેખાય છે? શું વ્યાધિના વશથી કે કેઈએ અપમાન કરવાથી તે દિવસે દિવસે કેમ સીઝાય છે (સુકાય છે)? તે તું કહે, કે જેથી તેને ઉચિત ઉપાય કરીએ.” ત્યારે હદયના દુઃખને ગુપ્ત રાખવામાં તત્પર તેણીએ કહ્યું કે-“હે દેવ! હું કાંઈ પણ જાણતી નથી. માત્ર શરીરને સીદાતું જોઉં છું.” ત્યારે રાજાએ તેના શરીરના પ્રતિકારને માટે ઘણા શાસ્ત્ર, મંત્ર અને તંત્રાદિકને જાણનાર અને રેગવિધિમાં કુશળ જનેને અણાવ્યા (બેલાવ્યા). ત્યારે રેગનું ઉથાન જુદું છે અને ઓષધ જુદું છે, તેથી પ્રતિકાર થયે નહિ અને વિશેષ દુઃખ ઉત્પન્ન થયું. તેથી વિલખા થઈને તેઓ પિતાપિતાને ઘેર ગયા. દુસહ કામદેવરૂપી અગ્નિવડે સર્વ અંગમાં બળતી તે રાજાની રાણી તેવી અસમાધિને પામી કે જેથી તરત મરણ પામી. પછી કામદેવના વ્યાધિથી વ્યાકુળ તે મારીને તિર્યગ્રજભકદેવની બાયોપણે ઉત્પન્ન થઈ. અને જલક દેવની સાથે વિષયસુખને ભગવતી તે રહેવા લાગી. એક વખત વિર્ભાગજ્ઞાનના વશથી પૂર્વ ભવના વિનાશને વ્યતિકર તેણીએ જા, તેથી પૂર્વના સ્નેહના અનુબંધથી ફરીને ધનદેવને વિષે અનુરાગ થયો. તેથી “મારે આની સાથે વિષયનો ઉપભોગ કેવી રીતે થાય?” એમ નિરંતર તે જ અર્થમાં ઉપયોગવાળી તે અવસરને શોધવા લાગી. પછી એક દિવસ તે જભકદેવ વૈશ્રમણ નામને યક્ષાધિપતિની પાસે સેવાને નિમિત્તે ગયે. ત્યારે “આ અવસર છે.” એમ જાણીને તે દેવી ધર્મદેવ પિતાના ઘરના એક એકાંત પ્રદેશમાં રાત્રિના પહેલા - પહેરે સાવધાન મનના પ્રસારવટે મોટા વિસ્તારથી જિનપ્રતિમાની પૂજા કરતા હતા, તે વખતે તેની ભાર્યા વિનયવતીનું રૂપ કરીને (વિકુવીને) તેના જેવા જ શૃંગારવડે સાર શરીરવાળી તે પુયંગવને લઈ જતી તેની પાસે આવી, અને વિકાર સહિત ધર્મદેવને કહેવા લાગી કે દેવના પદની પૂજાનું ફળ અવિકલ (નિરંતર) ભેગના અંગના સમૂહની સામગ્રી છે. તે સામગ્રી, હે આર્યપુત્ર! હમણું તમારા હસ્તના વિષયમાં જ અત્યંત આવી છે, તેથી તમે આ પ્રથમ એક ક્ષણવાર આપણે પરસ્પર ક્રીડાવડે રહીએ. કેમ વિલંબ કરે છે? તમે મુનિની જેમ નિર્વિકાર કેમ તમે વર્તે છે?” આ પ્રમાણે સાંભળીને અત્યંત વિસ્મય પામેલા ધનદેવે તેને કહ્યું કે “હે મુગ્ધા! શું તું આટલું પણ જાણતી નથી - ૧ પૂજાંગના સમૂહને.

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574