________________
-
-
~
~-
~
-
-
--
-
- --
-
[ ૨૫૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો :
તેથી હવે સનેહને પ્રબંધ દૂર કરીને મારા સદ્ધર્મના કાર્યની સહાય અંગીકાર કરે. બાકીના કાર્યો પર્યાપ્ત (સમાપ્ત) થયું. મારું કાંઈ પણ સુકૃત છે, તેથી તમારે ઉપદેશ સાંભળીને તરત જ મારી બુદ્ધિ સાવધ કાર્યને ત્યાગ કરવામાં સજજ(તત્પર) થઈ. આ પ્રમાણે પિતાને સ્થિર કરીને, પ્રેમી સીજનની અવગણના કરીને સંવિન ચિત્તવાળે તથા માન અને શોક રહિત તે બહાર નીકળે. “ત્યારપછી હું પહેલે, હું પહેલો” એમ બોલીને નમસ્કાર કરતા ખેચરોના મણિમય મુગટેના ઉજજવળ માણિક્ય વડે જેના ચરણ કમળની પૂજા થઈ છે એ તે અનંતક, રાજર્ષિકુમાર નગરના લકેવડે પ્રશંસા કરાતા, માગધના સમૂહવડે સ્તુતિ કરતે, મંત્રી અને સામત વડે પૂજા કરાતે તથા પ્રકૃતિ વર્ગ વડે આદરપૂર્વક જેવા તે કુમાર ગુણશીલ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુણશેખર નામના સૂરિને જોયા. તેની પાસે ફરીથી સંયમના ઉદ્યોતને પામે. સૂત્રને અને અર્થને સારી રીતે ભણતે તે ગુરુની સાથે ગ્રામ અને આકારાદિકને વિષે વિહાર કરવા લાગ્યો. કાળના ક્રમ કરીને તે ધૃતરૂપી સાગરને પારગામી થયા. વિશેષ પ્રકારના (ઉત્તમ) તપ વિશેષવડે પૂર્વે કરેલા પાપરૂપી જળાશયને સુકવી નાંખનારા તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી વિવિધ પ્રકારની શંકાના સમૂહને નાશ કરતા તેને ગુરુએ સૂરિની પદવી આપી. પછી બીજા પ્રજનની અપેક્ષા રહિત, માત્ર ભવ્ય લોકના ઉપકારની અપેક્ષા કરતે, ઘણા સાધુના સમૂહવડે યુક્ત, હાથીની જેમ નિરંતર સૂત્રદાનના વરસાદને વરસતે, વરસાદના વ્યયવડે પણ શ્રતરૂપી ધનને ક્ષય નહીં પમાડતો, ધનવાન લેક, મંત્રી અને સામંતવડે સેવાતા ચરણકમળવાળે, કમળની જેમ પ્રતિબંધ(’ આગ્રહ )રૂપી પંકવડે નહીં લેપાત, અને કેઈન વડે પણ પરાભવને નહીં પામતે તે વિહારની પરિપાટી(અનુક્રમ) વડે ગગનવલલભ નગરમાં આવે. ત્રિક, ચતુષ્ક અને ચૌટામાં તેના આગમનની વાર્તા પ્રસરી. તથા મહાગ રાજપુત્રે વિશેષથી તે વાર્તા જાણી. પછી અત્યંત આશ્ચર્ય પામીને તે વિચાર કરવા લાગ્યો કે-“અહો!, મોટું આશ્ચર્ય જુએ, કે જેથી આવા પ્રકારના મહાપાપી માણસે પણ આવા પ્રકારની સારા સાધુની પદવીને પામે છે, અને આગળ આગળ ગુણરૂપી ગુણના શિખર ઉપર ચડે છે, તથા હરિહરાદિક પણું દુઃખે કરીને નિગ્રહ કરી શકે તેવા મોહરૂપી ધાને જીતે છે.
સંસારના સ્વરૂપની જેવા ગહન( ગાઢ ) તથા દ્રવ્યાદિક જૂદા જૂદા કારણેની અપેક્ષાવડે ઘણા વિભાગવાળા કર્મપરિણામના વિલાસને કેણ જાણી શકે? દરેક સમયે ભાવનું પરિવર્તન જોવામાં આવે છે તેથી તે જ એકાંતે કરીને આ ભવ્ય છે અથવા ઇતર(અભવ્ય) છે, એમ કહી શકાય નહીં. સન્માર્ગમાં રહેલા પ્રાણી તે સન્માર્ગમાં જ વિશેષ ઉદ્યમ કરે છે, અને ઉન્માર્ગે રહેલે પ્રાણ સન્માર્ગનું સ્મરણ કરે તે અતિ દુષ્કર છે, તેથી સર્વ પ્રકારે તે મહાત્મા સામાન્ય ગુણવાન નથી કે જે મહાત્મા આ પ્રમાણે
૧. સૂત્રરૂપી મદના.