________________
રાજાને વેતાલને ઉપદ્રવ અને ક્ષેત્રપાલે કરેલ રક્ષણ
૩૯૯ ]
કાપેલા શાર્દૂલના ચર્મરૂપી વાવડે ઢાંકેલા સુષ્ક કટિતટવાળા, તાલવૃક્ષને અનુકરણ કરનાર (જેવા) મેટા અને માંસ રુધિર રહિત બે જંઘાવાળે, નિષાદના સરખા ચરણતલવાળે, સે કાકીડાવડે બનાવેલી વનમાળાના આભરણવાળો, નળીયાવડે કરેલ કર્ણપૂરવાળો, (કાનના આભૂષણવાળો), દરેક ક્ષણે કહ કહ એમ કહીને હાસ્ય કરતે, દરેક ક્ષણે કરતાલને વગાડવાપૂર્વક નૃત્ય કરતો, એક હાથમાં યમરાજની ભ્રકુટિના જેવી કુટિલ કત્રિકા( છરી-કાતર)ને ધારણ કરતો અને બીજા હાથમાં મડદાને ધારણ કરતે. તથા પૂર્વ ભવના વેરને વહન કરતે એક વેતાલ તે પ્રદેશમાં આવ્યું, અને કહેવા લાગ્યું કે
રે! રે ! જે તું ચિરકાળ સુધી જીવવા ઈચ્છતા હોય, તો પ્રારંભેલા આ તપવિશેષને જલદી ત્યાગ કર અને મારા ચરણમાં પ્રણામ કર, નહીં તો જેમ આ દઈને હણીને મેં મારા હસ્તરૂપી કેટર(ગુફા)માં રાખે છે તેમ હે ભદ્ર ! મારા વચનને નહીં કરે તે તને પણ રાખવું પડશે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ એટલામાં તે રાજા સદ્ધર્મના ધ્યાનથી ચલાયમાન નથી થતો, તેટલામાં તે વેતાલ અત્યંત કપ પામ્યો. પછી મોટી ફણાવડે ઉગ્ર સર્પ, મોટા સિંહ અને મદોન્મત્ત હાથીવડે તથા જળ અને અગ્નિવડે તેની કદર્થના કરી, તે પણ અચળ મનવાળા તેને જાણીને તે રાજાને હસ્તસંપુટવડે ઉપાડીને વિરૂય, હરિ, હરણ, શરમ, કરિ અને કોલવડે ભયંકર સમુદ્રને કાંઠા ઉપર નાંખે. અને કહ્યું કે-“અરે ! તું જે અહીં પ્રાપ્ત થયા છતાં પણ મારું વચન નહીં કરે તે, હું તને અવશ્ય યમરાજને ઘેર મેકલીશ.” આ પ્રમાણે મોટા સંરંભવડે વારંવાર બેલા , મોટા કેપના વેગથી દાંતવડે છપુટને ડશો (કરડત) અને લાંબી કરેલ એક વામપ્રમાણ હાથીના અંકુશના આકારવાળી દાઢાવડે દુખેય મુખરૂપી કંદરાવાળે તે થયા, અને ધર્મ ક્રિયાથી જરા પણ ચલાયમાન નહીં થયેલા તે રાજાને જોઈને તેને મારી નાંખવા માટે • જેટલામાં તે તીક્ષણ કત્રિકારૂપી શસ્ત્રને ઊંચું કરીને દોડ્યો, તેટલામાં તે રાજાના સત્વથી
તુષ્ટમાન થયેલા તે પ્રદેશના ક્ષેત્રપાળે તેને બાહુરૂપી પરિઘ(ભેગળ)માં પકડ્યો, અને કહ્યું કે-બરે ! રે ! અધમ વ્યંતર ! અધમ ચેષ્ટાવાળા ! મર્યાદા રહિત ! સાર રહિત ! અને તે નિર્ભાગ્ય ! આવા પ્રકારના પુરુષરનને મારી પૃથ્વીના પ્રદેશને વિષે તું અવશ્ય રહીશ નહીં, તેથી મારા નેત્રના માર્ગથી ચાલ્યા જા.” આ પ્રમાણે આક્ષેપૂર્વક તેણે તિરસ્કાર કરેલો તે વેતાલ નાસી ગયે. આ અવસરે રાત્રિ પ્રભાતરૂપ થઈ ત્યારે રાજાએ કાયોત્સર્ગ પાર્યો, અને પૌષધન વિધિ સમાપ્ત કર્યો. પછી વૃક્ષની નીચે બેઠેલા ક્ષેત્રપાળે કહ્યું કે-“હે મોટા રાજા ! અસમાન સત્વરૂપી ધનવાળા તારી જેવાને પણ આવા પ્રકારની આપદાઓ આવી પડે છે તે મોટું આશ્ચર્ય છે. તથા વળી–
ભલે ગ્રહો પીડા કરે, આપત્તિઓ આવી પડે અને વ્યાધિઓ ઉત્પન્ન થાય, તે બાબતમાં પાપમાં આસક્ત થયેલા પ્રાણીઓને કાંઈ પણ વિરમય નથી, પરંતુ સદ્ધર્મના ' નિધાનરૂપ તથા સત્ય, શૌચ અને સુશીલતા વિગેરેવડે યુક્ત તારી જેવાને પણ જો આવી