________________
[ ૩૧૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૪ :
પણ દેષવડે કુમાર હમણાં જ મરણને પાયે, તેનું કારણ કાંઈ જણાતું નથી.” આ સાંભળીને રાજા અત્યંત શેક કરવા લાગ્યા, તેને તે રાજપુત્રે કહ્યું કે-“હે દેવ ! સંસારમાં સંભવતા સર્વ પદાર્થોનું ક્ષણભંગુરપણું જાણતા છતાં પણ તમે કેમ આ પ્રમાણે શેક કરે. છે? સંસારના સ્વરૂપને નહીં જાણતો મૂઢ જન જે પ્રિયાના વિયેગરૂપી દુઃખવડે પીડા પામીને નિષ્ફળ અત્યંત શોક કરે છે, તે સ્વભાવથી જ સમગ્ર શાસ્ત્રના અર્થને જાણનારા તમે અનિષ્ટને નહીં જોયેલાની જેમ આ પ્રમાણે કેમ શેક કરે છે? અસંભવિત પદાર્થોના સંભવમાં શેક કરે તે યોગ્ય છે, પરંતુ દરેક સમયે જીવનું ક્ષણભંગુરપણું હોવાથી તે શોક અત્યંત નિષ્ફળ છે. તેથી કરીને તમે ધીરજને ધારણ કરો, અને વિરામ રહિત (નિરંતર) શોકના પ્રસરનો સર્વથા ત્યાગ કરો. આ જગતમાં જે ઉત્પન્ન થયા છે, તે સર્વને આ ભાવ (સ્થિતિ) રહેલો છે. પરમાર્થથી આ જગતમાં કોઈ પણ પદાર્થ સ્થિર નથી. માત્ર માર્ગમાં ચાલેલાને વિષે મુસાફરની જેમ કેઈક જલદી જાય છે, અને કેઈક ધીમે ધીમે જાય છે. આ સચરાચર ત્રણ જગતને ગળવામાં (ખાવામાં) ઉદ્યમી થયેલા યમરાજને જાણીને તેને કાંઈક પ્રતિકાર કરવાનો ઉપાય હે રાજા ! તમે વિચારે.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે શોકના સંરભ ત્યાગ કરીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તેના પ્રતિકારને ઉપાય તું કાંઈ પણ જાણે છે?” ત્યારે કુમારે કહ્યું કે-“હે પિતા! હું કાંઈક જાણું છું. અને વિસ્તારથી તે તમારા ચરણકમળના પ્રસાદવડે જાણીશ.” રાજાએ કહ્યું કે-“હે વત્સ! તું જેટલું જાણતો હોય, તેટલું પ્રથમ કહે.” કુમારે કહ્યું-“હે પિતા! સદ્દગુરુના ઉપદેશવડે નિરંતર તેના વિધાનરૂપ ક્ષાંતિ, માર્દવ અને આર્જવ વિગેરે ગુણોના અભ્યાસથી યમરાજને પ્રતિઘાત થાય છે એમ શાસ્ત્રમાં સંભળાય છે.” રાજાએ કહ્યું-“હે વત્સ! એમ કરવાને કણ શક્તિમાન હોય?” રાજપુત્રે કહ્યું- તમે મારા ઉપર પ્રસાદ કરો, તે હું આ સર્વ કરું.” રાજાએ કહ્યું-“હે વત્સ! અમે તે આ કરવાને અશક્ત છીએ. જે તું આ કરવાને સમર્થ છે, તે તારે નિર્વિન છે, જલદીથી તે તું કર. કેમકે સર્વ કુટુંબને નાશ પ્રાપ્ત થયેલ હોય ત્યારે તેની મધ્યેથી જે કઈ પલાયન થાય (બહાર નીકળી જાય), તે તેને પકડી રાખો, એ શું સ્વામીને લાયક છે?” હે અશ્વસેન રાજા! આ પ્રમાણે રાજાએ કહેલું તે કુમાર મારી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરીને ગણધર થયે છે.”
આ પ્રમાણે છઠ્ઠા ગણધર સંબંધી વૃત્તાંત કહીને હવે હું સાતમા ગણધરના વિષયવાળું વૃત્તાંત કાંઈક કહું છું, તે તમે સમ્યક્ પ્રકારે સાંભળ
સાતમા ગણધરનું વૃત્તાંત. આ જ જંબદ્વીપ નામના દ્વિીપને વિષે દેવને પણ વિસ્મય કરનારું, મોટા કિટલાવડે વ્યાસ અને ખાઈરૂપી વલયવડે વીંટાયેલું સુરપુર નામનું નગર છે. તેમાં અસમાન સાહસ, સત્ય અને શૂરતા વિગેરે ગુણવડે સામંત રાજાના સમૂહને વશ કરનાર વિક્રમાકર