________________
|
મારા પિતાએ આપેલ બોધ અને તેઓએ લીધેલ પ્રત્રજ્યા.
૩૪૩]
સર્વ બાહ્ય વિકારને સંવર કરીને, સલીન (એકાગ્ર મનવાળો) થઈને તથા મધ્યસ્થપણાનું અવલંબન કરીને મોટા મુનિની જેમ વર્તવા લાગ્યા. તે પ્રમાણે વર્તતા તેના ઘણા વર્ષો ગયા. ત્યાર પછી તેની પ્રવૃત્તિ વડે પિતા વિગેરે માણસો રાજી થયા. પછી કઈક દિવસ શ્યામા નામના તપસ્વી સાધુ ત્યાં આવ્યા. તેને વાંદવા માટે મારા પિતા તથા નગરના લેકે ગયા.
ત્યાં મુનિએ પ્રાણીવધ, અસત્ય, ચોરી અને કામ(મિથુન)ને ત્યાગ જેમાં પ્રધાન છે એ સર્વશે કહેલે ધર્મ વિસ્તારથી કદો. અત્યંત ક્ષમાના સારવાળે, દયાની પ્રધાનતાવાળો અને દેષરહિત, મિથ્યાત્વનો ત્યાગ, ઉદ્યમથી થયેલા વિશુદ્ધ પરિણામવાળો એ ધર્મ કહ્યો. આવા ધર્મથી રહિત અને ઘણા પ્રમાદવાળા જીવોને ઘણા પ્રકારે આ વિકટ ભવાટવીરૂપી કડાઈમાં ભમવાનું જરા પણ વિરામ પામતું નથી. આ પ્રકારના ધર્મના વિધાનથી રહિત ચિત્તવાળો જે મનુષ્ય આ જગતમાં મનવાંછિતને માગે છે (ઈચ્છે છે) તે મોટો મૂર્ખ છે એમ હું માનું છું. જેમ ઉખર ભૂમિને વિષે કોઈ માણસ સારા ચેખાને વાવીને તે ચેખાને પામવા ઈચ્છે છે, તેમ ધર્મકર્મમાં વિમુખ થયેલ જીવ હૃદયમાં છેલા સુખને માગે છે. અથવા તે જેમ હૃદયને વિષે પ્રયત્નના (પુરુષાર્થના) કાર્યમાં ઉદ્યમવાળો થયેલે પણ માણસ ગતિ ( ગમન) રહિત હોય તે ઈચ્છિત દિશાને પામતો નથી, તેમ ધર્મ રહિત જીવ પણ ઈચ્છિતને પામતો નથી. આ પ્રમાણે હૃદયમાં વિચારીને આ જીવલેકને વિષે સુખને માગનારા (ઈચ્છનારા) સર્વ જીવોએ પ્રથમ ધર્મને ઉદ્યમ કરે. તથા જે કઈ ઘર, ધન અને સ્વજન વિગેરે વિષયવાળા મનના વિક્ષેપ છે, તે પણ પરમાર્થના વિચારવડે અત્યંત નિઃસાર છે. ઘણી વાર સંસારમાં ભમતા અને પરસ્પર પુત્ર પિતા વિગેરે રૂપવડે વર્તતા કે કોણ સ્વજન છે? ઘર, દ્રવ્ય વિગેરે જે પદાર્થો છે, તેના વડે આપત્તિમાં પડેલે પ્રાણુ કેઈ પણ પ્રકારે થોડા પણ ઉપકારને પામતું નથી. આથી કરીને જ ધીર પુરુષ સૂક્ષમ બુદ્ધિવડે સંસારનું અસુંદર સ્વરૂપ જાણીને સમગ્ર સંગનો ત્યાગ કરીને સાધુ થયા છે. ” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને મહાભાગ્યવાન મારા પિતા સાધુને નમીને, હૃદયને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ઘેર જઈને તરત સર્વ સ્વજનેને બોલાવીને કહ્યું કે-“હવે મારી બુદ્ધિ નિઃસંગવાળી થઈ છે, તેથી પૂર્વે મેં ગર્વવડે, પ્રમાદવડે, હાસ્ય વડે અથવા રોષવડે કાંઈ પણ અપરાધ કર્યો હોય, તે તમારે ક્ષમા કરે. આ મારા પુત્રે પરસ્પર કાંઈ પણ પ્રીતિવાળા અથવા સારું શીખેલા નથી, તેમને સારી રીતે શિખામણ આપીને ન્યાય માર્ગમાં સ્થાપન કરવા.” મને પણ પિતાએ એકાંતમાં કહ્યું કે-“હે વત્સ ! આ નાનાભાઈની સાથે જરા પણ અંગમને તું કરીશ નહીં.” આ પ્રમાણે શિખામણ આપીને, અને કહીને તથા સર્વ જનને ખમાવીને સ્પામાર્ય સાધુની પાસે મારા પિતા ચારિત્રવાળા થયા. ત્યાર પછી તપ, વિનય, જ્ઞાન, દર્શન અને સંયમના વ્યાપારમાં આસક્ત મનના