________________
રામ અને નાગદત્ત પ્રહણ કરેલી દીક્ષા.
[૨૯]
* ઊભા રહીને જ તેને જોવે છે, તેટલામાં કોયલના કંઠની જેવી સ્વરછ કાંતિવડે મેઘના સમૂહની શોભાને તિરસ્કાર કરનાર અને મોટી ફણાના વિસ્તારવડે ન જોઈ શકાય તે એક માટે સર્પ ડાબી બાજુની ગુફામાંથી નીકળીને આમતેમ ભમીને કાંઈ પણ જનના સમૂહને નહીં પામવાથી ઉછળતા મોટા કપરૂપી અગ્નિવાળો તે સર્પ તે સાધુને ડસીને ફરીથી તે જ ડાબી બાજુની ગુફામાં પેઠે.
તે પણ તે સાધુને તેના વિષને વિકાર થયે નહીં, અને તેથી જરા પણ ધર્મધ્યાનથી ચલાયમાન થયા નહીં. તે વખતે વિસ્મય પામેલા રામ અને નાગદત્ત પરસ્પર વિચાર કરવા લાગ્યા, કે-“આ ભગવાન અતિશયવાળા છે. તેના ચરણકમળ મોટા પુણ્યના સમૂહથી પામી શકાય છે. આ પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ છે, તેથી આનું અવલંબન કરવું યોગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને પારેલા કાર્યોત્સર્ગવાળા તે સાધુની પાસે ગયા, તેના પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે ભગવાન! આ પ્રમાણે કાળે રહેલા તમે શીત અને આતપ વિગેરેવડે કેમ બાધા પામતા નથી? કે જેથી આ પ્રમાણે અવિચળ (સ્થિર) રહે છે?” સાધુએ કહ્યું, કે-“હે મહાઅનુભવવાળા! ધ્યાનની કાણા( દિશાસીમા-હદ)ને પામેલા સાધુઓ શીત વિગેરેથી બાધા પામતા નથી કે જેથી આ પ્રમાણે કહેવાય છે અને અનુભવાય છે-ધ્યાનને વિષે ભાવિત ચિત્તવાળે અને નિર્જરાની અપેક્ષાવાળ સાધુ શરીર સંબંધી ઘણા પ્રકારના શીત અને આતપ વિગેરેવડે બાધા(પીડા) પામતે નથી.” આ પ્રમાણે સાંભળીને તે બન્નેનું મન વિસ્મય પામ્યું. “આ પ્રત્યક્ષ ચિંતામણિ સર્વ પ્રકારે આરાધવા ગ્ય છે. વળી આની આરાધના કરવાથી રોગ, દારિઘ અને ઉપદ્રવ વિગેરેનો નાશ થાય છે.” આ પ્રમાણે તે બન્નેને તે રુચિકારક થયું. ત્યાર પછી
વિનંતિ કરવાનો આ અકાળ છે.” એમ વિચારીને તે બને સાધુની પાસે જ સૂતા. રાત્રિને સમયે કોઈ પણ પ્રકારે તેમની નિદ્રા નાશ પામી, તેથી જેટલામાં નેત્રકમળને વિકસ્વર કરીને પિતાની પાસે જુએ છે, તેટલામાં કાયોત્સર્ગ રહેલા ભગવાનની ગુણસ્તુતિ કરવામાં તત્પર, આરંભેલા શુદ્ધ કાગલી ગીતવાળા, મનહર નૃત્યના ઉપચાર કરનારા અને વચ્ચે વચ્ચે વાગતી વીણાના શબ્દવડે વ્યાસ દેના સમૂહને જે. આથી તેઓ વિશેષ પ્રકારે હર્ષ પામ્યા. પછી પ્રભાતસમય થયો ત્યારે અત્યંત સનેહપૂર્વક મુનિના ચરણમાં પડીને તેઓ કહેવા લાગ્યા, કે-“હે ભગવાન! અત્યંત દોગે ત્યાથી પીડા પામેલા અમે રત્નના નિધાન જેવા તમને ઘણે કાળે પ્રાપ્ત કર્યા, તેથી હવે તમારા ચરણકમળની આરાધના કરવાને અમે ઈચ્છીએ છીએ.” સાધુએ કહ્યું-“તેમાં શું અયોગ્ય છે? માત્ર સારા સાધુઓને ગૃહસ્થને પરિગ્રહ અયોગ્ય છે, તેથી જો તમે મને અનુસરવા ઈચ્છતા હે, તે પ્રવજ્યા ગ્રહણ કરે, મારી સમીપે રહે, અને એક ગામથી બીજે ગામ વિચરે.” તે બનેએ આ અંગીકાર કર્યું અને શુભ મુહૂર્તે તેની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયાના સમૂહને