________________
છે .
જયવરાહ રાજવીની ધર્મભાવના અને જંબુનાગરિએ તેને કહેલ પૂર્વભવ. [ ૩૯૩ ]
| સર્વ દ્વીપ અને સમુદ્રની મધ્યે રહેલા જંબુદ્વીપના દક્ષિણાઈ ભરતક્ષેત્રની પૃથ્વીના વિસ્તારનું ભૂષણરૂપ તથા ભૂત, પિશાચ વિગેરે પીડા રહિત જયપુર નામનું નગર છે. તેમાં ગુણરૂપી રત્નોના સમુદ્રરૂપ, નીતિશાસ્ત્રના સ્થાનરૂપ અને સર્વ રાજાઓમાં પ્રધાન (મુખ્ય) જયવરાહ નામનો રાજા છે. તેને શિવા નામની ભાર્યા (રાણી) અને ભવનવરાહ નામે પુત્ર છે. તે સર્વે પોતપોતાના કાર્યમાં ઉદ્યમી થઈને દિવસે નિર્ગમન કરે છે. એક વખત તે રાજા પાછલી રાત્રિએ જાગે અને વિચારવા લાગે, કે-“અહા ! હવે અમારે શી રીતે રહેવું ? કે જે અમે નિરંતર પાપ કરવામાં ઉદ્યમવાળા, અપરિમિત આરંભ અને પરિગ્રહવાળા, અનેક પ્રાણીઓના સમૂહને ઘાત કરવામાં તત્પર અને બીજાને સંતાપ કરનારા છીએ. તથા વળી કદાપિ (કેઈક વખત) હાથી, અશ્વ અને પદાતિની ચિંતાના સમૂહને સંતાપવડે, કદાપિ મોટા ભયંકર કામદેવના ધનુષ્યકાંડવડે ખંડિત થયેલા વિવેકના વિલાસવાળા ઇદ્રિના પરવશપણીવડે, કદાપિ મોટા પિશાચ જેવા કષાયના અધિકપણાના વશથી ઉલાસ પામતી મલિનતાવડે, તથા કદાપિ બીજા બીજા મંડલેશ્વર(રાજા)ની લક્ષમીના વિસ્તાર(સમૂહ)ને હરણ કરવાની ઈચ્છાના વિચારવડે ક્ષણે ક્ષણે પરાભવ પામતા અમેં જરા પણ સુખે રહેવા પામતા નથી. પરાકના હિતને માટે તૈયાર થયા છતાં પણું એક મુહુર્ત માત્ર પણ મનને નિરોધ કરવાને શક્તિમાન થતા નથી, તથા રાગદ્વેષરૂપી મોટા પવનવડે તેવી રીતે કઈ પણ પ્રકારે ફેંકાઈએ છીએ કે જે પ્રકારે, કઈ પણ રીતે પોતાના સ્થાનને પામતા નથી. આ પ્રમાણે વળી સંસારમાં ઉત્પન્ન થતા અત્યંત ભયંકર અને તીર્ણ દુઃખો શાસ્ત્રને વિષે સંભળાય છે, અને અમે તે સંસારને અત્યંત વધારનારા પાપને વિષે આસક્ત ચિત્તવાળા થયા છીએ. કટુક વિપાકવાળા અને
અનિષ્ટના કારણરૂપ તથા પ્રકારના પા૫સ્થાનકના દુવિલાસને જાણતા છતાં પણ તેને ત્યાગ " કરીને ધર્મના ગુણને વિષે અમે રમતા નથી. અરે રે! મોટા દુઃખને કરનાર મોહ વિષમ છે. સમગ્ર જગતને હું ભંગુર જાણું છું, આ જગતમાં સમગ્ર સુખને પણ તુચ્છ માનું છું, ઇદ્રિના સમૂહને પણ પિતાના કાર્યમાં સજજ થયેલા જેઉં , તે પણ મારી મતિ પાપથી વિરામ પામતી નથી. નિરંતર ધમર્થને સાધન કરનારી મારી મતિ નાની છે, અને ગૃહાદિક પાપ પ્રજનની મતિ મોટી છે. આ પ્રમાણે હેવાથી દુઃખરૂપી જળથી ભરેલા આ સંસારસમુદ્રને મારે શી રીતે ઓળંગ?આ પ્રમાણે તત્વના અવલેકન( જેવા)માં રાજાને સજ્ઞાનરૂપી નેત્ર સ્થાપન થયા ત્યારે પ્રભાતકાળના વાજિંત્ર વાગવા લાગ્યા, તથા 'અહમહકિયાએ કરીને બોલતા બંદી અને વિંદાયના સમૂહનો શબ્દસંમર્દ ઉછળવા લાગ્યો. ત્યારે રાજા પ્રભાતનું કાર્ય કરીને સભામંડપમાં બેઠો. ત્યાં રાજકાર્યનું ચિંતવન કરીને સભામંડપમાં લેકનો પ્રચાર વિરલ (અ૫)
૧ હું પહેલો, હું પહેલા એમ.