________________
સુમંતરિએ વિક્રમસેનને આપેલ ધર્મોપદેશ.
[૩૭]
'તરત જ ઉતાવળા માણસોએ તૈયાર કરેલા જાતિવંત (શ્રેષ્ઠ) અશ્વ ઉપર ચડીને પાસે રહેલા કેટલાક પાયદળવડે પરિવરેલો તે વર્ષને બતાવેલા માર્ગ વડે મુનિજનના આશ્રમમાં ગયે. ત્યાં ચલાયમાન મણિના કુંડળવાળા, દેદીપ્યમાન શરીરની કાંતિના સમૂહવાળા, વિચિત્ર મણિના આભૂષણવાળા, માણસોના મનને આનંદ આપનારા, મોટા નવા યૌવનવાળા અને અસમાન રૂપવડે શોભતા દેને વર્ધને પોતે જ પ્રથમ જોયા, અને ત્યારપછી રાજાના પુત્રે જોયા પછી તેઓની શોભાને અને પિતાની શોભાને જેતે, તથા સુગંધને પણ ગ્રહણ કરતે રાજપુત્ર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું, કે-“અત્યંત સુંદર શૃંગારવડે મનહર અને જાણે તપાવેલા જાત્ય (8) સુવર્ણમય હોય તેમ કુરાયમાન મટી કાંતિવાળું દેનું શરીર ક્યાં ? અને કઠણ ચર્મ, અસ્થિ, સ્નાયુ, રસ, રુધિર અને માંસથી બનેલું, ખરાબ નીકળતા મળવાનું અને પીગળી જતું આ મારું શરીર કયાં? કપૂર અને અગરૂના જેવો મોટો ઉછળતો પરિમલ ગંધ)ના ઉગારવાળે અને સ્વભાવથી જ સિદ્ધ દેના શરીર સંબંધી ઉત્તમ સુગંધ કયાં? અને દુસહ એવા સર્પ તથા શ્વાનના મડદાવડે વ્યાપ્ત બિલાડાના દુર્ગધ જે અમારા જેવાના મલિન શરીરથી ઉત્પન્ન થયેલ દારૂણ (ખરાબ) ગંધ ક્યાં ? તથા વળી આ નથી જણાતું કે-આ મહાનુભાવ કયા કમેવાડે આવા હોય છે? તથા ભૂખ્યા થાય ત્યારે શું ખાય છે? તેઓ કયાં વસે છે તેને પરિવાર કોણ છે? કેટલું લાંબે કાળ તેઓ જીવે છે? ફરીથી ( મરીને) તે અહીં ઉત્પન્ન થાય છે કે ત્યાં જ ઉત્પન્ન થાય છે? અથવા તે માટે આ વિચાર કરવાવડે શું છે? આ જ નિર્મળ કેવળજ્ઞાનવાળા શ્રેષ્ઠ મુનિને આ સર્વ શંકાના સ્થાનને પૂછું.” આ પ્રમાણે જાણવાની ઈચ્છાવાળે પરલીપતિ અશ્વ ઉપરથી ઉતરીને સૂરિની સમીપે ગયો. તેના પગમાં પ્રણામ કરી ઉચિત સ્થાને
બેઠે. “આ ધર્મને યોગ્ય છે” એમ જાણીને કેવળીએ તેને બોલાવ્યો. ત્યારે મસ્તક- મંડળને કાંઈક નમાવીને રાજપુત્રે પૂર્વ કહેલ શંકાને સમૂહ પૂછે, ત્યારે કેવળી કહેવા લાગ્યા, કે-“જે જીવ પૂર્વ ભવમાં દાન દેવાના સ્વભાવવાળા, જીવહિંસાની વિરતિવાળા, અસત્ય બોલવાથી વિમુખ, પરિમિત મૈથુન સેવનાર, પરિમિત પરિગ્રહવાળા, મધ માંસ ને ત્યાગ કરનારા અને જિનેશ્વરે કહેલા ધર્મમાં દઢ બુદ્ધિવાળા હેય, તે બીજા ભવમાં દેવલક્ષમીને પામે છે, તેઓનું ભેજન પણ કવળવાળું નથી, પરંતુ મનહર ગંધ અને રસવાળું અને ઉત્તમ સ્પર્શવાળું મનવાંછિત ભોજન કરે છે, તથા નિર્મળ સ્ફટિક મણિનાં બનાવેલા મોટા પ્રમાણવાળા વિમાનની શ્રેણિવડે મનોહર સોધમાદિક દેવલોકને વિષે તેઓ વસે છે, તેમાં નિરંતર નૃત્યના ઉપચાર પ્રવર્તે છે, તથા નિર્મળ રત્નના સમૂહના અતિ દેદીપ્યમાન અને પ્રસરતી પ્રજાના મોટા સમૂહવડે અંધકારનો સમૂહ નાશ પામ્ય હેય છે. તેને પરિવાર પિતાપિતાના ચિરકાળના કરેલા સુકૃતને અનુસારે કોઈને કોઈ પણ હોય છે. તેમના જીવિતના વિષયમાં શું કહેવું? કે જેમનું પ્રેક્ષણક પણ (એક નાટક પણું ) 'ચાર હજાર વર્ષે સમાપ્ત થાય છે. પછી ત્યાંથી ચીને ફરીથી ત્યાં જ દેવપણું પામતા