Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 499
________________ [ ૭૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : થયો ત્યારે રાજાએ વામદેવ નામના મંત્રીને પૂછ્યું કે-“શું આ નગરને વિષે મનહર જ્ઞાનના અવલોકનવાળા કોઈ સારા તપસ્વી છે કે નહીં ?” મંત્રીએ કહ્યું કે “હે દેવ! ભવસમુદ્રમાં પડતા પ્રાણીઓને હસ્તાવલંબન આપનારા તથા શ્રતરૂપી મકરંદ(મધ)ના અભિલાષી શિષ્યરૂપી ભમરાના સમૂહને કદંબ વૃક્ષ સમાન ભગવાન જંબુનાગ નામના સૂરિ હમણાં જ આવ્યા છે.” તે સાંભળીને હર્ષના સમૂહથી ભરપૂર હૃદયવાળે રાજા મંત્રીને પારિતોષિક આપીને ભ્રકુટિ નાંખવા માત્રમાં જ તૈયાર કરેલા હાથી ઉપર ચડીને કેટલાક પ્રધાન લોક સહિત તે સૂરિને વંદન કરવા ગયે. બહારથી જ રાજચિહ્નને ત્યાગ કરીને વ્યાખ્યાનભૂમિના પ્રદેશમાં પેઠો. મોટા વિનયવડે ગુરુના ચરણમાં પડ્યો. ગુરુએ તેને આશીર્વાદ આપે. પછી તે ઉચિત આસને બેઠો. ગુરુએ પણ ધર્મકથા પ્રારંભી. આ અવસરે કઢથી નાશ પામેલા (વ્યાપ્ત) શરીરવાળો, અનેક છિદ્રોના મુખમાંથી નીકળતા પરથી મિશ્ર કૃમિના સમૂહથી કાયાની કિલામનાને પામેલે, પ્રબળ વાયુના ક્ષેભથી કટિતટને મરડત, તિમિરાદિક રોગ વડે હણાયેલા નેત્રના વ્યાપારવાળા તથા વારંવાર પિતાના આત્માને દુર્વચને વડે આક્રોશ કરત કેઇ એક પુરુષ લેક પાસેથી અતિશય જ્ઞાનવાળા ગુરુનું આગમન સાંભળીને પિતાના દુષ્કર્મને પૂછવાનું મન થવાથી (પૂછવા માટે) સભામાં પેઠો. મુનિ પતિના ચરણમાં પડ્યો. તે વખતે “અહો ! રોગની ખાણરૂપ આ પુરુષ ભગવાનને શું પૂછશે ?” એમ જાણીને કૌતુકવડે તેમાં જ આપેલી એક દષ્ટિવાળા લેકે ઉપગવાળા થયા. અને તે પુરુષ શેકના વશથી નીકળતા અથજળવડે વ્યાસ લેનવાળો થઈને ગુરુને પૂછવા લાગ્યા કે-“હે ભગવાન! ચિરકાળથી વિશિષ્ટ જ્ઞાનીના માર્ગનું અવલોકન કરતા મેં આટલા ચિરકાળ સુધી કોઈ પણ ઠેકાણે તેવા કોઈને જોયા કે સાંભળ્યા નથી. અને હમણાં મારા કોઈ શુભ ઉદયવડે તમે અહીં પ્રાપ્ત થયા છે, તેથી મારા ઉપર કરુણા કરીને કહે, કે-પૂર્વકાળે મેં શું દુષ્કર્મ કર્યું છે કે જેથી જન્મથી આરંભીને જ મને દુઃખને સમૂહ પ્રાપ્ત થયે ?” ત્યારે અવધિજ્ઞાનવડે તેના પૂર્વભવને જાણીને ભગવાને કહ્યું કે-“હે ભદ્ર! તું સાંભળ. મરહદૃ દેશમાં કેશંબ નામનું ગામ છે. ત્યાં શંખ નામને વણિફ હતા. તે મોર, ભારંડ, કારડ, બક, કાકડા, કત, કકિંજલ, શુક અને સારિકા વિગેરે પક્ષીના સમૂહના ઇંડાં કર્મકર માણસો પાસે મંગાવીને કેટલાંક (ઇડ) કાચાં, કેટલાંક પાકાં અને કેટલાંક ભડથારૂપ કરીને વેચતે હવે, તથા બીજા હરણ, વરાહ, રૂરૂ, ગેરહર, ગે અને ગવચના માંસ સારી રીતે સંદરકારવાળા કરીને તેના અથી લેકેને આપતો હતો. આવા પ્રકારના અત્યંત અધમ કવડે વૃત્તિ (આજીવિકા)ને કરતે તે કાળનું નિગમન કરતો હતો. તેથી તેણે પાપને માટે સમૂહ ઉપાર્જન કર્યો. તે પાપના ભારવાળો થવાથી તે ભાવમાં પણ મેટા રેગના સમૂહવડે ૧ ના વાછડે.

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574