Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 478
________________ પંચમ પ્રસ્તાવ. –ીત – • આ પ્રમાણે મોટા અર્થવાળું જગદગુરુનું તીર્થ પ્રવર્તનનું વર્ણન કરીને હવે તેનું જ મોક્ષગમનરૂપ ધર્મકથાને હું કહું છું. હવે તે મહાત્મા પાર્થ જિનેશ્વર અશ્વસેન વિગેરે પ્રધાન જનની અનુજ્ઞા લઈને સાધુના સમૂહથી પરિવરેલા (પ્રભુ) વિહારવડે આશ્રમપદથી બહાર નીકળ્યા. તેની આગળ પ્રવતેલ (ચાલેલ) પાંચ વર્ણન રત્ન વડે બનાવેલા ધર્મચક્ર વડે તેમને માર્ગ દેખાડવામાં આવે. તેના મસ્તક ઉપર આદર સહિત દે ધારણ કરેલા, મોટા પ્રમાણુવડે આકાશકમળની શંકાને કરનારા તથા મહાદેવના હાસ્ય અને હંસ જેવા ઉજવળ(ત) છત્રવડે શોભતા હતા, અનેક લઘુ પતાકા વડે શોભતા અને પ્રચંડ (મોટા) વજના દંડવડે ઊંચા મોટા દવજવડે દૂરથી જણાતા હતા. મોટા ફીણના ઢગલાને અનુસરનારા (ત) અને સુવર્ણના દંડવાળા તથા મનોહર બે ચામરવડે વીંઝાતા હતા. માખણની જેવા સુખ સ્પર્શવાળા અને અનુક્રમવડે માર્ગને અનુસરનારા નવ સવર્ણકમળને વિષે બે ચરણને સ્થાપન કરતા હતા. પ્રલય કાળના મેવની ગર્જના જેવા દેવોના હસ્તરૂપી કેણવડે વગાડેલા આકાશદુભિના શબ્દવડે રાગદ્વેષરૂપી મોટા શત્રુને વિજય પ્રગટ કરતા હતા. આકાશમાં ચાલતા મણિના પાદપીઠ સહિત સિંહાસન વડે મનહર સમૃદ્ધિને સમુદાય જણાવતા હતા, તથા દુષ્કર્મ કરનારા મનુષ્યની - ' જેમ માર્ગના કાંટાઓ નીચું મુખ કરીને રહેતા હતા. ભક્તજનની જેમ સારા શુકન પ્રદક્ષિણ (જમણુ) પ્રવર્તતા હતા, પ્રભુના અપ્રતિબદ્ધ વિહારથી રંજિત થયો હોય તેમ વાયુ અનુકૂળ વાત હતો, મેક્ષરૂપી મોટા ફળને આપવાના અભાવથી જાણે જીતાયા હોય તેમ વૃક્ષો નમતા હતા, ચાર પ્રકારના દેવનિકા જાણે અતિશયના સમૂહના અભિલાષવડે હેય તેમ તરફ પરિવર્યા હતા, અને જાણે આનંદના જળ હોય તેમ આકાશમાંથી ગધેરક પડતા હતા. આ રીતે, ગામ, નગર અને આકર વિગેરેને વિષે વિચરતા, દક્ષિ, મારિ, ડમર અને અવૃષ્ટિ વિગેરે મનુના દુઃખના સમૂહને પિતાના માહાત્મય વડે દૂર કરતા, દરેક નિવાસસ્થાનને વિષે ભવ્ય પ્રાણીઓના સમૂહને પ્રતિબધ કરતા, તથા પ્રસેનજિત અને કરકંડું વિગેરે રાજાના સમૂહને ધર્મમાર્ગમાં સ્થાપન કરતા તે પ્રભુ મથુરા નગરી પહોંચ્યા, જે નગરી કેવી છે ? (તે કહે છે.) ૧. વીણા વગાડવાને હાથે.

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574