________________
[ ૩૯૮ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ૫ મે ?
તપવડે સાધ્ય થાય છે. કેમકે તપ દુરતિક્રમ છે. તે તપવડે જ પૂર્વે કરેલા દુષ્કતને નાશ થાય છે. અહ! જિનેશ્વરેએ તે તપ વ્યાધિને મથન કરનારું મોટું ઔષધ જેવું છે.” આ પ્રમાણે વિચારતે રાજા કોતકથી તે પુરુષની સમીપે ગયે, તે રાજાની સન્મુખ ઊભે થયે, અને પ્રમોદના વશથી વિકવર લેચનવાળા તેણે તેના કુશળ સમાચાર પૂછયા. ત્યારે હસ્તનું સંપુટ (બે હાથ) જોડીને રાજાએ આદરથી તેને કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! તારા કુશળ વૃત્તાંતની પૃચ્છા કરવી એગ્ય છે, કે જે તું તેવા પ્રકારના મોટા વ્યાધિવડે વ્યાસ શરીરવાળો હોવા છતાં પણ આવા પ્રકારની કામદેવની જેવી દેહભાને પામે છે.” તે સાંભળીને ગુરુનું સ્મરણ થવાથી આનંદવડે ઝરતા અને પૂરવડે પૂર્ણ થયેલાં નેત્રવાળા તેણે તેને કહ્યું કે “ભાગ્યહીન છતાં પણ, પાપપ્રકૃતિના પ્રકર્ષવડે દુર કુષ્ટાદિક વ્યાધિવડે વ્યાપ્ત છતાં પણ, દારિદ્વવાળા છતાં પણ, વિજ્ઞાન અને જ્ઞાન રહિત છતાં પણ, વિશિષ્ટ (સારા) લેકથી બાહા છતાં પણ અને મેટી નિંદવાલાયક દશાને પામ્યા છતાં પણ જે ગુરુના મુખકમળમાંથી નીકળેલા રમણીય સારા ઉપદેશના વશથી સર્વ વ્યાધિ રહિત થઈને આવા શરીરવાળે, મનુષ્ય અને દેવને પૂજવા લાયક હું વર્તુ , તે મુનિરાજ ગુરુને હું હંમેશાં નમું છું.” રાજાએ કહ્યું-“આ એમ જ છે. તું ધન્ય છે, કે જે તારે ગુરુને વિષે આવા પ્રકારને પક્ષપાત છે. તેથી શીધ્રપણે તારા હસ્તતળના વિષયવાળી મેલામી છે.” ત્યારે તેણે કહ્યું કે-“હે મેટા રાજા ! તે એમ જ છે. ગુરુના ચરણરૂપી કલ્પ વૃક્ષને શું અસાધ્ય છે ?” પછી પરસ્પર વાત કરવાવડે એક ક્ષણ નિર્ગમન કરીને રાજા પિતાને ઘેર ગયે. અને ત્યાં તપના અચિંત્ય માહાઓને વારંવાર વિચાર કરતો તે અંગીકાર કરેલા અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને વિષે વિશેષે કરીને અતિચારના પરિહારમાં તત્પર થયો. પ્રત્યય (વિશ્વાસ) ઉત્પન્ન થવાથી વચ્ચે વચ્ચે શક્તિ પ્રમાણે તપકર્મને વિષે વર્તવા લાગે. એક વખત ચાતુમોસિક પર્વને દિવસે આહાર, શરીરસત્કાર અને પાંચ વિષયના ત્યાગવાળા સર્વ વ્યાપારના ત્યાગરૂપ પૌષધને અંગીકાર કરી રાત્રિએ રાજા ભવન(મહેલ)ના એક ભૂમિભાગમાં જઈને ધર્મધ્યાનમાં સ્થાપન કરેલા નિશ્ચળ મનવાળ જેટલામાં રહે છે, તેટલામાં અત્યંત ભયંકર મેશ અને મેઘના સમૂહ જેવા શ્યામ શરીરવાળો, અત્યંત ફરકતા ફણાના મણિની કાંતિવડે ભયંકર સર્ષવડે બાંધેલી મસ્તકની કેશજટાવાળે, મારવાડના કૂવા જેવા (ઊંડા) નેત્રવાળે, લાંબી કાષ્ઠની લાકડીને છેડે રાખેલા સુકા અને નાના તુંબડાની જેવા અતિ લાંબી ગ્રીવાના અગ્ર ભાગમાં લાગેલા માંસ અને રુધિર રહિત મસ્તકમંડળને ધારણ કરતે, મડદાના વક્ષસ્થળમાં રૂંધાયેલા પશુના આંતરામાં રહેલ ભયંકર નાસિકામાંથી મૂકેલા કુત્કારના વાયુના નીકળવાવડે જાણે કપરૂપી અગ્નિને ઉછાળતો હોય તે, અત્યંત ગંભીર નાભિના વિવર( છિદ્ર)માં શબ્દ સહિત પ્રવેશ કરતા ઘુવડના આડંબરવડે દુઃખે કરીને જોઈ શકાય તેવો, તે જ વખતે
૧ ઉલંધન ન કરાય તેવું.