________________
[ ૩૬૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૪ :
કિરણોના સમૂહવડે અંધકારના સમૂહને નાશ કરનાર સૂર્યબિંબ કોને હર્ષ ઉત્પન્ન ન કરે? દાન દેવામાં જ એક રસિક બનેલા પુરુષના મોટા ધનના લાભને અને તમારા જેવાની પણ આવા પ્રકારની મોટી રાજ્યલક્ષમીને કણ ને વખાણે?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! જો તમે તે વખતે મારા વેગને દૂર કર્યો ન હોત, તે આવા પ્રકારની સમૃદ્ધિને ઉદય કયાંથી થાત? તેથી પરમાર્થથી તે આ સર્વે તમારે આધીન જ છે. તેથી કરીને હવે તમે આ ધન, કનક કેશ, કોઠાર, ચતુરંગ સેન્ય, પુર અને આકર વિગેરે સર્વને ગ્રહણ કરો.” કાટિકે કહ્યું કે “હે દેવ! અસમાન પુણ્યના પ્રકની ખાણરૂપ તમારી જેવાને નહીં દેવા લાયક શું છે?
પરંતુ પુણ્ય રહિત પુરુષને આપેલી લક્ષમી પણ જેમ તેમ નાશ પામે જ છે. અને તે લક્ષમીને નિવાસ તે વિષ્ણુના વક્ષસ્થળને વિષે જ છે. તમે મને જે ઘણું ધન પહેલાં : આપ્યું હતું, તે પણ મારું ધન એ હરણ કર્યું, તે આવા પ્રકારના મનુષ્યને રાજ્યલક્ષમી કેમ થિર થાય? જેળના પરવડે દિશાઓને પૂરી દેનાર નદીઓનું સ્થાન જેમ સમુદ્ર જ છે, તેમ છે નરેંદ્ર! લકિમીનું સ્થાન તમે જ છે, પણ બાકીના મનુષ્ય લક્ષમીનું રથાન નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ હવે તમારે જાવજીવ સુધી મારી પાસેથી નીકળી જવું નહીં.” આ પ્રમાણે કાઈટિકને નિશ્ચય કરાવ્યું, તેને સામંતને સ્થાને સ્થાપન કર્યો અને તેને ગામ અને આકરની સમૃદ્ધિવાળી માટી પૃથ્વી આપી. આ પ્રમાણે રાજ્યલમીને ભેગવતા તે બન્નેના દિવસે જાય છે..
આ તરફ વિજયબળ રાજા વિજયચંદ્ર રાજપુત્રના અતિ તીણ વિયેગના દુઃખને અનુભવતે અને બાહ્યા વૃત્તિથી જ રાજ્યના વ્યાપારને ચિંતવત જેટલામાં રહે છે, તેટલામાં પદમદેવ નામના બીજા રાજ પુત્રને પૂર્વના કેઈ પણ પાપકર્મના ઉદયથી અતિસાર વિગેરે મોટા વ્યાધિઓ ઉત્પન્ન થયા, તેથી સૌભાગ્યસુંદરી પિતાના ચિત્તમાં ક્ષોભ પામી. તેને માટે મંત્ર, તંત્ર વિગેરે ઉપચારે પ્રારંભ્યા, પરંતુ ડે પણ ઉપકાર થયે નહીં. પણ વ્યાધિની વિશેષ વૃદ્ધિ થઈ. પૂર્વે કરેલા દુષ્કૃતના રમણવડે અત્યંત મલિનતાને પામેલી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે-“અહો ! ખરાબ રીતે કરેલા વિશેષ કર્મોને પરિણામ છેવટે કટુક અને અસુંદર થાય છે કે જેથી કરીને તે મહાત્મા વિજયચંદ્ર રાજપુત્ર ભક્તિમાન છતાં પણ અને થોડો પણ વિકાર નહીં દેખાડતા છતાં પણ મેં કાશ્મણના પ્રયોગથી તેવી અવસ્થાને પમાડ્યો હતો, તેને જ આ પ્રગટ વિપાક છે.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતી તે જેટલામાં રહે છે, તેટલામાં અત્યંત શીધ્રપણે પાદક્ષેપ કરતી (ચાલતી), અશ્રુના જળવડે વ્યાપ્ત લોચનવાળી, તથા “હા! વત્સ! ફરીથી તેને ક્યાં જેવો છે પાપી દેવ! આ પ્રમાણે એક પદમાં જ (એકી સાથે જ) પુરુષરત્ન રહિત પૃથ્વીતળને ? કરવાને તું ઉપસ્થિત કેમ થયું છે?” આ પ્રમાણે પ્રલાપવડે વાચાળ મુખવાળી ધાવમાતા