________________
[૩પર ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે :
માં તેણે રૂપ જેવાથી જે વ્યાધિ સાધ્ય કે અસાધ્ય કહા હોય, તે તે જ પ્રમાણે નિચે પ્રાપ્ત થાય છે. તેના મહાઓને કહેનારા, આશ્ચર્યકારક, ભૂત, પિશાચ વિગેરેને નાશ કરવામાં પ્રવીણ અને અતિ ઘણ અતિશય દેખાય છે. તેથી હે દેવ ! કાળને પ્રાપ્ત થયેલા આ રોગને વૃત્તાંત તેને કહે, કે જેથી કદાચ દેવીને તેનાથી પણ ઉપચાર પ્રાપ્ત થાય.” આ પ્રમાણે તેના વચનને સમ્યફ પ્રકારે અંગીકાર કરીને રાજાએ પ્રધાન પુરુષને મોકલીને તે ભૈરવને બોલાવ્યો તે કદા પછી તરત જ આવે. અપવેલા આસન ઉપર તે આશીવાદ આપવાપૂર્વક બેઠો. રાજાએ તેની સાથે આદર સહિત ભાષણ કર્યું અને કુશળ વાર્તા પૂછી. અને પછી ઉચિત સમયે પોતાના હસ્તકળને અંજળિ બાંધીને (બે હાથ જોડીને) રાજાએ તેને કહ્યું કે-“હે ભગવાન! મારા પર પ્રસાદ કરીને તમે વિચારે, કે દેવીના શરીરની નીરોગતા કેવી રીતે થશે?” ત્યારે ભેરવે કહ્યું કે- “હે મોટા રાજ! આ દેવીને જેવો વાયુનો પ્રવાહ છે, તેવા પ્રવાહવડે તેનું આરોગ્ય સંભવતું નથી.” રાજાએ કહ્યું-“હે ભગવાન! એ શી રીતે ?” ભૈરવે કહ્યું-“સાંભળે.-જે તરફ વાયુ વહેતે હેય, તે તરફ જે પ્રશ્ન કરનાર રહ્યો હોય, તે કાર્યની સિદ્ધિ જાણવી. અને તેનાથી અન્યથા પવન હોય, તે તે કાર્યને વિપયોસ (અસિદ્ધિ) જાણવો. ધાસના પ્રવેશને વિષે જીવવું હોય છે, અને તે શ્વાસના નીકળવાને વિષે મરણ જાણવું. વળી આતુર(રોગી)ના પ્રશ્નથી તરત જ ચંદ્ર (જમણા) વાયુને સંચાર હોય તે જીવે, અને સૂર્ય(ડાબે) વાયુને સંચાર હોય તો મરી જાય. પરંતુ વિશેષ એ કે-વાયુના પ્રવેશ વખતે કલેશ સહિત થાય. આ પ્રમાણે ચંદ્ર અને સૂર્યને વાયુના સંચારને વિષે ગુરુએ આવું ફળ કહ્યું છે.”, રાજાએ કહ્યું કે-“હા. એમ જ છે. પરંતુ વાત, પિત્ત, લેમ્પ અને પરિશ્રમ વિગેરે દેવડે જુદા પ્રકારે પણ વાયુનો સંચાર જ છે. અને તેમ હોવાથી આ લય સમ્યફ પ્રકારે જાતે નથી, તેથી દેવતાના વચનવડે દેવીના રેગના વિનાશ વિષે કાંઈક નિશ્ચય કરે.” ભેરવે કહ્યું કે-“ભલે એમ કરું.” પછી તેણે મંડળ આળેખ્યું. તેમાં સારા શરીરવાળી, નાના કરેલી, પહેરેલા વેત રેશમી વસ્ત્રવાળી અને ચંદનના રસવડે પૂજેલા (વ્યાપ્ત) અંગવાળી કુમારિકાને બેસાડી. અને મંત્રના સામર્થ્ય વડે આવેશ (પ્રવેશ) ગ્રહણ કરાવ્યું અને દેવતાવડે સંક્રમ કરાયેલી તે બોલવા લાગી ત્યારે રાજાએ પિતના હાથવડે કપૂર અને અગરૂના સારવાળો ધૂપને ઉદ્દગાર ઊંચે નાંખે. પછી કુમારીએ “ફુટ અક્ષરવડે જે પૂછવું હોય તે પૂછો.” એમ કહ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભગવતી ! પ્રસાદ કરીને તિલકસુંદરી દેવીની આરેગ્યતા કહે.” કુમારીએ કહ્યું કે-“હે મોટા રાજા! હવે દેવીનું ધર્મરૂપી ઔષધ કરે, કેમકે લાખે દેવતાઓ વડે પણ આરોગ્યતા કરી શકાય તેમ નથી.” ત્યારે રાજા તે જ વખતે વિલ અને મુખની શ્યામ કાંતિવાળો થયે, તથા તેના બને નેત્રો અશ્રુનાં જળવડે વ્યાપ્ત થયાં. તેને કુમારીએ કહ્યું કે-“હે મોટા રાજા! આ પ્રમાણે અન્ય જનને ઉચિત ધર્યનો ત્યાગ કરીને તમે કેમ વર્તે છે?-પૂર્વ ભવને વિષે રાગદ્વેષથી