________________
જિન કહપીપણાનું સામર્થ્ય અને ધનશર્માના જન્મ તથા માહાત્મ્ય [ ૪૦૭ ]
આ અવસરે એક સાધુએ આવીને વિનય સહિત ગુરુને કહ્યુ “હે ભગવાન! કાંઇક અધિક નવ પૂર્વ ભણીને પણ કેટલાક સ્થવિરકલ્પી મુનિએ જિનકલ્પને અંગીકાર કરે છે, તેનું શું કારણુ ? ” ત્યારે મુનીશ્વરે કહ્યું કે હું મહાનુભાત્ર! કાંઇક અધિક નવ પૂર્વ વાળા તે શ્રુતજ્ઞાનના અવલેાકનરૂપ લેાચનવર્ડ પૂર્વ ભવે નિકાચિત કરેલા અને ઉદયમાં આવેલા કિલષ્ટ કર્મીને ચારિત્રને રિક્ત ( ખાલી-વિનાશ ) કરવામાં સમથ જાણીને, તથા ખીજા કાઈ પણ ઉપાયવડે તેનું પ્રતિવિધાન નહીં થાય એમ વિચારીને, નિરપવાદ (અપવાદ રહિત-નિરંતર ) તપવિશેષના સારરૂપ દ'ડ ક્રિયાની જેવા જિનકલ્પને અંગીકાર કરીને, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ મેાટા અને દુ:ખે કરીને આચરી શકાય તેવા તપ કરીને, અત્યંત અપ્રમત્ત ચિત્તવાળા થઈને, સ્મશાન વિગેરેને વિષે કાર્યાત્સગ કરીને, ઉપરના પાંચ ભકતેષણા અને પાનેષણાવડે ભક્તપાનને ગ્રહણુ કરતા, જ્યાં સાંજ પડે ત્યાં જ નિવાસ કરતા, માને પૂછવા વિગેરે પ્રયેાજનને વિષે એક એ વચનને ખેાલતા, વીરાસન અને ઉત્કટાસન વિગેરે સ્થાપનમાં વતા, માટેા વ્યાધિ થયા છતાં પણ ઓષધાદિક ચિકિત્સાના ઉપચારને નહીં ઇચ્છતા, અને જીવિત તથા મરણુને વિષે સમાન ચિત્ત વતા તે મુનિએ તે કને ખપાવે છે. જો કદાચ તે પ્રમાદાદિકને લીધે તે કર્મને ન ખપાવે, તા તે દુષ્ક વડે સમગ્ર કલ્યાણુના કારણરૂપ સંયમરૂપી ધનથકી ટાળી મૂકાય છે ( દૂર કરાય છે ). આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલા જયવરાહ રાજા સૂરિને પૂછવા લાગ્યા, કે—“ હુ ભગવાન ! જો તેઓને પણ આવા પ્રકારને મહાભયંકર કર્મોના અનુબંધ છે, તે શું તે ( કર્માનુબંધ) અમારી જેવાના પણ સમ્યક્ત્વાદિક ગુણુને હરણુ કરવામાં સમર્થ થાય કે નહીં? ” ગુરુએ કહ્યું કે—“હું મોટા રાજા ! આમાં શું આશ્ચર્ય છે ? પાતપાતાની ભૂમિકાને અનુસારે નિકાચિત કરેલા દુષ્કર્મ ના કાઇ પણ અવિષય નથી. ” રાજાએ કહ્યું કે— “ હે ભગવાન ! જો એમ છે, તા તમે કહેા, કે શું હું નિર્વિઘ્નપણે આ ધર્મની આરાધના કરી શકીશ ? કે કોઇ પણ કિલષ્ટ કર્મ વડે તેનાથી હાનિને પામીશ ? ” ત્યારે ઉપયોગ સહિત થઇને ગુરુએ કહ્યું કે—“ હે મેટા રાજા ! આ સમયથી કેટલાક ઘણા દિવસે જશે ત્યારે કાંઇક રાગનું કારણ પામીને પૂર્વે નિકાચિત કરેલ કાઇક ક્લિષ્ટ કર્મોદયને પામશે, કે જેથી તું જિનધર્માંથી બહાર થઈશ. ” ત્યારે ભય પામેલા રાજા “ હું ભગવાન ! હવે હું શું કરું? એમ એક્લ્યા, તેને સૂરિએ કહ્યું કે —“ હે મેટા રાજા ! તુ` વિશેષ તપ કર, કેમકે જિનકલ્પી મુનિના નાયકે ( તીર્થંકરે ) તપવડે નિકાચિત ક`ના પણ ક્ષય જોયા છે. ’ ત્યારે પ્રકૃષ્ટ તપવડે નાશ પામેલા કાઢની વ્યાધિવાળા પૂર્વ કહેલા પુરુષના હૃષ્ટાંતને વિચારતા રાજા પેાતાના પુત્રને રાજ્યનુ અણુ કરીને ગુરુએ ઉપદેશ કરેલા વિધિવર્ડ નિક્ષેપ રહિત ( નિરંતર ) ઘરની પાસે રહેલી પૌષધશાળામાં નિવાસ કરીને પૂર્વ કહેલાં રાગને સંભવ થયા છતાં પણ ચિત્તમાં હ્યેાભ પામ્યા વિના તેવી રીતે કાઇ પણ પ્રકારે રહ્યો, કે પ્રકારે તેવા પ્રકારના કિલષ્ટ કર્મીને ખપાવીને સૌધર્મ દેવલાકમાં દેવપણાને પામ્યા.