________________
રાજાને પેાતાના કાર્ય માટે થયેલ પશ્ચાત્તાપ.
[ ૨૯૩ ]
""
થઈ ગયા. તેથી દરેક શહેરમાં, દરેક ભવનમાં, દરેક દેવાલયમાં અને દરેક પ્રધાન જન પાસે નષ્ટ ચિત્તવાળા તે કહેવા લાગ્યા, કે-“ રાજાએ મારી સ્ત્રીને ગ્રહણ કરી. શુ કાઇ પણ ઠેકાણે કાઇ પરાપકાર કરવામાં જ એક બદ્ધ ચિત્તવાળા સત્પુરુષ છે ? કે જે તે રાજાની પાસેથી લઇને મને તે આપે? ” આ પ્રમાણે સર્વત્ર ખેલતા તેને કાઇ પણ પ્રકારે રાજાએ સાંભળ્યેા ( જાણ્યા ) ત્યારે તેણે પ્રતિહારીને પૂછ્યું કે“ અરે! કાણુ છે ? ” તેમણે કહ્યું કે હે દેવ ! સેનાપતિના પુત્ર હેમદત્ત નામના છે. '' રાજાએ કહ્યું કે-“ શા માટે તે આવું મેલે છે ? ” પ્રતિહારે કહ્યુ કે–“ હે દેવ ! આના પરમાથ અમાત્ય જાણે છે.” ત્યારે રાજાએ તે વૃત્તાંત અમાત્યને પૂછયા. ” તેણે કહ્યું કે હે દેવ ! આ વીતી ગયેલી કિથાવડે શું ફળ છે ? ” રાજાએ કહ્યું કે-“હું અમાત્ય ! ખેદ કરવાથી સર્યું. જેવુ ડાય તેવું કહે. ” અમર્ત્ય કહ્યું કે—“ હું દેવ ! જો આવા આગ્રહ હાય તા સાંભળેા.— ચિત્રકના પુત્ર ચિત્રમાં આળેખવાવડે જે આ મારી પુત્રો આળેખી છે, અને માટા આગ્રહવડે વ્યાપ્ત બુદ્ધિવાળા મેં તમને પરણાવી છે. તે પુત્રી પ્રથમ બહુમાન અને બહુ પ્રાર્થનાપૂર્ણાંક સેનાપતિના પુત્રને મે' આપી હતી. તેને અભાવ થવાથી નષ્ટ ચિત્તવાળા આ જાણે પિશાચથી પરાભવ પામ્યા હોય તેમ કદાચિત કાંઇ પણ આ પ્રમાણે સ્વછ દપણે ખેલતા ફર્યા કરે છે. ’” મા સ વાર્તા મૂળથી સાંભળીને—“ અરે રે! અનાર્ય લાકને ઉચિત એવું મોઢા વિનાનું આ કાર્યાં મેં આચયું છે. ” એમ વિચારીને અત્યંત ખેદને પામલે રાજા કહેવા લાગ્યા કે—
જ્યાં રાજાએ પણ લેાકેાના અપવાદની શંકા તજીને અયેાગ્ય કાર્યમાં પ્રવર્તે છે, ત્યાં ક્ષત્રિયની વાર્તા પણ હણાઇ ગઇ. હું પાપી જીવ! જેમાં માત્ર સરસવ . જેટલું જ સુખ છે, અને મેરુપર્યંતથી પણ વધારે અપયશ છે, તેવું આ કાર્ય કરવું તે તારે શું ચુક્ત છે ? અપયશવડે મિલનપણાને પામેલું આ તારું' જીવિત પણ શું શ્લાધા કરવા લાયક છે ? હું તા સારા ચારિત્રરૂપી ગુણુવાળાનું મરણ પણુ મહેાત્સવ માનુ છું. આ પ્રમાણે ઘણું પ્રકારે ખેદ કરતા રાજાને જોઇને અમાત્યે કહ્યું કે હૈ દેવ ! અહીં તમારા શે। દોષ છે ? તમે આ જાણ્યું નહતું, કે આ પુત્રી કાઈને આપી છે. પ્રધાન પુરુષાના આગ્રહથી જ આ મેં' તમને પરણાવી છે.-કદાચ કોઇ પણ પ્રકારે કુળ, પર્વત અને સમુદ્ર વિગેરે પાતાના સ્થાનને તજે છે, પરંતુ તમે દેવે માટા કાને પામ્યા છતાં પણ કદાપિ પાતાના સ્થાનના ( મર્યાદાના ) ત્યાગ કર્યો નથી. તેથી હું પૃથ્વીનાથ !
,,
આ નિરર્થક શાકવડે શું ફળ છે ? હવે સન્નીતિરૂપી તુલા( તાજવા )નું આલેખન કરનાર તમે જેમ ઉચિત લાગે તેમ કરી. ” આ પ્રમાણે અમાત્યના કહેલા વચનને સાંભળવાવડે યેાગ્ય આચરણના પશ્ચાત્તાપને દૂર કરીને રાજા હૈમદત્ત નામના સેનાપતિના પુત્રને ખેલાવીને કહેવા લાગ્યા, કે-“ અરે! તું તારી ગૃહિણી( સ્ત્રી )ને જાણે છે કે નહીં ? ” ત્યારે જરાક ચેતના પામેલા સેનાપતિના પુત્રે કહ્યું કે-“ હે દેવ ! હું તેણીને મારા