________________
જ્યવરાહ રાજવીના પૂર્વભવનું વર્ણન.
[ ૪૦૩]
પછી કોઈ પણ પ્રકારે તેણે તે છે હાથી છે. ત્યારે મોટા કપના અનુબંધવડે તેને મારીને પોતાની પીઠ ઉપર નાંખે. તેના કલેવરમાં ઉત્પન્ન થયેલા કૃમિયાના સમૂહવડે ખવાતા શરીરવાળે તે શરભ મરી ગયે. તે બન્ને વિધ્યગિરિની વનસ્થલીમાં પક્ષીપણે ઉત્પન્ન થયા. તેમાં બ્રાહ્મણીને જીવ શુક (પિપટ ) થયો. અને કપિલનો જીવ ઢિક થયે.
ત્યાં પણ વિધિના વશથી પરસ્પર દર્શન થયું. ત્યારે પૂર્વના વેરથી શુક વારંવાર તે કિંક પક્ષીને પાછળ પડખે અને આગળ (સમુખ) થઈને ચંચના પ્રહારવડે તેને પરાભવ કરવા લાગ્યો. ત્યારે કેપ પામેલા ટિંકે સવા હાથ પ્રમાણવાળા પિતાના ચંચુમુખવડે હથેલે તે યમરાજને ઘેર ગયે (મરણ પામે). લિંક પણ ભિલે કર્ણ પર્યત ખેંચેલા ધનુષ્યથી મૂકેલા એક જ બાણવડે વિનાશ પામે ત્યારે તે માર થયે થક પણ ઉંદર થયો. ત્યાં પણ બિલાડીએ તળના પ્રહારવડે હલે ઉંદર મરી ગયો અને સર્ષ થયે. બિલાડે પણ પારધિના કૂતરાથી વિનાશ પામીને ગાડિક પુરુષપણે ઉત્પન્ન થયે. તે આમતેમ ફરતો તે પ્રદેશમાં આવ્યો. તે સર્ષ તે વખતે સુધાવડે પરાભવ પામવાથી બિલમાંથી બહાર નીકળ્યો તેને તે ગાડિક પુરુષે જોયે. ત્યારે પૂર્વ કાળના વેરના અનુબંધને વહન કરતા તેણે તેને પકડીને કંડીયામાં નાંખે. ત્યાં સંકુચિત અંગવાળે કોઈ પણ પ્રકારે શ્વાસના નિરોધવડે મરીને બ્રાહ્મણના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયે, તેનું કંચનક નામ પાડયું. ગાડિક પણ બીજા ગાડિક સાથે વિવાદ થવાથી સામા પક્ષના ગારુડિકે મૂકેલા સર્ષવડે સાથે તેના વિષના અતિ ઉત્કટપણુએ કરીને તત્કાળ જ તથાપ્રકારના મંત્ર અને ઓષધને ઉપચાર છતાં પણ જીવિતથી મુક્ત થયે, અને કર્મના લઘુપણાના વશથી તુંબવન નામના ગામમાં સાહિલ નામના શ્રેષ્ઠીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું સંગમક નામ પાડયું. બીજે બ્રાહ્મણને પુત્ર સંસારના વ્યવહારથી ભગ્ન થઈને નિભોગ્યના મસ્તકના મુગટરૂપ પિતાના આત્માને દુઃખનું ભાનરૂપ જાણીને ત્રિલોચન નામના કુલપતિની પાસે તાપસની દીક્ષા પામ્યા. ત્યાં વિશેષ પ્રકારના મોટા તપને કરીને અધિક કંદ, મૂળ અને ફળના ભેજનવડે આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામીને વ્યંતર દેવ થયે. અને સંગમક કોઈ પણ પ્રકારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવડે ભિક્ષા સમયે આવેલા સાધુના દર્શનવડે ભદ્રપણાને પામેલ અને હમેશાં પપાસનાને પ્રવતે લે થયે. એક દિવસ જનને સમયે માસક્ષમણના પારણાને માટે આવેલા સાધુને ભેજન આપવાવડે તે ભેગના ફળવાળા અતિ પુણ્યના પ્રકર્ષને ઉપાર્જન કરીને મરી ગયો. તે હે મહારાજા ! તું જયવરાહ નામે ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે સાધુને દાન આપવાના પ્રભાવવડે તે પૃથ્વીપતિ થયો છે, અને પ્રકૃતિથી જ (સ્વભાવથી જ) સદ્ધર્મના અનુબંધમાં તત્પર બુદ્ધિવાળો અને સાધુના સંસર્ગથી વિશેષ કરીને દેશવિરતિ નામના ગુણ સ્થાનકે આરૂઢ થયો છે. પર્વને દિવસે પૌષધ અને ઉપવાસ કરીને રાત્રિએ કાયોત્સર્ગ રહેલું હતું, તે વખતે તે બ્રાહ્મણનો જીવ કે જે તાપસવ્રતમાં કરેલા કણ અનુષ્ઠાનના બળથી