________________
સામિલે પેાતાના ભાઈ સતાને ગ્રહણ કરાવેલ સયમ,
[ ૩૩૯ ]
""
માત્ર આટલાથી જ આ પ્રયેાજન સિદ્ધ થતુ' હાય, તા તું ખેદ ન પામ. આ હું તેની સમીપ ચાલ્યે. એમ કહીને રાત્રિને અંતે તે શુક આકાશતળમાં ચાલ્યા, કાળના વિલંબ રહિતપણે મલયાચળ પહોંચ્યા અને સૂર્યની જેવા તેજવર્ડ ભુવનને ઉદ્યોત કરનાર શૂરદેવ રાજિષને જોયા. તેને જાંદીને તે ઝુકે સંતડના સર્વ અભિપ્રાય કહ્યો. ત્યારે સામિલે કહ્યું કે“ હે ભગવાન ! તે કાણુ છે ? ” સાધુએ કહ્યું કે“ મેં તને જે તારા પૂર્વભવના ભ્રાતા કહ્યો હતા, તે આ છે. ” ત્યારે તેણે પૂર્વ કહેલુ સંભારીને ગુરુના ચરણમાં પડીને કહ્યું કે− તેને પણ સ સંગના ત્યાગના પ્રત્યાખ્યાનવડે તેના પર પ્રસાદ કરો. અને તે મહાનુભાવની સાથે ચિરકાળે મને પણ દર્શન થાઓ. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે પરોપકારમાં જ એક તત્પર૫ણાએ કરીને સાધુએ તે અંગીકાર કર્યું. પછી ઉચિત સમયે સામિલ સાધુને હસ્તતલમાં લઈને, તમાલ પત્રની જેવા શ્યામ આકાશ ઉપર ઉડીને તે મુનિવર શુકે દેખાડેલા માર્ગ વડે તે અટવીના પ્રદેશને પ્રાપ્ત થયા, કે જ્યાં તે સંતડ રહ્યો હતા. ત્યાં પ્રાસુક પ્રદેશમાં ઉતરેલા (રહેલા ) તે ભગવાનના દર્શનથી મોટા આનંદના સમૂહથી ઝરતા ( વિકસ્વર ) નેત્રવાળા અને પેાતાના કપાલતળવડે પૃથ્વીપીઠને તાડન કરતેા તે સંતડ સાધુના ચરણમાં પડીને (નમીને) તેના સત્ય ગુણેાની સ્તુતિ કરવા લાગ્યા
હે ભગવાન ! તમારા દર્શન થવાથી અત્યંત દુ:ખરૂપી જળના મોટા પ્રવાહવડે વ્યાપ્ત સંસારરૂપી સમુદ્રને હવે હું ઉતરી ગયા હૈા એમ માનું છું. હે નાથ ! ચિંતામણિ રત્નના વિભ્રમને નીચે (દૂર) કરનાર તમારી જેવા સુસાધુરૂપી રત્ના જયાં દેખાય છે, તે આ પૃથ્વી કેમ ન નમાય. પરના ઉપકાર કરવામાં લાલસાવાળી કાની આવી પ્રવૃત્તિ દેખાય છે? તથા સંસારરૂપી કૂપમાં પડેલા પ્રાણીઓના આ પ્રમાણે ઉદ્ધાર કરવામાં કાણુ સમર્થ છે? હૈ ભગવાન ! પેાતાના કાર્યોંમાં પરાસ્મુખ મનવાળા તમારાવડે જ ભવ્ય પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરવાથી આ પૃથ્વી નાથવાળી કરાય છે. હે ભગવાન! તમે સદ્ધરૂપી મેાટા ભાર તેવી રીતે કાઇપણ પ્રકાર વહન કર્યાં છે ( ઉપાડ્યો છે) કે જેવી રીતે તે માર્ગમાં લાગેલા ખીજાઓનુ પણ ચિત્ત ચમત્કાર પામે છે, તેા હવે હે નાથ ! ઘણા પ્રકારના દુઃખના સમૂહથી નાશ પામેલી બુદ્ધિના પ્રસારવાળા મને જલ્દી દીક્ષા આપવાથી પ્રસાદ કરા. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેને પ્રત્રજ્યાનું સ્વરૂપ વિસ્તાર સહિત કહીને તથા પ્રત્રજ્યા લેવા માટે તેના ચિત્તના ઉત્સાહ જાણીને મુનિએ તે સતર્ડને પ્રત્રજ્યા આપી. દેવતાએ તેને ધર્મના ઉપગરણ આપ્યા. ત્યારપછી પૂર્વભવા સાથે રહેવાના પ્રેમના ભાવે કરીને વર્તાતા અને ધર્મને માટે શુદ્ધ બુદ્ધિને ધારણ કરનારા તે બન્નેને ગ્રહણા, સેવના વિગેરે શિક્ષા દેવામાં તત્પર થયેલા, સૂત્ર અને અર્થની વાચના આપતા, ભવ્યજનાને મુક્તિ મામાં જોડતા અને અપૂર્વ અપૂર્વ તવિશેષને સેવતા ( કરતા ) તે ભગવાન અનિયત વિહારવર્ડ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. કાઇક દિવસે તેવા પ્રકારના વ્યાધિના વિધુરપણાવડે જીવિતના અંત સમીપે આવ્યે એમ સભાવના કરતા સતર્ડ અનશન ગ્રહણ કર્યું..