________________
[ ૮૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ?
કર્યું. પછી કેઈક દિવસ પિતાનું થોડું આયુષ્ય જાણીને સૂરિએ સર્વ સાધુવર્ગની સાથે વિચાર કરીને જ્યદેવ મુનિને સૂરિપદે સ્થાપન કર્યો. પછી ગઇ અને ગણની અનુજ્ઞા કરીને કુતિકર્મ આપવાપૂર્વક વ્યાખ્યાન કરાવીને ગુરુએ તેને અનુશાસન કર્યું (ઉપદેશ આપે). તે આ પ્રમાણે–
સમગ્ર વરતુને પ્રગટ કરવામાં સૂર્ય જેવા અરિહંત અસ્ત પામ્યા ત્યારે તેમના ગણુધરે સન્માર્ગને દેખાડે છે. તે ગણધરની પદવી અનર્થ અમૂલ્ય) સંઘની સમક્ષ હમણાં તને આપી છે, તેથી તને કાંઈક ઉપદેશ અપાય છે. જેમ શંખને ઘેળો કરે એ વૃથા છે તેમ સમગ્ર શાસ્ત્રાર્થના સમુદ્રરૂપ તને ઉપદેશ આપવો તે વૃથા છે, તો પણ આ ક૬૫ (શાસ્ત્રને રિવાજ ) છે, તેથી તે દેષવાળું નથી. છત્રીશ ગુણરૂપી મોટા રોના રેહણાચળ અને ભવ્ય પ્રાણીઓના નેત્ર સમાન તું હે મહાયશવાન! હવે અનુયોગ કરવામાં યત્ન કરજે. અને તે પોતે યથાસ્થિત સામાચારીનું આચરણ કરજે, કેમકે ગુરુ યતનાવાળા ન હોય તે શિષે સારા ગુણમાં સજજ ન હોય. તું સુખના શીળવાળ થઈને પ્રમાદીપણાને અંગીકાર કરીશ નહીં. અન્યથા પિતાને અને બીજાને જલદીથી નાશ કરીશ. આ વિશે કેટલું માત્ર કહેવું? કે જે મંગુમ વિગેરે મોટા મૃતધરો પણ સુખશીલતાપણાએ કરીને કહુક વિષાકવાળા ફળને પામ્યા છે. આ પ્રમાણે નિરંતર સૂત્ર અને અર્થ આપવાવડે ઋણથી મુક્ત થવાય છે અને એ જ પ્રમાણે શિખ્યાદિક વંશ(પરંપરા નો અવિચ્છેદ થાય છે. આ સૂરિપદથી બીજા કેઈ પદને વિદ્વાને પ્રધાનપણે પ્રશંસા કરતા નથી ( કહેતા નથી.) અને બીજી કઈ ક્રિયાને સંસારને ઉછેદ કરનારી કહેતા નથી. ભવ્યજનેને સદ્ધર્મની દેશના પણ સમાન દષ્ટિથી કરવી, કેમકે જેમ પૂર્ણને વિષે તેમ તુચ્છને વિષે પણ કહેવું, ઈત્યાદિ શાસ્ત્રમાં કહ્યું છે. જેથી કરીને આચાર્યો ચિરકાળ સુધી પ્રવચનને ધારણ કરે છે, તેથી તેમણે ઉદ્યમી મનવડે નિરંતર સંઘનું કાર્ય ચિંતવવું જોઈએ. વગચ્છને વિષે અને પરગચ્છને વિષે સદા વિસંવાદને ભેદને) વજો . અને ભય રહિત થઈને સર્વને પ્રકાશ કરે. દેશ, ક્ષેત્ર, કાળ, પુરુષ અને પર્ષદાને સારી રીતે જાણીને વિધિ પ્રમાણે સૂત્ર, અર્થ અને તે બને આપવામાં પ્રવૃત્તિ કરવી. આવા પ્રકારના અર્થના જ્ઞાન રહિત ગુરુઓ અહિત વાણીને પણ બોલીને અથી એવા પણ ભવ્ય જીના અનર્થને કરે છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને જાણનારા અને વિષય પ્રમાણે સેવનારા, જિનેશ્વરના શાસ્ત્રને જાણનારા અને તેના હેતુને જાણનારા ગર્વ કરતા જ નથી. ઘણું શું કહેવું? જે પ્રમાણે પૂર્વ પુરુષને માર્ગ જરા પણ ગ્લાનિને પામે નહીં, પ્રમાદરૂપી ઘટ્ટને સમૂહ ઉન્માર્ગે ન પ્રવર્તે, ઉદ્યત વિહાર ખંડિત ન થાય, મમતા વૃદ્ધિ ન પામે, ઇંદ્ધિના સમૂહરૂપી અશ્વનું સૈન્ય અતિ ચંચળ ન થાય, સંયમ
૧ ધમની અથવા સત્રાની પ્રાર્થના કરનારા