________________
શિવદત્ત વિગેરેના પૂર્વભવનું કથન.
[ ૨૮૧ ].
પૂર્વની જેમ તેમની જ નાની બહેનપણે ઉત્પન્ન થઈ, અને પૂર્વના અભ્યાસવડે પરસ્પર ગાઢ પ્રેમવાળા તે ચારે દિવડે અને બુદ્ધિના પ્રકર્ષવડે વૃદ્ધિ પામ્યા. ત્યાં પાણિગ્રહણ કર્યા વિના જ તેઓએ તથા પ્રકારના સારા મુનિની પાસે ધર્મ સાંભળીને સંસારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રવજયા ગ્રહણ કરી, અને ઉગ્ર તપશ્ચરણ કરવાને પ્રારંભ કર્યો. અને આ પ્રમાણે ધ્યાન કરવા લાગ્યા. “સંવેગના સારરૂપ સમગ્ર આગમ અને નીતિમાર્ગના સંબંધવડે શુદ્ધ ક્રિયામાં આસક્ત મનવાળા થઈને અહા ! કેવી રીતે અમે ભવરૂપી મહાસમુદ્રનું ઉલ્લંઘન કરીને શીધ્રપણે મોક્ષસ્થાનને પામશું?” આ પ્રમાણે પ્રતિસમયે શ્રેષ્ઠ ભાવનાઓને ભાવતા, નિરંતર ગુરુના પાદસેવનમાં તત્પર રહેતા, વૃદ્ધ, બાલ, માંદગીવાળા અને તપસ્વી સાધુઓના પ્રયજનને વિષે સારી ભાવનાપૂર્વક પરાક્રમને ફેરવતા, ગામ અને કુળને વિષે મમતાને ત્યાગ કરતા, પિતાના જીવની જેમ સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરતા, ઇધિને અત્યંત જય કરવામાં જ એક ઉદ્યમને કરતા, ક્રોધાદિક સમૂહનો નિગ્રહ કરવામાં જ આસક્ત થતા, સમગ્ર દેષ રહિત પિંડ( જનાદિક)નું ગ્રહણ કરતા, વસ્ત્રાદિક વસ્તુ, શમ્યા અને આસનને સેવતા, શરીરને વિષે પણ સ્નેહ રહિત અને સંયમરૂપી અમૃતવડે તૃપ્તિને પામતા તેઓના દિવસો વ્યતીત થવા લાગ્યા. આ પ્રમાણે સ્વાધ્યાય અને ધ્યાનાદિકમાં ઉદ્યમવાળા એક સકંદ વિનાના તે ત્રણેએ પૂર્વે બાંધેલા અંતરાયકર્મને ઘણું ખપાવ્યું, અને સ્કદે પૂર્વકાળમાં ઘણા સંકલેશને વશ થવાથી તથ, પ્રકારનું ઘણું કર્મ અપાવ્યું નહીં. પછી આયુષ્યને ક્ષય થયે ત્યારે તે ચારે મરીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને પ્રથમ હે અમાત્ય ! તે નંદને જીવ તું શિવદત્ત નામે ઉત્પન્ન થયે. અને દેવભવની પૂર્વના ભવની સુંદરી નામની તારી ભાર્યા પણ આ વસંતસેન નામની તારી ભાયી થઈ છે. પૂર્વભવને સ્કંદ પુત્ર હમણાં આ દેવપ્રસાદ નામને તારો પુત્ર ઉત્પન્ન થયા છે અને પૂર્વભવની શીલવતી પુત્રવધૂ હમણું સમા નામની દેવપ્રસાદની ભાર્યા થઈ છે. આ પ્રમાણે પૂર્વે કરેલા સાધારણ કર્મવડે તમે એક કુટુંબના વાસમાં જોડાયા છે, તથા હે અમાત્ય ! હમણાં તારા પુત્રના ઉત્પન્ન થયેલા મોટા અંતરાયના દેષથી બીજાઓને (તમને) પણ આ દારિદ્ર પ્રાપ્ત થયું છે, અને રાજાનું સન્માન (રાજાનું અપમાન પામ્યા છે ) પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે મુનિરાજે કહ્યું ત્યારે તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને ચિરકાળનું છતાં પણ જાણે હમણાનું જ હોય તેમ પિતાનું સર્વ દુશ્ચરિત્ર પ્રગટ થયું, તથા મોટા સંવેગને પામેલા તે બને પિતાના આત્માને નિંદવા લાગ્યા. આ વૃત્તાંત સાંભળીને વસંતસેના અને તેમાં પણ પૂર્વભવને જાણનારી થઈ. આ અવસરે મુનિએ કહ્યું કે “હે અમાત્ય ! તે મને પૂછ્યું હતું કે “પૂર્વે અમે શું દુષ્કૃત કર્યું હતું?” તે મેં આ કહ્યું. તથા “તે દુષ્કૃતના નાશને નિમિત્ત કોઈપણ કાર્ય કરવાનો ઉપદેશ આપો”