________________
ધનદેવના દર્શનથી ત્રિભુવનદેવીનું કામ પીડિત બનવું.
[ ૪૧૩]
કરીને રાજાના અંતઃપુરને વિષે પણ પ્રાપ્ત થઈ, તેથી કૌતુક વડે આકુળ થયેલી તે (રાણ) વિચારવા લાગી કે-“તેને શી રીતે ?” પછી એક વખત વસંત ઋતુ આવ્યો તે વખતે કામદેવના મંદિરમાં યાત્રા પ્રારંભી, ઊંચી વેત વિજય પતાકાવાળું અને સુશોભિત રાજમાર્ગવાળું નગર કર્યું, તથા ઠેકાણે ઠેકાણે મને હર અને સારા નેપચ્ય(વેષ)વાળી નગરની સ્ત્રીઓની ચર્ચરી પ્રવતીં. તેવામાં તે નગરના રાજા કામપાળ અંતઃપુરમાં પ્રધાન ત્રિભુવનદેવી નામની અંત:પુરીને (રાણીને) પ્રશ્નને ઉત્તર આપવાવડે સંતોષ પામવાથી વરદાન આપવા તત્પર થયે. તેને દેવીએ કહ્યું કે-“હે દેવ ! તમારા ચરણકમળને પ્રસાદ હોવાથી કોઈ પણ માગવાનું નથી. માત્ર કોઈ પણ વખત આ વસંત ઋતુને મહત્સવ જોયે નથી, તથા નગરના વિક, ચતુષ્ક, ચશ્ચર, ભવન, વિયન અને વનને વિભાગ જે નથી, તેથી પ્રસાદ કરીને તે જોવા માટે અંતઃપુરી જનને રજા આપે.” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું. ત્યારે અંતઃપુરીને જન ઈચ્છા પ્રમાણે જવાનું પામીને, શ્રેષ્ઠ શૃંગાર સજીને, પાલખીમાં બેસીને તથા મહલય (વૃદ્ધ) વિગેરે પાસેના જનેથી પરિવરીને રાજભવનમાંથી નીકળ્યો, અને નગરીને મળે ત્રિક, ચતુષ્ક વિગેરે જઈને બહાર જતે જેતે વનાદિકમાં ગયો. અને તે ધર્મદેવ રથમાં બેસીને પુરુષના પરિવાર સહિત તે વખતે મિત્ર જનની સાથે ક્રોડા કરતું હતું, તેને અંતઃપુરે છે, અને સંજામવડે ભરેલા નેત્રવાળી રાજાની રાણી ત્રિભુવન દેવીએ વિશેષે કરીને જે તેના રૂપ અને લાવવડે હૃદયમાં હર્ષ પામેલી તેણીએ વિચાર્યું કે-“સારી કાંતિવાળા અને નિરૂપમ રૂપવાળા અનેક મનુષ્ય જોવામાં આવે છે, પરંતુ આવા લાવણ્યવડે સંપૂર્ણ સર્વ અંગે વડે સુંદર મનુષ્યો જોવામાં આવતા નથી. હું માનું છું કેવિધાતાએ આ પૃથ્વી ઉપર આવા પ્રકારનો બીજો કોઈ મનુષ્ય કર્યો નથી. જે તે મનુષ્ય હોય, તે લેકે તેને જુએ, સાંભળે અને કીર્તન કરે.” આ પ્રમાણે પૂર્વની પ્રસિદ્ધિના વશથી પણ તે રાણી ચિત્તમાં અનુરાગવાળી હતી અને તેના પ્રત્યક્ષ દર્શન થવાથી વિશેષ અનુરાગવાળી થઈ. પછી વૃદ્ધ વિગેરે પરિજનથી શંકા પામવાથી આકારનો સંવર કરીને અંતઃપુરી જનથી પરિવરેલી તે તે પ્રદેશોમાં ઈચ્છા પ્રમાણે વિચરીને પાછી વળી, અને શરીર માત્રવડે કરીને પિતાના ભવનમાં પેઠી પણ ચિત્તવડે પેઠી નહીં. ત્યાં રણરણ શબ્દવડે વ્યાકુળ હૃદયવાળી તે એક તરફ તેના સ્વરૂપના અતિરેકને પ્રકર્ષ અને બીજી તરફ રાજાને ભય, એક તરફ કામદેવને મોટો સંતાપ અને બીજી તરફ લજજાને અતિરેક, એક તરફ મર્યાદાના ઉલંઘનને અપવાદ અને બીજી તરફ દુખે કરીને ઓળંગાય તેવો કામદેવના બાણનો પ્રહાર, આ પ્રમાણે લાયમાન મનવાળી તે ડાબા હસ્તકમળ ઉપર મુખને સ્થાપના કરીને નેત્રના વિક્ષેપ રહિત રહેવા લાગી. પછી તેવી રીતે રહેલી તેને પ્રિયંકરા નામની દાસીએ જોઈ, અને કહ્યું કે-“હે દેવી ! એકદમ જાણે આવા પ્રકારની દુર્થી અવસ્થાને પામેલી હોય તેવી તું કેમ દેખાય છે? તેનું કારણ કહે.” દેવીએ કહ્યું કે-“હું કાંઈ પણ દુર્થી અવસ્થાને પામી નથી.