________________
દેવરાજ કુમારે પિતાના પિતાને કરેલ કેદ.
[૩ર૩]
કેટલાકને પ્રચંડ (મોટા) દંડને આડંબરવડે પિતાથી જૂદા પાડ્યા. તે રાજાઓ વિજય, વસુંધર અને શ્રીધર વિગેરે નામના હતા. ત્યારપછી તેઓના ભેદનો નિશ્ચય પામીને (જાણીને) તેણે બળવર્ધને રાજાની સાથે યુદ્ધને પ્રારંભ કર્યો. પછી કુંડળરૂપ કરેલા ધનુવ્યથકી નીકળતા તીક્ષ્ણ બાણેની વૃષ્ટિવડે પરસ્પરના ચિન્હાને સમૂહ નાશ પામ્યા, સવડની સન્મુખ આવતા સુભટોએ સામા પક્ષના સુભટને પાડી નાંખ્યા, કાપી નાંખેલા પ્રચંડ વીર પુરુષના મસ્તકોથી (ખાપરીએથી) પૃથ્વીપીઠ ભૂષિત થઈ ગઈ તેમજ નિરંતર વીર પુરુષોએ મૂકેલા તીરી, તેમર અને નારાચના ઘાતની શંકા પામેલા અશ્વના સમૂહ ઉન્માર્ગે જતા રહ્યા. આ પ્રમાણે તે બને સિન્યનો મોટા યુદ્ધને સંમર્દ પ્રવાર્યો ત્યારે દેવરાજ આગળ રહીને તથા પૂર્વે ભેદ પમાડેલા વિજય વિગેરે સામંત રાજાના સમૂહે પાછળ રહીને કઈ પણ પ્રકારે એક કાળે જ પ્રયોગ કરેલા (નાંખેલા) વિચિત્ર શસ્ત્રના પ્રકારની પરંપરાવડે પરામુખી કર્યો (હરાવ્ય-માર્યો), કે જેથી અત્યંત વિહત્ય (બેભાન) થયેલો અને શત્રુ સુભટેના હાથહાથના યુદ્ધમાં બલાહીન બનેલ બળવર્ધન રાજા પૃથ્વી ઉપર પડ્યો. તેને સૈનિકે મારી નાંખવા લાગ્યા ત્યારે “જે રાજાને ઘાત કરે તે મારો ઘાત કરનાર છે.” એમ બોલતા દેવરાજ કુમારે તેનું રક્ષણ કરીને યોગ્ય બંધનવડે તેના શરીરને બાંધીને પ્રધાન પુરુષને સેં. આ અવસરે “નાયક વિનાનું સૈન્ય હણાયું” એમ કહીને શત્રુનું સેન્ય નાશી ગયું, તેથી હાથી, અશ્વ, રથ, ખજાને અને કોઠાર વિગેરે સર્વ પિતાને આધીન કર્યું. ત્યારપછી યુદ્ધભૂમિમાં પડેલા સુભટેના ત્રણે રૂઝાવવાની ક્રિયા વિગેરેમાં સેવક જનેને જોડીને (કહીનેસંપીને) રાજપુત્ર પાછો વળે, અને વિક્રમસેન યુવરાજની પાસે ગયો. તે વખતે તેણે ચોરની જેમ બાંધેલા બે હાથવાળી બળવર્ધન રાજાને કુમારના પગની પાસે મૂકે, અને યુદ્ધમાં પ્રાપ્ત કરેલા હાથી, અશ્વ, ખજાને અને કોઠાર વિગેરે રાજ્યલક્ષમીને વિસ્તાર સે. " તે વખતે મીંચાયેલા નેત્રકમળવાળા, નાશ પામેલા લાવશ્યવાળા, અત્યંત શોભા રહિત અને બાંધેલા બે હસ્તકળવાળા રાજાને સાક્ષાત જોઈને યુવરાજ વિચારવા લાગે કે-“પિતાના કાર્યના વિસંવાદમાં પિતાના માણસનું પણ શત્રુપણું જુઓ. જેનાથી જન્મ, વૃદ્ધિ અને કળાના સમૂહની પ્રાપ્તિ થઈ છે, તે પિતા પણ અહે! વૈરની બુદ્ધિથી કેમ બંધાય છે? તે પણ મૂઢ માણસ પુત્રાદિકને માટે પાપનું આચરણ કરે છે, ભાઈને પણ છેતરે છે, અને તત્કાળ અકાર્યને કરે છે. અથવા તે પુત્રનો શો દોષ છે? કે જેને દેષ રહિત છતાં પણ કુવિકલ્પથી વ્યાપ્ત થયેલા ચિત્તવાળા પિતાએ પણ આ પ્રમાણે હણવાને પ્રારંભ કર્યો. બન્ને લેકમાં અત્યંત વિરુદ્ધ આવું કાર્ય કરવું કેમ થગ્ય હેય? કંઈ પણ કારણથી કોઈ પણ વિનિપાત(આપત્તિ) પ્રાપ્ત થાય છે, તે સત્ય જ છે. અથવા તે બને લેકમાં પણ મોટો દેષ પ્રાપ્ત કરવામાં પ્રેતની દયિતા જેવી, દુઃખે કરીને નિવારણ
* ૧ લક્ષણ.