________________
[ ૩૨૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
p
એક દેવરાજ નામના રાજપુત્રને કાઇક ઉપાયવડે રાજ્યની રક્ષા માટે વિદાય કર્યાં. આ મંત્રીઓના વૃત્તાંત બળવર્ધન રાજાએ જાણ્યા તેથી તેને માટો ક્રોધ ઉત્પન્ન થયા; અને તેના વિનાશ કરવા માટે પુરુષાને નીમ્યા ( આજ્ઞા આપી). મંત્રીઓએ તેમને જાણ્યા, તેથી તેએ વેગથી નાશી ગયા, અને તે દેવરાજ નામના રાજપુત્રને પરવરીને તમારા સ્કંધાવારની સમીપે આવીને રહ્યા છે. તેઓએ અમને કહ્યું કે—“યુવરાજને પ્રણામ કરવાપૂર્વક આ પ્રમાણે કહેજો, કે-અમે તમારા ચરણકમળની સેવા કરવા ઇચ્છીએ છીએ. ” તા હવે આ બાબતમાં તમારી શી આજ્ઞા છે ? ” આ પ્રમાણે સાંભળીને યુવરાજે મત્રીના મુખ તરફ દ્રષ્ટિ નાંખી. ત્યારે તે મંત્રીઓએ કહ્યું કે—“ હું યુવરાજ ! નીતિ માર્ગ આવા छे –“ उपकारगृहीतेन शत्रुणा शत्रुमुद्धरेत् । पादलग्नं करस्थेन कंटकेनैव कंटकम् ॥ १ ॥ ( “ પગમાં લાગેલા કાંટાને જેમ હાથમાં રહેલાં કાંટાવડે કાઢી નંખાય છે, તેમ ઉપકારથી ગ્રહણ કરેલા શત્રુવડે શત્રુને કાઢી નાંખવા-દૂર કરવા. ” ) તેથી કરીને તે મળવનના પુત્રને પ્રધાન પુરુષાને મેાકલવાવડે અહીં અણુાવીને, વિશેષ પ્રકારના વસ્ત્ર, આભરણુ, હાથી અને અશ્વ વિગેરે આપવાવડે તેનુ સન્માન કરીને મેટી સભાર્દિક સામગ્રી સહિત તેને ખળવર્ધન રાજાની સન્મુખ ( સામે ) મેકલેા. આ પ્રમાણે કરવાથી તેના મંત્રીજના અને સામા પક્ષના સામતાર્દિક પણ પ્રવેશ કરાયેલા થાય છે, અને તુચ્છ ( ઘેાડા ) સેવકના સમૂહવાળા બળવર્ધન રાજા પણ અવલપણાને પામે છે. ” આ પ્રમાણે સાંભળીને—“ આ યુક્તિયુક્ત છે” એમ વિચારીને યુવરાજે તે વચનને બહુ સારું માન્યું, અને તે જ પ્રમાણે શત્રુના પુત્ર દેવરાજને અણુાન્યા ( બેલાવ્યા ). અને યથાયેાગ્ય સર્વ પ્રતિપત્તિ ( સન્માન ) કરી, તથા ગૌરવપૂર્વક યુવરાજે તેને પૂછ્યું, કે—“ હું કુમાર ! હવે શું કરવું છે ? ત્યારે દેવરાજે કહ્યું કે—“ અત્યંત ( વારવાર) ખેલેલા અને સાહસથી (વિચાર્યા વિના ) કરેલાં કાર્યો છેવટે મેટા પુરુષને પણ અત્યંત લઘુપણું પમાડે છે. તે જ ઉત્તમ માણસો છે, કે જેના મનવાંછિત કાર્યો પ્રાપ્તિવડે જ જણાય છે, પરંતુ વાણીના વિલાસવર્ડ જણાતા નથી. ખીજાઓની વાણીના વિસ્તાર દિવસે દિવસે ઉત્સાહવાળા થાય છે, પરંતુ તેના કાર્યની સિદ્ધિ જન્માંતરમાં પણ દેખાતી નથી. તેથી હે યુવરાજ ! સર્વ શ’કાને ત્યાગ કરીને આટલું જ જાણા, કે—જ્યાંસુધી કાર્યની સિદ્ધિ નહીં થાય ત્યાંસુધી હું અહીંથી પાછા વળીશ નહીં. આ પ્રમાણે સહાયકારક વચનના વિન્યાસ સાંભળીને પેાતાને તુલ્ય સહાયની સામગ્રી આપીને તેણે તે દેવરાજને તરત જ બળવર્ધન રાજાની સન્મુખ માકલ્યા. ત્યારે તે રાજપુત્ર મગલેાપચાર કરીને યુવરાજના વિજય સ્કંધાવારમાંથી નીકળ્યા. કપટ રહિત પ્રકટ કરેલા પુરુષાર્થના અભિમાનવાળા તે વેગવડે જઈને શત્રુના સૈન્યની સમીપે રહ્યો. પછી તેણે શત્રુના સામતાને ભેદ પમાડવા માટે વિશ્વાસુ માણસને માકળ્યા. ત્યારે તેઓએ જઇને કેટલાકને દાનવડે, કેટલાકને સામ વચનવડે, કેટલાકને ભેદવર્ડ અને
""
૧ સમાસિવર્ડ.